ટાઇગર ઝિંદા હૈ નું ટ્રેલર થયું રિલીઝ. એક્શન થી ભરપૂર છે આ ફિલ્મ – જુઓ ટ્રેલર

Please log in or register to like posts.
News

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘ટાઈગર જિંદા હૈ’માં જબરદસ્ત એક્શન કરતો જોવા મળવાનો છે. આ રોલ માટે સલમાને ઘણા ખતકનાક સ્ટંટ કર્યા હતા અને ભારે હથિયાર પણ ચલાવ્યા હતાં. ફિલ્મના એક એક્શન સીનમાં સલમાને MG 42 ગન ચલાવી હતી, જેનું વજન લગભગ 25-30 કિલો હતું. આ એક્શન સીન વિશે ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે જણાવ્યુ હતું કે, આ ફાઇટ સીન ફિલ્મનો મહત્ત્વનો ભાગ છે. આ સીન માટે સલમાને 2 દિવસમાં 5000 ગોળીઓ મારી હતી. આ ગન સતત ચાલતી રહેતી હતી, એવામાં સેટ પર અમારે બે બંદૂકો રાખવી પડી હતી. સતત ચાલવાથી ગન ગરમ થઈ જતી હતી, ત્યારે બીજી ગનનો ઉપયોગ કરવો પડતો હતો.

સલમાનખાને “ટાઇગર ઝિંદા” હૈ નું શૂટિંગ માઇનસ વનડિગ્રીમાં કર્યુ…

ટાઇગર ઝિંદા હૈ નું શૂટિંગ સલમાનખાને માઇનસ વનડિગ્રીમાં કર્યુ છે.ફિલ્મ મેકર્સે આ ફિલ્મમાં જોખમી એકશન દ્દશ્યો મુકવા માંગે છે.આ ફિલ્મમાં આદિત્ય ચોપરા સલમાનખાન ને શિયાળ સાથે ફાઇટ બતાવવા ની ઇચ્છા રાખે છે.ફિલ્મનુ શુટિંગ ઓસ્ટ્રેલિયાના બરફવાળા જંગલોમા શૂટ થવાનું છે.એની સાથે સાથે કેટરીનાકૈફ પણ એકશન ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ માટે સલમાનખાને 17 કિલો વજન ધટાડયું છે.

ટાઇગર ઝિંદા હૈ ના શૂટિંગમાં સલમાનની તબિયત લથડી

ફિલ્મ ટાઇગર ઝિંદા હૈ નું છેલ્લા શિડયૂલનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મના સેટ પર અભિનેતા સલમાન ખાનની તબિયત માઇનસ ટુ ડિગ્રી તાપમાનને પગલે લથડી ગઇ હોવાના અહેવાલ છે. ફિલ્મના દિગ્દર્શક અલી અબ્બાસ ઝફરે આ જાણકારી આપી છે. ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રિયામાં શરૂ કરાયું છે. અહીંનું તાપમાન માઇનસ ટુ ડિગ્રીથી ઓછું છે. ઓસ્ટ્રિયાના માઉન્ટેન વિસ્તારમાં હાલ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન જ સલમાનની તબિયત બગડી ગઇ હતી અને તેની તબિયત લથડી ગઇ હોવાના પગલે ફિલ્મના એક્શન દૃશ્યનું શૂટિંગ તાત્પૂરતું મુલતવી રખાયું છે.

જોઈ લો ટાઇગર ઝિંદા હૈમાં સલમાન ખાન અને કૅટરિના કૈફનો ફર્સ્ટ લુક

સલમાન ખાન અને કૅટરિના કૈફે તેમની આગામી ફિલ્મ ‘ટાઇગર ઝિંદા હૈ’ના ગીતનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને એનો ફર્સ્ટ લુક સલમાને પોતે શૅર પણ કર્યો છે.

સલમાન અને કૅટરિનાની ૨૦૧૨માં આવેલી ‘એક થા ટાઇગર’ની આ સીક્વલ છે. સલમાને તેની એક્સ-ગર્લફ્રેન્ડ કૅટરિના સાથે આ ફિલ્મના ગીતનું શૂટિંગ શરૂ કર્યું છે, જેનો ફોટો

તેણે ટ્વિટર પર શૅર પણ કર્યો છે. આ ફોટોમાં સલમાને સૂટ પહેર્યો છે તો કૅટરિના ગાઉનમાં દેખાઈ રહી છે. ફોટો શૅર કરતાંની સાથે સલમાને ટ્વીટ કર્યું હતું કે ‘ટાઇગર ઝિંદા હૈ’માં અમે ફરી સાથે થઈ ગયાં છીએ.

આ વિલેન આપશે સલમાન ખાનને ‘ટાઇગર ઝિંદા હૈ’માં ટક્કર

સલમાન ખાન કેટરીના કૈફની ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નું શૂટિંગ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ હાલ અબુધામીમાં ચાલી રહ્યું છે, જ્યાંથી કેટલાક ફોટો સામે આવ્યા છે.

આ ફિલ્મમાં સલમાન-કેટરિનાની ચર્ચા ચાલી રહી છે.. ત્યારે ફિલ્મના વિલનને સંતાડીને રાખવામાં આવ્યો છે. રિપોર્ટની વાત માનીએ તો ફિલ્મમાં સાઉથના હીરો સુદીપ નેગેટિવ રોલ કરતા જોવા મળી રહ્યા છે અને સલમાખ ખાનને ટક્કર આપતા જોવા મળશે. બંનેની વચ્ચે ગજબના એકશન સીન્સ હશે.

રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં સુદીપ આઈએસઆઈ એજેન્ટનો રોલ કરી રહ્યો છે, જે પાકિસ્તાનમાં રહે છે. ઉલ્લેખનિય છે કે આ પહેલા સુદીપ રામગોપાલ વર્માની બોલીવૂડ ફિલ્મ ‘ફૂંક’ માં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુદીપ સાઉથમાં સૌથી મોંઘા વિલનના લિસ્ટમાં સામેલ છે.

જુઓ ટ્રેલર

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.