in

શિયાળાની આ કડકડતી ઠંડીમાં ઘરે જ આ રીતે બનાવો મૂળાની ભાજી, ખાતા જ રહી જશો

શિયાળાના સીઝનની દમદાર શરૂઆત થઈ ચુકી છે. બજારમાં ગાજર, મૂળા, મેથીની ભાજી જેવા વિવિધ શાકભાજી ધીરે ધીરે આવવા લાગ્યા છે. હમણાં તો ખાસ કરીને લીલી હળદર, લીલું લસણ, લીલી ડૂંગળી વધુ પ્રમાણમાં આવી રહી છે. બજારમાં ખૂબજ સરસ મૂળા જોવા મળે છે. મૂળાનો ઉપયોગ તો સલાડમાં કરવામાં આવે જ છે, પરંતુ દરેક લોકો મૂળાનાં પાન ફેંકી દેતા હોય છે. આ પાનમાંથી પણ અલગ-અલગ ટેસ્ટી વાનગીઓ બનાવી શકાય છે. આજે આપણે બનાવી દઈશું મૂળાની ભાજી.

Related image

મૂળાની ભાજી બનાવવા માટે જરૂર પડશે આ સામગ્રીની

– 4 મૂળાની ભાજી

– 1 મૂળો પાતળો સમારેલો

– 2 ચમચી ચણાનો લોટ

– 2 ચમચી વાટેલું લસણ

– 2 ટમેટા બારીક સમારેલ

– 2 ચમચા તેલ

– સ્વાદ મુજબ મીઠું

– 1 ચમચી ધાણાજીરૂ

– 2 ચમચી કાશ્મીરી મરચુ

– અડધી ચમચી હળદર

– રાઈ જીરુ અને હીંગ

મૂળાની ભાજી બનાવવાની પધ્ધતિ

સૌથી પહેલા મૂળાની ભાજી કાઢીને પાણીથી ચોખ્ખી સાફ કરી લો હાથ વડે થોડી તોડી દો હવે એક પેનમાં તેલ મુકી રાઈ જીરું હિંગ નાખી વાટેલું લસણ નાખો તેમાં ટમેટા બારીક સમારીને નાંખો ત્યારબાદ તરત મૂળો નાખી હલાવી મૂકી દો. ત્યારબાદ હળદર ધાણાજીરું લાલ મરચું અને મીઠું નાખી દો અને ફરિવાર થોડું હલાવી લો પછી મુળા ની ભાજી નાખી થોડી વાર ચઢવા દો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખી થોડું હલાવી હાથ વડે પાણી છાંટી દો હળવા હાથે હલાવી લો ચડી જાય એટલે ગેસ ઓફ કરી દો. આ ભાજી બાજરાના કે મકાઈના રોટલા સાથે ખુબજ સારી લાગે છે.

ટિપ્પણી

શું હવે રેસ્ટોરન્ટમાં જશો તો નહીં જમવા મળે ડુંગળી, જાણો કેમ

શું તમે જાણો છો પતંગિયા ઈંડા મુકવા માટે 500 કિલોમીટર દૂર આવે છે? જાણો તેના પાછળનું એક સત્ય