in

ત્વચા પર રહેલા મોટા ખાડા દૂર કરવા છે તો જાણી લો આ સરળ ઘરેલુ ઉપાય

આપણી ત્વચા કેટલી સ્વસ્થ છે અને વૃદ્ધાવસ્થાની નિશાની એ બધું જ આપણી ત્વચા પર રહેલા ખાડા પરથી જાણી શકાય છે. જો તમારા ચહેરા પર મોટા મોટા રોમ છિદ્ર છે તો તમે એકદમ વૃદ્ધ દેખાઈ રહ્યા છો. પણ જો તમને સ્વસ્થ ત્વચા જોઇએ છે તો એના માટે તમારે તમારા ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો આજે અમે એના માટે તમને કેટલાક ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છે અને એની મદદથી તમારી આ સમસ્યાને તમે દૂર કરી શકશો.

ટોનર ભૂલો નહિ :

Advertisements

સ્ક્રબિંગ કર્યા પછી ચહેરા પર ટોનર લગાવવાનું ભૂલવું જોઇએ નહિ, કારણકે સ્ક્રબિંગ કર્યા પછી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે અને પછી મોટા થતા જાય છે. માટે આ ખુલેલા રોમ છિદ્રને નાના કરવા માટે ટોનિંગ કરવું જરૂરી છે.

સ્ક્રબ કરવું :

Related image

તમારે તમારા ચહેરાને અઠવાડિયામાં 2-3 વાર સ્ક્રબ કરવું જોઇએ. જો તમે આ ઉપાયને તમારા રુટીનમાં સામેલ કરશો તો તમારા ચહેરા પર રહેલી ગંદકી તો દૂર થશે જ સાથે સાથે બ્લેકહેડ્સ પણ થશે નહીં.

Advertisements

ખાસ ધ્યાનમાં રાખવાની વાત :

તમે જયારે તમારી ત્વચા પર વધેલા ખા઼ડાને બંધ કરવા માટે કોઈ કોસ્મેટિકનો ઉપયોગ કરો છો તો તમે એક વાત ભુલી જાઓ છો કે જો તમે વધુ માત્રામાં મેકઅપ કરો છો તો એનાથી તમારી ત્વચા શ્વાસ પણ નથી લઇ શકતી. જો પાવડર લગાવવામાં આવે તો એનાથી ત્વચા બ્લોક થઇ જાય છે.

બ્લેક હેડ્સને દૂર કરવા માટે :

ચહેરા પર રહેલી ગંદકીથી બ્લેકહેડ થઇ જતા હોય છે. જો એને દૂર ના કરવામાં આવે તો ચહેરા પર ડાઘ પડી જતા હોય છે. તો એને દૂર કરવા માટે તમે સ્ટીમની મદદ લો અને એ પછી એને દબાવીને નીકાળી લો. એ સિવાય બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકાય છે.

Advertisements

બંધ પોર્સ ખોલો

ધૂળ અને તેલ એક સાથે મળે એટલે પછી તમારી ત્વચામાં બ્લેકહેડ્સ જેવી સમસ્યા ઉભી થવા લાગે છે. માટે એ સમસ્યાને દૂર કરવા માટે તમારે દર બે કલાકમાં તમારા ચહેરાને પાણીથી ધોઇ લેવો અને એમ કરવાથી ચહેરા પરથી તેલ અને ગંદકી સાફ થઈ જશે અને તમારી સ્કિન પોર્સ પણ ખુલી જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ચણાના લોટમાં હળદર અને ઉમેરો આ વસ્તુ ત્વચા બની જશે એકદમ સાફ અને ધોળી

માત્ર 5 રૂ ની ફટકડી તમારા વાળને બનાવશે એટલા મજબૂત અને સિલ્કી કે…