UC-19: ગુજરાતના આ ખેલાડીએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે કરી કમાલ, જાણો કોણ છે તે

Please log in or register to like posts.
News

ભાવનગરઃ અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાની ટીમ 216 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતને જીતવા માટે 217 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ ઇન્ડિયાના શાનદાર પ્રદર્શનમાં એક ગુજરાતી ક્રિકેટરનો પણ મહત્વનો ફાળો રહ્યો હતો. ટીમ ઇન્ડિયાના વિકેટકીપર હાર્વિક દેસાઇએ પણ વિકેટની પાછળ ત્રણ કેચ કર્યા હતા અને એક ખેલાડીને રન આઉટ કર્યો હતો. હાર્વિકની રમતથી પ્રભાવિત થઇને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે તેને ભવિષ્યનો ધોની બની શકે છે તેવી વાત કરી હતી.

મૂળ ભાવનગરના રહેવાસી હાર્વિક દેસાઇએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી જેસન સાંઘા, વિલ સુંધરલેન્ડ, રેયાન હેડલીના વિકેટની પાછળ કેચ ઝડપ્યા હતા જ્યારે જે.હોલ્ટને રનઆઉટ કર્યો હતો. હાર્વિકનો 4,ઓક્ટોબર 1999માં ભાવનગરમાં થયો હતો.

તેને ક્રિકેટ રમવાનું વારસામાં જ મળ્યું હતું. તેના પિતા મનીષ દેસાઇને પણ ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો અને તેઓ હિલ્ડશીલ્ડ ક્રિકેટ રમી ચૂક્યા છે. હાર્વિકે 10 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું.

ભાવનગરની સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં તેણે અભ્યાસ કર્યો છે. તે ભરૂચા ક્રિકેટ ક્લબમાં નિયમિત ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. હાર્વિક અંડર-14 નેશનલ રમી ચૂક્યો છે. હાર્વિક દરરોજ આઠ કલાક પ્રેક્ટિસ કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

0
0
0
0
1
0
Already reacted for this post.