in

અંડરઆર્મની કાળાશને દૂર કરવી છે તો ઝડપથી જાણી લો આ સરળ 4 ઉપાયો

કેટલીક વાર આપણને સ્લિવલેસ કપડાં પહેરવાનું ઘણું જ ગમતું હોય છે પણ પહેરી નથી શકતા કારણકે અન્ડરઆર્મની ત્વચા સાવ કાળી કાળી થઈ ગઈ હોય છે એટલા માટે. આપણી અન્ડરઆર્મની ત્વચા એકદમ કોમળ અને સેન્સિટીવ હોય છે. તો કેટલાક લોકો શરીર પર ડિઓડરન્ટ વાપરતાં હોય છે એટલા માટે કેમિકલ રીએક્શનને લીધે રેશિઝ પડી જતા હોય છે તો કેટલાકને અન્ય કોઈ કારણોસર. તો હવે તમારા માટે એક ઉપાય લઇ આવ્યા છે કે જે તમારી અન્ડરઆર્મની કાળાશને કરશે દૂર અને એ ત્વચાને બનાવશે એકદમ મુલાયમ.

1. વેક્સિંગ

Related image

Advertisements

જો વેક્સિંગ કરવામાં આવે તો બગલના વાળ મૂળની સાથે જ નીકળી જાય છે. વેક્સિંગમાં વેક્સ ગરમ હોય છે એટલે ડેડ સ્કિનનો પણ નિકાલ થઇ જાય છે અને એ સ્કિન એકદમ સાફ લાગે છે. વેક્સિંગ નિયમિત રીતે કરાવવામાં આવે તો ત્વચાની કાળાશ દૂર થાય છે.

2. બ્લીચ

Image result for bleaching underarm

જો તમારે ઝડપથી કાળાશ દૂર કરવી છે તો તમે ત્યાં બ્લીચ પણ કરી શકો છો. એના માટે બોડી-બ્લીચનો ઉપયોગ કરવો જોઈએ. પણ એના માટે બ્લીચ તમારી સ્કિનને સૂટ થાય એ જરૂરી છે. જો કોઈની સ્કિન સેન્સિટિવ હોય તો એવા લોકોએ બ્લીચનો ઉપયોગ ટાળવો જોઈએ.

Advertisements

3. ચંદન પાઉડર

Image result for chandan powder

ચંદનના પાઉડરને થોડા પાણી કે ગુલાબજળ સાથે મિક્સ કરી લેવો અને પછી એ પેસ્ટને બગલમાં લગાવી લો અને ઘસો. થોડી વાર ઘસ્યા બાદ ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો.

4. કાકડી

Image result for cucumber

Advertisements

એના માટે કાકડીને ખમણી લો અને એનો રસ કાઢી લો અને પછી એમાં ચપટી હળદર મિક્સ કરી લો. વધારે સારી ઇફેક્ટ મળે એના માટે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ મિશ્રણ અડધો કલાક સુધી બગલમાં લગાવી રાખવું અને પછી સાફ પાણી વડે ધોઈ લો. આમ કરવાથી ત્વચા ડાઘરહિત અને ચમકવા લાગશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

11 ડિસેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

સલમાનની ટક્કર થઇ આ કલાકારો સાથે , કરગર્યા તો પણ ના આપી માફી