એવી નોટ જે તમને બનાવી શકે છે તમને ધનવાન!

Please log in or register to like posts.
News

ખાસ સીરીઝવાળી 10 રૂપિયાની નોટ પર 23/04/78 બર્થ ડેટ લખેલી છે. આ બર્થ ડેટ વિલિયમ શેક્સપિયરની બર્થ ડેટ સાથે મેચ થાય છે.

શું તમે ક્યારેય તમારા ખિસ્સામાં રાખેલી નોટોનો નંબરોને ધ્યાનથી જોયા છે. શું તમે આ નંબરો પર છુપાયેલી જાણકારી મેળવવાની કોશિશ કરી છે. જો ના હોય તો આજે અમે તમને એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ, જે કદાચ તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. નોટોના નંબર પર તમારી કે કોઈ સેલિબ્રિટીની જન્મતિથિ એટલે કે બર્થ ડેટ છુપાયેલી હોય છે. આ નોટ તમારા માટે માત્ર ખાસ જ નથી પરંતુ તમને ધનવાન પણ બનાવી શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઈબે પર આવી નોટોની બોલી લગાવામાં આવે છે, જેમાં તેના હજારો રૂપિયા ઉપજતાં હોય છે.

શું છે આ નોટોની ખાસિયત

સ્પેશિયલ સીરીઝવાળી નોટો ઘણા ઓછા લોકો પાસે હોય છે. તેમાં એવી નોટ હોય છે જેમાં જન્મતારીખ લખેલી હોય છે. આ નોટો સરળતાથી મળી જાય તે જરૂરી નથી, પરંતુ જો સંજોગવશાત નોટ તમારા હાથમાં આવે તો તેની અવગણના ન કરવી જોઈએ. ઓ નોટ સ્પેશિયલ કેટેગરીમાં રાખવામાં આવે છે. ઈબે પર તેની બોલી લગાવાય છે. હાલમાં જ ઈબે પર એક બર્થ ડેટવાળી નોટની હરાજી થઈ રહી છે. આ નોટ એમ સારાવનન ના નામ પર છે. તેની બર્થ ડેટ આ નંબર સાથે મળતી આવે છે. હરાજીમાં તેની શરૂઆતી રકમ 5 ડોલર રાખવામાં આવી છે.

આ નોટ કેમ વિશેષ છે

ઓ નોટ પર અંકિત થયેલા નંબર એટલે તારીખ (23/04/78) ખાસ છે. આ દિવસે પ્રખ્યાત લેખક વિલિયમ્સ શેક્સપિયરનો જન્મ થયો હતો. એટલું જ નહીં રેસલિંગના શોખીન તેની વધારે કિંમત ચૂકવી શકે છે. કારણકે આ દિવસે પ્રસિદ્ધ રેસ્લર જોન સિનાનો જન્મદિન છે.

અગાઉ પણ નોટનું વેચાણ થયું છે

ઈબે પર થોડાં સમય પહેલાં એક રૂપિયાની એક નોટ 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી. 7 લાખ રૂપિયામાં વેચાયેલી આ નોટની વિશેષતા એ હતી કે તે આઝાદી પહેલાંની એકમાત્ર નોટ હતી. તેના પર તે વખતના ગવર્નર જે ડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઈન્ડિયા વતી 1935માં બહાર પાડવામાં આવી હતી.

આ નોટને ઈબે પર હાલમાં હરાજી માટે મૂકવામાં આવી છે.

Note number is the date of your birth, the note can make you rich

ચૂકવવામાં આવે છે મોટી રકમ

યૂનીક અને એન્ટીક નોટ તથા સિક્કાનો સંગ્રહ કરતાં લોકો આ માટે ઘણી રકમ ચૂકવતાં હોય છે. લોકો રોકાણ તરીકે પણ આ નોટ અને સિક્કાને ખરીદતાં હોય છે. ભારતની તુલનાએ વિદેશી બજાર આ મુદ્દે ઘણા આગળ નીકળી ચૂક્યા છે. જોર્જિયાની સૌથી જૂની અને દુર્લભ બેન્ક નોટની આ અઠવાડિયે હરાજી થવાની છે. આ નોટ માટે બિડિંગ 30 હજાર ડોલરથી શરૂ થશે. જાણકારો માને છે કે બેન્ક નોટ 1 લાખ ડોલરની રકમમાં હરાજી થઈ શકે છે.

