તણાવમુક્ત અને સફળ જીવન માટેની ૧૭ પાવરફૂલ ટીપ્સ

Please log in or register to like posts.
News

૧ ઇર્ષા ન કરો

બીજા સાથે ઇર્ષાનો ભાવ રાખવો અને તેના વિશે જ વિચારવું એ સમયની બરબાદી છે. એટલા માટે ઇર્ષા કરવાનું છોડી દો. ક્યારેય કોઈની ઇર્ષા ન કરો. પોતાનું કામ પૂરી ઇમાનદારીથી કરો.

૨ મદદ કરો

દરરોજ બીજાને કઈને કઈ સારું ચોક્કસ આપો. કોઈની મદદ કરો. માનવતાનું મૂળ કર્તવ્ય એ જ છે કે બીજા લોકો જે જ‚રૂરતમંદ છે તેમની મદદ કરવામાં આવે.

૩ ઘર-પરિવારને સમય આપો

ક્યારેય પણ કામ કે ઑફિસના લોકો તમારી બીમારીમાં ધ્યાન નહીં રાખે. મુશ્કેલ સમયમાં તમે ઘર-પરિવાર અને મિત્રો જ કામ આવશે. એટલા માટે આ લોકોને પણ યોગ્ય સમય ફાળવતા રહો. હંમેશાં એ વાતનું ધ્યાન રાખો કે તમે ખૂબ જ વધારાનું કામ ન કરો. પોતાની હદમાં રહીને થાય એટલું કામ કરશો અને પરિવારને સમય ફાળવતા રહશે તો સુખી રહેશો.

૪ સંબંધ સચવો

તમે ઘર-પરિવાર, મિત્રો, સંબંધીઓના સમયે-સમયે હાલચાલ પૂછતાં રહો. જો તમે એવું રોજ ન કરી શકતા હોવ તો જ્યારે પણ સમય મળે તેમને સંપર્ક ચોક્કસ કરશો.

૫ બીજા શું વિચારે?

લોકો તમારા વિશે શું વિચારે છે, તે વાત સાથે તમારે કોઈ મતલબ ન રાખવો જોઈએ. બીજા લોકો જે પણ વિચારે છે, તેમને વિચારવા દો. તમે બસ ઇમાનદારી અને યોગ્ય રીતે પોતાનું કામ કરતા રહો.

૬ નકારાત્મક વિચારોથી દૂર રહો

આપણા વિચારો નકારાત્મક ન હોવા જોઈએ. ક્યારેય પણ એવા કામ ન કરો, જેનું પરિણામ તમે સહન ન કરી શકતા હો. પોતાની ઊર્જા યોગ્ય કાર્યોમાં લગાવો. તેનાથી ભવિષ્યમાં દુ:ખનો સામનો નહીં કરવો પડે.[widgets_on_pages id=”1″]

૭ હસો અને ખૂસ રહો

હંમેશા ખુશ રહો અને જીવનમાં ક્યારેય પણ હસવાનો મોકો ન છોડો. રોજ થોડો સમય માત્ર હસવા માટે ચોક્કસ ફાળવો. આ એક વ્યાયામ પણ છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે.

૮ વડિલો સાથે વાત કરો

રોજ થોડો સમય એવા લોકોની સાથે વિતાવો, જેમની ઉંમર ૬૦-૭૦ વર્ષથી વધુ હોય. એવા બાળકોની સાથે પણ સમય વિતાવો જેમની ઉંમર ૬ વર્ષથી ઓછી હોય. તેનાથી તમને મનની શાંતિ મળશે, તણાવ દૂર થશે.

૯ સકારાત્મક બનો

રોજ ઊઠતી વખતે સકારાત્મક ભાવ રાખો. જીવનની પ્રત્યે યોગ્ય વિચારો રાખો. સમય ગમે તેવો હોય ખુલીને જીવો. ખરાબ સ્થિતિમાં જીવનને કે ભગવાનને દોષ ન આપવો, હંમેશાં સમસ્યાઓને શાંતિથી ઉકેલો.

૧૦ દેખાવ નહિ મન સાફ રાખો

એ વાતનો કોઈ અર્થ નથી કે તમે કેવા કપડાં પહેરો છો, કેવા દેખાઓ છો, પરંતુ તમારું મન સાફ રાખો. જો તમારું મન સાફ રાખશો તો લોકો તમારી સાથે જોડાતાં જશે.

૧૧ માતા-પિતા ને ભૂલશો નહિ

રોજ ઘરેથી નિકળતાં પહેલાં માતા-પિતા અને અન્ય વડીલ લોકોના આશીર્વાદ ચોક્કસ લો. તેનાથી દરેક પગલે તમને સફળતા મળતી જશે અને તમારી પ્રગતિ થતી રહેશે.

૧૨ હજી ધણું કરવાનું છે

હંમેશાં એ વાત યાદ રાખો કે તમારું સૌથી સારું કામ કે સારો સમય હજી નથી આવ્યો. આવનારા સમયમાં તમારે હાલનાં સમય કરતા વધુ સારા કામ કરવાના છે.[widgets_on_pages id=”1″]

૧૩ માફ કરતા શીખો

ક્ષમા તમારી અનેક પરેશાનીઓને દૂર કરી શકે છે. આથી જ્યારે પણ તમારાથી ભૂલ થઈ જાય, સંબંધિત વ્યક્તિ પાસે ક્ષમા યાચના કરો. બીજાથી ભૂલો થઈ હોય તો તેમને પણ માફ કરી દો.

૧૪ ગુસ્સાથી દૂર રહો

ક્રોધથી બચો. ક્રોધથી ભયંકર નુકસાન થઈ શકે છે. તેનાથી સંબંધોમાં દરાર પડી શકે છે. ક્રોધને નિયંત્રિત કરવા માટે નિયમિત રીતે ધ્યાન અને યોગા કરવા જોઈએ.

૧૫ કામ માં મન રાખો

હંમેશા યોગ્ય કામ કરો. જે કામો માટે તમારું પોતાનું મન ન માને અને જે ખોટું કામ હોય, તેનાથી હંમેશાં દૂર રહેવું જોઈએ. તો તમે હંમેશાં ખુશ રહેશો.

૧૬ ગમતી વાત પર ધ્યાન વધુ રાખો

એ વાતોથી દૂર રહો જે તમારા કામની નથી. એવી વાતોથી દૂર રહો જે તમને ખુશીઓ ન આપી શકતી હોય. એવી વાતો ઉપર ધ્યાન ન આપો જે તમને જીવનમાં ઉત્સાહ અને ઉમંગ ન આપી શકતી હોય.

૧૭ સુખ, દુખ આવસે,જસે…

એ વાતનું હંમેશાં ધ્યાન રાખો કે પરિસ્થિતિઓ ગમે તેવી કેમ ન હોય, તે ચોક્કસપણે બદલાઈ જશે. જીવનમાં સુખ હંમેશા નહીં રહે, તો દુ:ખ પણ હંમેશાં ચાલતું નહીં જ રહે.

Source: Sadhana Weekly

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.