‘ તુ ‘

Please log in or register to like posts.
News

‘ તુ ‘ 

તુુ મારો પ્રેમ છો,
કે ખાલી મનનો વહેમ છો,  ખબર નથી..
પણ, તુ જ મારા હ્દયનું ઝરણું છો,
ને, તુ જ મારી નીંદરનું પારણું છો.

તુ મજાની યાદ છો,
કે ઉંડો અંતરનો નાદ છો,  ખબર નથી..
પણ, તુ જ મંદ સ્વરનું ઝરણું છો,
ને, તુ જ કાયમનું મધુર સ્મરણું છો.

તુ મારી મિત્ર છો,
કે સુંદર રંગાયેલુ ચિત્ર છો,  ખબર નથી..
પણ, તુ જ સપ્તરંગથી ઘોલાયેલુ ઝરણું છો,
ને, તુ જ મોરપીછ્ ભાતવાળુ તોરણું છો.

તુ મોતીની છીપ છો,
કે રમણીય એક દ્વિપ છો,  ખબર નથી..
પણ, તુ જ સમુદ્રને પામતું ઝરણું છો,
ને, તુ જ ‘રખડ઼ુ’ ના દુ:ખનું મરણું છો.

– પ્રતિક જાની ‘ રખડ઼ુ ‘

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.