in ,

કેન્સર ના મરીજો ના ચહેરા ખુશી થી ખીલી ઉઠે, એટલા માટે આ બે બહેનો એ કર્યું આ ખાસ કામ

જ્યારે તમારા કારણે કોઈ ના ચહેરા ઉપર હસી આવે છે તો એ અનુભવ દુનિયા નો સૌથી સારો અનુભવ હોય છે. પોતાને ખુશ જોવા માટે તો દરેક કંઈક ને કંઈક કરે છે, પરંતુ બીજા ના ચહેરા ઉપર હસી લાવવા માટે ઘણા ઓછા લોકો પ્રયત્ન કરે છે. આજે અમે તમને સ્કૂલ માં ભણવા વાળી બે એવી બહેનો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે આટલી ઓછી ઉંમર માં કંઈક એવું કામ કરવા નું વિચાર્યું જેને મોટા લોકો પણ કદાચ ના કરે. વાસ્તવ માં, ગુરુગ્રામ માં રેહવા વાળી ઇલાક્ષી અને સમાયરા નામ ની બે બહેનો એ પોતાના લાંબા વાળ એક ખાસ કારણ થી કપાવી દીધા. આ કારણ હતું કેંસર થી પીડિત વ્યક્તિ ના ચહેરા ઉપર હસી લાવવું. વાસ્તવ માં કેન્સર ના રોગીઓ ની ઈલાજ ના સમયે કીમોથેરાપી થી પસાર થવું પડે છે. એનાથી નીકળવા વાળી રેડિએશન અને બીજા કારણો થી કેન્સર ના મરીજ ના વાળ ખરી જાય છે.

Advertisements

ઘણા રિસર્ચ માં ડોક્ટરો બતાવી ચૂક્યા છે કિમોથેરાપી ના પછી કેન્સર ના મરીજ ના વાળ ખરે છે તો આનાથી એમની ઉપર માનસિક અને ભાવનાત્મક પ્રભાવ પડે છે. આવા માં દુનિયાભર માં ઘણા એવા એનજીઓ છે જ્યાં તમે પોતાના વાળ કપાવી ને આ કેન્સર મરીજો માટે દાન કરી શકો છો. તમારા દાન કરવા માં આવેલા વાળ થી એ મરીજો માટે વાળ ની એક વિગ તૈયાર થાય છે. આ વીગ ને પહેર્યા પછી કેન્સર રોગીઓ ને ઈમોશનલ સપોર્ટ મળે છે અને એમના ચહેરા પણ ખુશી થી ખીલી જાય છે.

બસ આ જ કારણ હતું કે છઠ્ઠા ધોરણ માં ભણવા વાળી ઈલાક્ષી અને ત્રીજા માં ભણી રહેલી સમાયરા એ આ સારું કામ કરવા માટે પોતાના વાળ કપાવી દીધા. તમને જાણી ને હેરાની થશે કે કેન્સર રોગીઓ ને વાળ દાન કરવા નો આઈડિયા પોતે આ બંને બહેનો નો હતો. વાસ્તવ માં આ બંને એ ઇન્ટરનેટ પર એક વિડિયો જોયો હતો. વીડિયો માં એ કેન્સરપીડિત છોકરી સ્કૂલ જવાની પહેલા એક વીગ આપવા માં આવે છે. આ વીગ ને પહેરી ને છોકરી ના ચહેરા ઉપર ની ખુશી ને બંને બહેનો ભૂલી ન શકી.

Advertisements

વિડીયો જોયા પછી બંને બહેનો એ પોતાના વાળ દાન કરવા ની ઈચ્છા એમની મમ્મી સિંગિયા ની સાથે શેર કરી. માતા એ પણ પુત્રીઓ ના આ સારા વિચાર માં સાથ આપ્યો અને બંને વાળ કપાવવા પહોચી. સમાયરા બતાવે છે કે એણે 8 ઇંચ વાળ કપાવ્યા. એ સમયે થોડી નર્વસ જરૂર હતી અને વિચારી રહી હતી કે નાના વાળ માં હું કેવી દેખાઇશ. ત્યાંજ તેમની બહેન ઈલાક્ષી પણ ડરેલી હતી. એ ખુરશી પર બેસી ને એ જ વિચારી રહી હતી સ્કૂલ માં એમના નવા લૂક ના વિશે મિત્રો શું વિચારશે. જોકે તેમ છતાં બંને બહેનો ને એ ખબર હતી કે આ કામ કરી ને એ કોઈ ને ખુશી આપવા જઈ રહી છે. બસ એ જ વધારે મહત્વ રાખે છે. બંને બહેનો કહે છે કે જ્યારે અમારી વિગત કોઈ કેન્સર મરીજ ને મળશે તો અમે એને પત્ર પણ મોકલીશું.

Advertisements

મિત્રો જો આ નાની છોકરીઓ આટલા મોટા અને સારા વિચાર રાખી શકે છે તો તમે પણ આવા પ્રકાર ના સારા કામ જરૂર કરી શકો છો. જો તમે પોતાના વાળ નું દાન કરી અને કેન્સર ના મરીજ ના ચહેરા ઉપર ખુશી લાવવા માંગો છો તો નીચે આપેલા એનજીઓ થી સંપર્ક કરી શકો છો.

1. હેર ક્રાઉન (Hair Croun) – તમિલનાડુ – 9486121062

2. કોપ વિથ કેન્સર (Cop With Cancer) – મુંબઈ – 022-49701285

Advertisements

3. સર્ગ ક્ષેત્ર કલ્ચરલ સેન્ટર (Sargakshetra Cultural Center) – કોટ્ટયમ – [email protected]

4. ફોર યુ ટ્રસ્ટ (For You Trust) – કેરલ – 9072423704

ટિપ્પણી
Advertisements

માત્ર જૉન નહીં આ સ્ટાર્સ ને પણ છે મોંઘી બાઇક નો શોખ, વિવેક ની બાઇક ની કિંમત સાંભળી ને ચોંકી જશો

11 સપ્ટેમ્બર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