1 કરોડ ડોલરમાં વેચાયો એક ડોલરનો સિક્કો

જો સિક્કા અને બેન્ક નોટના બજારની વાત કરીએ તો 1794ના 1 ડોલરનો એક સિક્કો 2013માં 1 કરોડ ડોલરમાં વેચાયો હતો. 1891ની 1000 ડોલરની નોટ એપ્રિલ 2013માં 25 લાખ ડોલરમાં વેચાઈ હતી. ભારતીય નોટની વાત કરીએ તો એ વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ છે પરંતુ ભારતની દુર્લભ કરન્સી પર નજર રાખતી વેબસાઈટની વાત માનીએ તો 1970 દરમિયાન સો રૂપિયાની એક નોટની કિંમત 15 થી 20 હજાર રૂપિયા હોઈ શકે છે. 1964માં છપાયેલી 1 રૂપિયાની નોટની કિંમત તેનાથી વધારે આંકવામાં આવી છે.

કઈ નોટ પર રાખો નજર

Note number is the date of your birth, the note can make you rich

જાણકારોના કહેવા મુજબ, બજારમાં બે પ્રકારના સિક્કા કે નોટની વધારે કિંમત મળે છે. પહેલી જો તે દુર્લભ હોય કે પછી તે નોટના નંબરમાં કંઈક વિશેષતા હોય. રૂપિયાની નોટ દુર્લભ હોવાનો મતલબ સ્પષ્ટ છે કે આ નોટ ક્યાંય સરળતાથી મળતી નથી. આવી નોટની કિંમત લાખોમાં હોઈ શકે છે. બીજું જો યૂનિક નંબર કોઈ ખાસ ડેટ કે સીરીઝ નંબરને મેચ કરતી હોય તો આ નોટની કિંમત પણ વધુ મળી શકે છે.

ખાસ થીમ પર છાપવામાં આવે છે નોટ

નોટ એક ખાસ પ્રકારની થીમ પર છાપવામાં આવે છે. ઘણીવાર કોઈ ખાસ સિદ્ધી દર્શાવતી નોટ છાપવામાં આવે છે. સંગ્રહકર્તા આ પ્રકારની થીમવાળી નોટનું સંપૂર્ણ કલેકશન લેવાનું પસંદ કરે છે. થીમના આધારે નોટની કિંમત નક્કી થાય છે. ગર્વનરના હસ્તાક્ષરના આધારે પણ નોટની કિંમત વધી જાય છે. જો કોઈ ગવર્નર ઓછા સમય માટે તેના પદ પર રહ્યો હોય તો તેના હસ્તાક્ષર વાળી નોટની કિંમત ઘણી વધી જાય છે.

સૌથી મોંઘી વેચાય છે સ્ટાર નોટ

Note number is the date of your birth, the note can make you rich

આ નોટ સૌથી મોંઘી વેચાય છે. ઓનલાઈન સાઈટ પર 1988માં છપાપેલી 10 રૂપિયાની નોટ પર ખોટું છાપકામ થયું છે. તેના પરિણામે આ નોટ ખાસ યૂનિક બની ગઈ છે. સ્ટાર નોટ એટલે કે એવી નોટ કે જેનું છાપકામ ખોટું થયું હતું તેની માંગ વધુ છે. તેને સ્ટાર નોટ કહે છે, કારણકે તેમાં નંબરની સાથે સ્ટાર લાગેલા હોય છે. આ નોટની અસલી કિંમત હરાજી દરમિયાન જ ખબર પડે છે.

નોટની કિંમત કેવી રીતે વધારે મળી શકે

ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ઈબે આવી દુર્લભ નોટ વેચવા માટે લોકોને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. તમે વેબસાઈટ પર યૂનીક નોટનો ફોટો, જરૂરી જાણકારી સાથે ઉપલબ્ધ કરાવી શકો છે. જોકે કરન્સી અસલી છે કે નકલી તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. આ ઉપરાંત નોટ સારી સ્થિતિમાં હોવી જોઈએ એટલે કે ફાટી ગયેલી કે ચૂંથાઈ ગયેલી ન હોવી જોઈએ. જો તમારી પાસે આવી નોટ હોય તો સારા ભાવ મળી શકે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

સૌજન્ય: દિવ્ય ભાસ્કર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.