in

મેળવો ઈ- કારની ખરીદી પર 1.50 લાખ અને ટૂ-વ્હીલરની ખરીદી પર રૂ. 40 હજાર સુધીની સબસીડી , લાગુ થશે 1 એપ્રિલથી

ટોટલ 15.62 લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવશે. દરેક ત્રણ કિમીના અંતરે આ વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ બનાવાના પ્લાન થઇ રહ્યા છે

ઇલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહનો વધારવા માટે કેબિનેટે ગુરુવારના રોજ જ 10,000 કરોડ રૂપિયાની ફેમ-II યોજનાને મંજૂરીની મહોર મારી છે. આ રકમ વડે ઇલેક્ટ્રિક બસ, કાર, રીક્ષા અને ટૂ-વહીલર્સની ખરીદી કરવા માટે સબસીડી આપવામાં આવશે. આ યોજના 1 લી એપ્રિલ 2019થી લાગૂ કરવામાં આવશે. અને એની વેલિડિટી ત્રણ વર્ષની હશે.આ નવી યોજનાને વિત્ત મંત્રી અરુણ જેટલીએ કેબિનેટના આ નિર્ણય વિષેની માહિતી આપી છે.

ફેમ-II યોજના પ્રમાણે

* ત્રણ ત્રણ કિમીના અંતરે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે

આ યોજના અંતર્ગત 7 હજાર બસ, 55 હજાર કાર્સ, 5 લાખ રીક્ષા અને 10 લાખ દ્વિચક્રી વાહનો પર સબસીડી આપવી એવી યોજના છે. આ સબસીડી એવા જ લોકોને અપાશે કે જેમના વાહનમાં લિથિયમ બેટરી અથવા બીજી નવી ટેક્નોલોજીની બેટરી ફિટ કરેલી હશે. આ વાહનો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું કરવાનું અયોજન છે. શહેરોમાં દર ત્રણ ત્રણ કિમીના અંતરે ચાર્જિંગ સ્ટેશન બનાવાશે. હાઇવે પર દર 25 કિમીના અંતરે ચાર્જિંગ સ્ટેશન જોવા મળશે. ફેમ-1 યોજના એપ્રિલ 2015માં ચાલુ થઇ હતી અને આ યોજના અંતર્ગત 895 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

* 40,000 રૂપિયા સુધીની મળી શકશે સબસીડી

આ યોજના હેઠળ ટૂ વહીલર (ઈ-વાહન) ખરીદનાર વ્યક્તિને 40,000 રૂપિયા સુધીની સબસીડી મળી શકશે. ઇલેક્ટ્રિક કાર પર 1.5 લાખ રૂપિયા સુધીની સબસીડી મેળવી શકાય છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે કે આ યોજનાના બીજા તબક્કામાં અલગ-અલગ શ્રેણીઓના ઇલેક્ટ્રિક અને હાઈબ્રીડ વાહનોના પંજીકરણ અને પાર્કિંગ ચાર્જમાં છૂટ આપવા અને રોડ ટેક્સથી રાહત આપવા વગેરે જેવા પ્રોત્સાહન જેવા પગલાં પણ લેવાશે.

* સબ્સિડી?

આ યોજના એપ્રિલ મહિનાથી લાગુ પડી જશે. આ યોજનામાં સરકાર ઇલેક્ટ્રિક વાહનોના એક્સ ફેક્ટરી પ્રાઈઝ પર પણ કેપ લગાવી શકે છે. અને એમાં 15 લાખ રૂપિયા પર રોકી શકે છે. કોઈપણ ઇલેક્ટ્રિક વાહન પર સબસીડી કેટલી આપવી એ જે તે વાહનની બેટરી કેપેસિટી પર આધાર રાખે છે મતલબ કે 10 હજાર રૂપિયા પ્રતિ KWh અને ઘર પર 20 હજાર KWh.

* કયો ફાયદો મેળવી શકાશે ?

સબસીડી ચાલુ થશે તો ગ્રાહકોને ઘણો જ મોટો ફાયદો મળશે. આનાથી ઇંધણનો વપરાશ ઘટશે સાથે જ કારની કિંમતમાં પણ ઘટાડો થાય એવું બની શકે છે. ઇલેક્ટ્રિક વાહનોના કારણે જેમ પેટ્રોલ પંપ હોય છે એની જેમ જ અલગ અલગ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવશે, એના કારણે રોજગારની નવી તકો ઉભી થશે અને પેટ્રોલના ઉપયોગમાં પણ ઘટાડો થશે.

ટિપ્પણી

1 મિનિટ માં દૂર થઈ જશે તમારો માથા નો દુખાવો, બસ અજમાવો આ 6 ઘરેલુ ઉપાય

મંગલમૂર્તિ હનુમાન ની કૃપા થી આ 5 રાશિઓ નું થશે ભાગ્યોદય, રાજયોગ નો બની રહ્યો છે સંયોગ