in

જો તમારું બાળક ખોટું બોલે છે તો તેની સાથે મારપીટ કરો નહિ, અપનાવો આ સારી ટિપ્સ

બાળકને તુરંત જ કોઈ પણ રિસ્પોન્સ આપો નહિ

આપણે હંમેશા જોઈએ છે કે બાળક ઘણીવાર કોઈને કોઈ વાત પર ખોટું બોલે છે. બાળક હંમેશા ખોટું બોલતું નથી પણ ઓછામાં ઓછી એવી તક તો આવતી જ હોય છે કે જયારે તમારું બાળક ખોટું બોલતું હોય છે. અને જો તમારુ બાળક પણ એવી રીતે ખોટું બોલે છે તેની પાછળ ઘણા કારણો હોય શકે છે. અને જયારે એમ થાય તો તરત જ બાળકને ખીજાવું જોઈએ નહીં , એની જગ્યાએ પહેલા એ સમજવું કે બાળક ખોટું કયા કારણથી બોલ્યું છે. પછી એ જાણ્યા બાદ જ તેમની વાત પર રિસ્પોન્સ આપવો જોઈએ.

બાળકનો ભરોસો જીતવો ખુબ જ જરૂરી

બાળકના ખોટું બોલવાની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. જેવું કે, કોઈક વાત છુપાવવા માટે અથવા બાળકને તમારું ધ્યાન તેના તરફ ખેંચવું હોય તો પણ બાળક ક્યારેક આવું કરતુ હોય છે. મોટાભાગના બાળકો એવા હોય છે કે જે નાની ઉંમર હોય ત્યારથી જ તે ખોટું બોલવાનું ચાલુ કરી દેતું હોય છે. સામાન્ય રીતે બાળકો તેમની 4થી 6 વર્ષની ઉંમરમાં જ તે ખોટું બોલવા લાગે છે. અને તેના માટે જરૂરી છે કે બાળકનો ભરોસો જીતી લેવો.

તેને કોઈ વસ્તુથી આપો પ્રેરણા

જયારે બાળક ખોટું બોલતું હોય તો તેના માતાપિતાએ સાચું બોલે તેના માટે પ્રેરણા આપવી જોઈએ. તેના માટે વાર્તાઓ દ્વારા અથવા તો ઘરમાં જે બીજા કોઈ સભ્ય હોય તેનું પ્રામાણિક ઉદાહરણ આપીને બાળકને સમજાવી શકાય છે. અને બાળક જ્યારે બાળક સાચું બોલે તો તેને રિવોર્ડ આપો અને વખાણ કરીને તેને પ્રોત્સાહન પણ આપો. તમે તેને ચોકલેટ આપીને ખુશ કરી શકો છો. તેથી બાળકનો આવી રીતે વ્યવહાર પણ બદલાઈ શકે છે.

ક્યારેય ના કરો મારપીટ

જયારે બાળક ખોટું બોલે ત્યારે કોઈ દિવસ તેની સાથે મારપીટ સેજ પણ ના કરવી જોઈએ. આપણે એ સમજવાની ટ્રાય કરવી જોઈએ કે બાળક કેમ ખોટું બોલે છે ? બાળકની પરિસ્થિતિ સમજીને તેને ખુબ જ પ્રેમથી સમજાવવું જોઈએ. જો તમારુ બાળક ખોટું બોલતું હોય ત્યારે કોઈ એની મનમાં ઘડેલી વાર્તા બનાવતું હોય તો તેના વખાણ કરવા જોઈએ કેમ કે એનાથી તમારા બાળકની કલ્પનાશક્તિ ખીલે છે. પણ જયારે પણ તે ખોટું બોલે તો તેને સમજાવો જરૂરથી.

જાણી લો આ ટિપ્સ વિષે :

બાળકોને હંમેશા એવી સ્થિતિમાંથી બચાવાની ટ્રાય કરો કે જે કારણથી બાળકો ખોટું બોલતા હોય. જેમ કે બાળક કોઈ વસ્તુથી રમતું હોય અને જો તૂટી જાય અથવા તો જો તેનાથી બગડી જાય તો એને એવું ના પૂછો કે તેણે શું અને કઈ રીતે આ તોડ્યું ? પરંતુ તમે બાળકને એમ કહી શકો છો કે ભલે તે બગડી ગયું હોય કે તૂટી ગયું હોય પણ તમે અને બાળક બંને માંડીને તે વસ્તુને રીપેર અથવા તો સાફ કરી શકો છો. તમે બાળકોને એવા પુસ્તકો વાંચવા આપી શકો છો કે જેના લીધે તે સાચું બોલવાની પ્રેરણાં મેળવી શકે અને તેમાંથી ઈમાનદારી પણ શીખે. જો તમે આ ટીપ્સ અપનાવશો તો ચોક્કસ તમારું બાળક ખોટું બોલશે નહિ અને તે સમજદાર પણ બનશે.

ટિપ્પણી

હવે ફરજીયાત તમારી ગાડીની હેડલાઇટ રાખવી પડશે 24 કલાક ઓન : નવા નિયમ મુજબ

એક હનુમાન ભક્ત એવો છે કે છેલ્લા 10 વર્ષથી દર સોમવારે તે 1700 થી વધુ રોટલી ખરીદે છે અને 500 જેટલા વાંદરાઓનું પેટ ભરે છે