બોલિવૂડની આ 4 અભિનેત્રીઓ ની પાસે છે પોતાની પ્રાઇવેટ જેટ, ચોથી નું નામ સાંભળીને હેરાન રહી જશો

Please log in or register to like posts.
News

દરેક માણસ મોટું બનવાનું અને પૈસા કમાવવા નું ઈચ્છે છે. ઇચ્છે છે કે એની પાસે એટલો પૈસો હોય જેનાથી એ પોતાની અને પોતાના પરિવારની બધી જરૂરિયાતો ને પૂરી કરી શકે. પરંતુ કોઈપણ વસ્તુ મેળવવા માટે મહેનતની જરૂર હોય છે. એવા ઘણા ઓછા લોકો છે જે વગર મહેનત કરે નામ કમાવી લે છે. આવા લોકોના નસીબ એમની સાથે હોય છે. પરંતુ બધાની સાથે આવું નથી થતું. સમાજમાં એક સફળ અને પૈસાદાર વ્યક્તિ બનવા માટે ઘણી મહેનત ની જરૂર હોય છે.

શું તમે વગર મહેનત કરે કોઈને પૈસાદાર બનતું જોયું છે? કદાચ ના, કેમ કે આવું નથી થતું. મોટા વડીલો કહે છે કે વગર મહેનત એ ફળ નથી મળતું. ગ્લેમર ઇન્ડસ્ટ્રી એક એવી ઈન્ડસ્ટ્રી છે જ્યાં ઓળખાણ બનાવવા માટે લોકોને ઘણી મહેનત કરવાની જરૂર પડે છે. બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ હાજર છે જેમણે ઘણા સંઘર્ષ કર્યા પછી આ મુકામ મેળવ્યું છે. આજે એમની પાસે નામ અને ઓળખાણ ની કોઈ કમી નથી. એ એટલી પૈસાદાર છે કે એમની પાસે પોતાની પ્રાઇવેટ જેટ પણ છે. આજના અમારા આ પોસ્ટમાં અમે તમને બોલિવૂડની એવી અભિનેત્રીઓ ના વિશે બતાવીશું જે એક પ્રાઈવેટ જેટ ની માલકિન છે.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી એ વર્ષ 2009 માં ફેમસઉદ્યોગપતિ રાજ કુન્દ્રા થી લગ્ન કર્યા હતા. બતાવી દઇએ કે રાજ કુંદ્રા એક સફળ અને પૈસાદાર બિઝનેસમેન છે. વર્ષ 2004 માં રાજ કુન્દ્રાને બ્રિટન ના સૌથી પૈસાદાર 198 લોકોમાં સ્થાન મળ્યું હતું. રાજ લંડન સ્થિત ભારતીય મૂળના પ્રમુખ વ્યાપારી છે. રાજ કુન્દ્રા થી લગ્ન કર્યા પછી શિલ્પા બોલિવૂડની સૌથી પૈસાદાર હિરોઈન બની ગઈ છે. આજે એમની પાસે ધનદોલત ની કોઈ કમી નથી એ એક પ્રાઈવેટ જેટ ની માલકિન છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા આજે બોલિવૂડની ટોપ હિરોઇન માંથી એક છે. માત્ર બોલિવૂડ જ નહીં પ્રિયંકાનું નામ હવે હોલિવૂડમાં પણ ઓળખાવા લાગ્યું છે. પ્રિયંકા ના કારણે ભારતનું નામ હવે ઇન્ટરનેશનલ લેવલ પર પણ ઓળખાય છે. પ્રિયંકા ભારતની સૌથી ફેમસ હિરોઈન છે. પ્રિયંકા આજે જે સ્થાન પર છે એ સ્થાન પર પહોંચવા માટે એમણે ઘણી મહેનત કરી છે. એમની મહેનત નું પરિણામ છે કે આજે એક પ્રાઈવેટ જેટ ની માલકિન છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

હુશ્ન ની મલ્લિકા ઐશ્વર્યા રાય ને કોણ નથી ઓળખતું. ઐશ્વર્યા એક એવી હિરોઈન છે જે માત્ર સુંદરતા જ નહીં પરંતુ પોતાના દમદાર અભિનયનાં કારણે પણ ઓળખવામાં આવે છે. ભલે આજે દીપિકા અને પ્રિયંકા હોલિવૂડમાં ઘણું નામ કમાવી રહી હોય, પરંતુ સાચી વાત તો એ છે કે ભારત ને દુનિયાભર માં ઓળખાણ એશ્વર્યા એ જ અપાવી હતી. બતાવી દઈએ કે, બચ્ચન પરિવારમાં ત્રણ પ્રાઇવેટ જેટ છે. અમિતાભ બચ્ચનનો તો પ્રાઇવેટ જેટ છે જ. એના સિવાય, અભિષેક અને ઐશ્વર્યા નો પણ પોતાનો પ્રાઇવેટ જેટ છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત નું નામ બોલિવૂડ ની સૌથી હોટ અભિનેત્રીઓ માં આવે છે. જોકે, આજકાલ એ બોલિવૂડથી દૂર છે પરંતુ એમની જગ્યા આજ સુધી કોઈ હિરોઈન નથી લઇ શકી. મલ્લિકા બોલિવૂડની પહેલી એવી હિરોઈન છે જેમણે ફિલ્મોમાં સૌથી બોલ્ડ સીન આપ્યા. મલ્લિકા નું નામ પણ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઓળખીતું છે. ભલે એમણે વધારે ફિલ્મોમાં કામ નથી કર્યું પરંતુ એમનું નામ બોલિવૂડ ની સૌથી પૈસાદાર અભિનેત્રીઓમાં આવે છે. બતાવી દઈએ કે, મલ્લિકા ની પાસે પોતાની પ્રાઇવેટ જેટપણ છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.