in

તુલસીના છોડનો આ અનોખો ઉપાય કરી દેશે તમને માલામાલ

એ તો બધા જાણે છે કે  હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ઘણું જ મહત્વ છે. જી હા, એક બાજુ જ્યાં તુલસીના છોડની નિયમિતરીતે પૂજા કરવાથી બધા જ દેવીદેવતાઓની કૃપા મળે છે, સાથે જ તુલસીનો છોડ ઘણી ઔષધિ બનાવવામાં પણ કામ આવે છે. એ જ કારણ છે કે તુલસીના છોડના એવા ઘણા ઉપાય જણાવાયા છે કે જેના ઉપયોગથી ઘણી પ્રકારની બાધાઓ દૂર થઇ જાય છે અને સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને તુલસીના એવા જ કેટલાક ચોક્કસ ઉપાય જણાવવાના છે.

એમાં સૌથી પહેલા જો કોઈ વ્યક્તિ બધા જ કાર્યોમાં સફળતા હાંસિલ કરવા ઈચ્છે છે અથવા તો સફળતા મેળવવા ઈચ્છે છે તો એ તુલસીના મૂળિયાને વિધિપૂર્વક એટલે કે તુલસીના મૂળને ખુદ જ નિમંત્રણ આપીને ઘરે લઈ આવે. પછી એ તુલસીના મૂળને ઘરે લાવ્યા પછી ગંગાજળથી ધોઈ લેવા અને પૂજન કરવું. ખાસ વાત એ છે કે પૂજન કર્યા પછી એ મૂળને જમણા હાથ પર પીળાં કપડાં પર લપેટીને બાંધી લો. એ સિવાય પૂજન કર્યા સિવાય જો તમે કોઈ તુલસીના મંત્રનો જાપ કરો છો તો વધારે સારું રહેશે. જણાવી દઈએ કે આ એક તાંત્રિક ઉપાય છે અને એ કરવાથી તમારી ધનને લગતી બધી જ બાધાઓ દૂર થઇ જશે.

Advertisements

હવે બીજા ઉપાય પ્રમાણે જો કોઈ વ્યક્તિને અચાનક જ ધનમાં નુકસાન થવા લાગે , કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય અથવા સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગે તો આ ઉપાય ચોક્કસ કરવો. આ ઉપાય પ્રમાણે તુલસીના સાત પાન અને સાત કાળા મરી મુઠીમાં લો. એ પછી જે માણસની નજર ઉતારવાની હોય એને સુવડાવી દેવો અને મુઠી બંદ કરીને એ વ્યક્તિના માથાથી પગ સુધી 21 વખત ૐ ૐ મંત્રનો ઉચ્ચાર કરવો અને નજર ઉતારી લેવી. એ પછી કાળા મરીને વ્યક્તિને ચાવવા માટે આપી દેવા અને તુલસીના પત્તા મસળીને ઓગાળવા માટે આપી દેવા. પછી છેલ્લે જે વ્યક્તિને ખરાબ નજર લાગી છે એને સુવડાવીને એના પગના તળિયાને કોઈ કપડાથી સાત અથવા અગિયાર વાર ઝાડી દેવા.

એ સિવાય જો તમે જડપથી માલામાલ થવા ઈચ્છો છો તો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ તુલસીના છોડ કુંડામાં લગાવવા અને રોજ તુલસીની યોગ્ય રીતે કાળજી કરવી. જણાવી દઈએ કે આ ઉપાયથી માત્ર પૈસાની તંગી જ દૂર નહિ થાય પણ તમારા ઘરમાં ખુબ જ પૈસા પણ આવવા લાગશે. એની સાથે જ ઘરના દરવાજા પર તુલસીના છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પણ નહિ આવે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. ખાસ વાત એ છે કે સાંજે તુલસી પાસે દીવો ચોક્કસ કરવો. આ ઉપાયથી મહાલક્ષ્મી તમારાથી જરૂર પ્રસન્ન થશે.એ સિવાય રોજ સવારે તુલસીને જળ ચડાવવું અને એની યોગ્ય રીતે દેખભાળ કરવી. જણાવી દઈએ કે આ ઉપાયથી માત્ર દેવી દેવતાઓની જ કૃપા મળે છે એવું નથી પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા લાભ મળે છે.

એની સાથે જ જો કોઈ વ્યક્તિ તુલસીની માળા ગળામાં ધારણ કરે તો એને બધાજ દેવીદેવતાઓની કૃપા મળે છે. જણાવી દઈએ કે એ લોકોને કોઈની ખરાબ નજર નથી લાગતી અને ના કોઈની ખરાબ ખરાબ શક્તિનો પ્રભાવ એમના પર થાય છે. સાથે જ સાચી તુલસીની માળા ગળામાં પહેરવાથી બધા જ કાર્યોમાં સફળતા મળે છે. ખાસ વાત એ છે કે રોજ તુલસીના છોડની સામે પોતાના અશુભ સપના વિષે જણાવવાથી એનું દુષ્ફ્ળ ખતમ થઇ જાય છે. એ સિવાય જો કોઈ વ્યક્તિનું સંતાન વધારે જિદ્દી હોય તો ઘરની પૂર્વ દિશામાં રાખેલા તુલસીના છોડમાંથી 3 પત્તા તોડીને ફક્ત રવિવારનો દિવસ છોડીને રોજ બાળકને ખવડાવો. એનાથી બાળકનો વ્યવહાર સુધરવા લાગશે.

Advertisements

ખાસ વાત એ છે કે જો તમારા ઘરમાં કોઈ કન્યાના લગ્ન નથી થઇ રહ્યા તો એ કન્યાએ તુલસીના છોડને ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખીને એને નિયમિતરીતે રોજ પાણી ચડાવવું. આ ઉપાયથી જલ્દી જ યોગ્ય છોકરો મળી જશે. એ સિવાય તુલસીનો છોડ રસોડા પાસે રાખવાથી ઘરના બધા જ સભ્યોમાં પ્રેમ અને પરસ્પર સમજ પણ રહે છે. હિન્દૂ ધર્મશાસ્ત્રમાં તુલસીના 8 નામ જણાવેલ છે. વૃંદા, વૃંદાવની , વિશ્વ પૂજિતા, નંદિની, પુષ્પસારા, તુલસી અને કૃષ્ણ જીવની વગેરે.

જણાવી દઈએ કે સવારે તુલસીમાં જળ ચઢાવતા સમયે રોજ એનું નામ લેવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ સંકટ ટકતું નથી અને સાથે જ એને બધા જ પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓની પ્રાપ્તિ થાય છે.

ટિપ્પણી
Advertisements

આ શ્રાપ ના કારણે રાધા ની પાસે નહોતા આવી શકતા એમના પતિ, જાણો કોણે આપ્યું હતું શ્રાપ

ઉપયોગ માં લીધેલી ચા પત્તી ને ભૂલ થી પણ ન ફેંકો, સોના થી પણ વધારે છે એના ફાયદા