in

સુરતમાં ઉત્તરાયણ બની ગઈ લોહિયાળ, બે સગા ભાઈઓ ની લાકડાના ફટકા મારીને કરપીણ હત્યા

સુરત ફરી એકવખત રક્તરંજિત બન્યું છે. અને તે પણ ઉત્તરાયણના દિવસે જ સુરતના કામરેજ ભાગના અમૃતનગરમાં ઉત્તરાયણની મોડી રાતે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પૈસાની લેતી-દેતીમાં બે સગાં ભાઈઓની સનસનીખેજ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે એક યુવકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Image result for CRIME

Advertisements

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના કામરેજના અમૃતનગરમાં મૂળ ઈલ્હાબાદના બંટી અને નિરૂ નામનાં બે સગા ભાઈઓ રહેતા હતા. અને આ બંને ભાઈઓ કામરેજમાં જ લુમ્સના કારખાનામાં કામ કરતા હતા. દરમિયાન મોડી રાત્રે નજીકના રૂમમાં રહેતાં અને ગામના જ ઈસમોએ પૈસાની લેતીદેતી મામલે તેઓ સાથે ઝઘડો કર્યો હતો. અને બાદમાં ભેગાં મળીને તેઓ લાકડાનાં ફટકાં મારી બંને ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

સુરતના કામરજેના અમૃતનગરમાં ડબલ મર્ડરની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી હતી. તો આ ઘટનાની જાણ થતાં જ જાણ થતા કામરેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી જ હત્યામાં સંડોવાયેલા એક યુવકને ઝડપી પાડ્યો હતો. હાલ તો પોલીસે યુવકની પૂછપરછની સાથે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને હત્યામાં કેટલા ઈસમો સામેલ હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

રણુ મંડળ સાથે હાર્દિકની સગાઈ સોશિયલ મીડિયા પર થઈ, ફોટાઓ વાયરલ થતા ગયા

ઉર્વશીએ બધા લોકોની આંખો પહોળી કરી નાખી, જીમમાં કરી દીધું આ એવું કામ કે વિડિયો જોઈ બેહોશ થઈ ગયા