in

કોલગેટથી શરીરના વધારાને વાળને કરી શકાય છે દૂર, જાણો છો કઈ રીતે ?

તમારા શરીરના અણગમતા વાળને દૂર કરો ફક્ત આ બે વસ્તુનો ઉપયોગ કરીને થી દુર…

દોસ્તો આજે અમે એક એટલી ખાસ વસ્તુ લઈને આવ્યા છીએ કે જેનો ઉપયોગ કરીને તમે આપણા શરીરમાં વધતા અનિચ્છનીય વાળને દૂર કરી શકો છો અને એ પણ એકદમ સરળ રીતે. આપણે ઘણી બધી એવી સ્ત્રીઓને દેખી હશે કે જેના ચહેરા પર વાળ ઉગી જતા હોય. એ બિલકુલ સ્ત્રીઓની ઈચ્છા વિરુદ્ધ હોય છે. સ્ત્રીઓના ચહેરા પરના વાળ હોર્મોન્સના ગરબડને લીધે ઉગે છે. અણગમતી જગ્યાએ વાળ ઉગવાની સમસ્યાને મેડીકલની ભાષામાં હીસોટેસની સમસ્યા કહેવામાં આવે છે. એની સમસ્યાથી મહિલાઓમાં પણ પુરુષોની જેમ વાળ ઉગવા માંડે છે. જેમ કે મૂછ આવવી, દાઢી પર વાળ આવવા, પેટ પર વાળ આવવા જેવી સમસ્યા થાય છે. સામાન્ય રીતે તો બધી મહિલાઓને આ બધી જગ્યાઓએ વાળ હોતા નથી. મોટા ભાગે તો આ સમસ્યા એન્ટ્રોઝન હોર્મોન્સને લીધે થતી હોય છે અને આ હોર્મોન્સ બધા જ પુરુષોમાં જોવા મળે છે. તો એ વધારાના વાળને દૂર કરવા માટે આજે અમે એક જોરદાર ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ.

Advertisements

આ ઉપાય કરવા માટે આપણે બે વસ્તુ લેવાની છે. પહેલી વસ્તુ છે એક કોલગેટ અને બીજું છે એવરયુથનું પીલ ઓફ માસ્ક અથવા તો કોઈ પણ કંપનીનું પીલ ઓફ માસ્કનો તમે ઉપયોગ કરી શકો છો.

હવે આપણે વાળ દૂર કરવા માટે એક પેક તૈયાર કરી લેવાનું છે. એક નાના બાઉલમાં બે ચમચી પીલ ઓફ માસ્ક લેવાનું છે. પણ એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે માસ્કની માત્રા માત્ર બે જ ચમચી લેવાની છે. એ પછી એમાં કોલગેટ નાખવાની છે પણ એમાં કોલગેટની માત્રા ફક્ત એક વટાણાના દાણાં જેટલી જ લેવાની છે. એ પછી માસ્ક જે બાઉલમાં નાખ્યું હોય એમાં કોલગેટ નાખવાની છે. પછી એ બંનેને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. પણ એને ખુબ જ હલાવવાનું છે અને મિક્સ કરવાનું અને મિક્સ થઇ જાય એ પછી 5 મિનીટ માટે રાખી દેવાનું છે.

Advertisements

હવે દોસ્તો તમને પ્રશ્ન પણ થતો હશે કે પીલ ઓફ નાખ્યું હોય તો એમાં કોલગેટ કેમ નાખી છે ? આપણે પીલ ઓફ માસ્કનો ઉપયોગ કરીએ છે તો એ આપણા ચહેરા પર દાગ હોય, ખીલ હોય તો એને મટાડી દે છે અને વાળ નીકળી જાય એ પછી આપણા ચહેરાને ક્લીન કરી દે છે અને કોલગેટ પણ એવું જ કામ કરે છે. પણ કોલગેટ ખુબ જ તેજ હોય છે એટલા માટે ખુબ જ ઓછા પ્રમાણમાં નાખવાની છે અને જો તમે આ મિશ્રણમાં વધારે કોલગેટ નાખશો તો તે આપણા શરીરમાં બરાબર રીતે નહીં ચોંટે.

હવે તો એ મિશ્રણ બરાબર રીતે મિક્સ થઇ ગયું હશે. એ પછી આ પેકને જે જગ્યાએ લગાવવાનું છે જ્યાં વાળ હોય, પણ એને લગાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે જે જગ્યા પર લગાવીએ તે જગ્યા પર લેયર બની જવું જોઈએ. બરાબર લગાવ્યા પછી એને 20 મિનીટ સુધી એમાં જ લગાવી રાખવાનું છે અને એને બરાબર સુકાવા દેવાનું છે.

Advertisements

20 મિનીટ પછી જયારે એ સુકાય જાય એટલે એ આપણા શરીર પર એક કાગળ જેવું થઇ ગયું હશે. એ પછી ચહેરા પર વાળ હોય અથવા તો અન્ય કોઈ અંગ પર પણ હોય તો તમારે તે લેયરને જે બાજુ વાળ જુકેલા હોય તેની વિરુદ્ધ દિશા માંથી લેયરને ઉખાડી લેવાનું છે. એ લેયર એક કાગળ જેવું જ થઇ ગયું હશે અને બરાબર રીતે ચોંટી પણ ગયું હશે એટલે ધીરે ધીરે એને ઉખાડી નાખવાનું છે.

એ પછી તમારી સ્કીન પરના વાળ અને મેલ પણ સાફ થઇ ગયા જશે અને તમારી સ્કિન પર એકદમ લાઈટ આવી ગઈ હશે. એ સાથે સાથે સ્કીન પણ એકદમ સોફ્ટ થઇ ગઈ જશે અને આ માસ્કની એક ખાસ વાત તો એ છે કે જ્યારે તમે આ માસ્કને રીમુવ કરતા હશો તો વાળ ખેંચાશે પણ તમને બિલકુલ ખબર નહિ પડે. પણ એક વાત ધ્યાનમાં ખાસ રાખવાની છે કે કોલગેટની માત્રા એકદમ ઓછી રાખવાની છે.

Advertisements

આ માસ્કનો એક વાર ઉપયોગ કરશો તો એનાથી તમારા શરીરમાં અણઈચ્છિત જગ્યાના વાળ એકદમ સાફ થઇ ગયા હશે અને તમારી સ્કીનમાં પણ લાઈટ આવશે. આ ઉપાયથી વધારાના વાળ પણ એકદમ સાફ થઇ જશે , તમે આ પ્રયોગ કોઈ પણ સમયે અને અઠવાડિયામાં ગમે એટલી વાર પણ કરી શકાય છે અને એની ખાસ વાત એ છે કે આ માસ્કથી કોઈ પણ સાઈડ ઈફેક્ટ થશે નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

મર્દાની 2 ફિલ્મ જોવા જતા પેહલા રીવ્યુ વાંચી લેજો.. જાણો કેવી છે રાની મુખર્જી ની આ ફિલ્મ

ચા પીધા પછી ક્યારેય ના કરતા આ ભૂલો, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી,