in , ,

સુહાગણ મહિલાઓએ નવરાત્રીમાં ચોક્કસ કરવા આ 9 કામ, પછીના 9 વર્ષો સુધી થશે આ ખાસ લાભ

નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. દેશભરમાં મહિલાઓ માતાજીને પ્રસન્ન કરવામાં લાગેલી છે. સાથેજ એમાં પુરુષો પણ પાછળ નથી. સુહાગણ મહિલાઓ માટે નવરાત્રીનો તહવાર ખાસ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન બધી મહિલાઓ એક્ટિવ રહે છે. એવામાં આજે અમે તમને 9 એવા કામો વિષે જણાવીશું જે એક સુહાગણ મહિલા નવરાત્રીના દિવસોમાં કરે તો એમને ઘણા લાભ મળશે. આ કામ કરવાથી ફક્ત તમને જ નહિ પણ તમારા બાળકો અને પતિને પણ ફાયદો થશે. એક વાતનું ધ્યાન રાખવું કે તમે આ ઉપાય નવરાત્રીના કોઈ પણ દિવસે કરી શકો છો. બસ સ્નાન કર્યા પછી જ આ કામ કરવું. ચાલો તો જણાવી દઈએ એના વિષે વિગતે.

1. નવરાત્રીમાં કોઈ ગરીબ સુહાગણ મહિલાને એક ચૂંદડી અથવા સાડીનું દાન કરવું. એ સાડીનો કલર લાલ, મરૂન, કે પીળો હોવો જોઈએ. એવું કરવાથી તમને એક સુહાગણ મહિલાની દુઆ મળશે અને તમારો સુહાગ એટલે કે તમારો પતિ હંમેશા સલામત રહેશે.

2. નવરાત્રીના કોઈ પણ દિવસે લોહાનું દાન કરવું. એવું કરવાથી તમારા ઘરની બધી જ સમસ્યા અથવા કોઈ દોષ દૂર થઇ જશે. એવું કરવાથી તમને દુર્ભાગ્યથી છુટકારો મળી જશે.

3. નવરાત્રીમાં સવાર અને સાંજ બંને સમય તમારે ખુદ જ માતાજીની આરતી કરવી. એનાથી આખું વર્ષ તમારા પર માતાજીની કૃપા રહેશે.

4. નવરાત્રીમાં દુર્ગા ચાલીસ વાંચવાનું એક અલગ જ મહત્વ છે. માટે એ રોજ વાંચવી.એનાથી નકારાત્મક શક્તિઓ તમારાથી દૂર રહેશે અને તમારા ઘરે સકારાત્મક ઉર્જાનો વાસ થશે.

5. સુહાગણ મહિલાઓએ નવરાત્રીમાં કોઈ માતાજીના મંદિરમાં પૈસાનું દાન ચોક્કસ કરવુ. એનાથી તમારા પતિની ખુબ જ તરક્કી થશે. જો તમે કોઈ જોબ કરો છો તો તમને પણ એનો લાભ મળશે. આ કામ કરવાથી તમને ધન કમાવવા માટેની નવી તકો મળશે.

6. દરેક સુહાગણે નવરાત્રીની અષ્ટમી અથવા નવમીના દિવસે પોતાના પતિની સાથે બેસીને માતાજીને પૂજા પાઠ ચોક્સસ કરવા જોઈએ. એનાથી તમારા દાંપત્ય જીવનમાં કોઈ પરેશાની આવશે નહિ.

7. નવરાત્રીમાં માતાના શ્રુંગારનું પણ ખાસ મહત્વ રહેલું હોય છે. એક સુહાગન મહિલાને સ્વયં પોતાના હાથેથી જ માતાજીનો શ્રુંગાર કરવો જોઈએ. એનાથી તમારી પર માતાજીની કૃપા હંમેશા રહેશે. સાથે જ તમારા જીવનમાં ભોગવિલાસ વધી જશે.

8. નવરાત્રીમાં કન્યા ભોજન ચોક્કસ કરાવવું જોઈએ. જે ઘરમાં કન્યા જમે છે એ ઘર ધન્ય થઇ જાય છે. એ દરમિયાન દરેક સુહાગને ભોજન માટે આવેલી કન્યાઓના પગ ધોઈને અડવા જોઈએ. સાથે જ તમે એને ઘરેથી વિદાઈ કરો એની પહેલા એમને ભેટમાં કંઈક આપવું જોઈએ.

9. સુહાગણ મહિલાઓએ નવરાત્રીમાં માં ના નામનું વ્રત પણ ચોક્કસ રાખવું. એનાથી માતા રાની જલ્દી પ્રસન્ન થઇ જાય છે. જો તમે ગર્ભવતી છો , વૃદ્ધ છો , કે કોઈ બીમારીથી હેરાન છો તો આ વ્રત ના રાખવું. માતા રાની પણ તમારી મજબૂરીને સારી રીતે સમજે જ છે.

ટિપ્પણી

દીપિકા પાદુકોણે શેયર કર્યું પોતાનું રિપોર્ટ કાર્ડ, જાણો શિક્ષકે આ એક્ટ્રેસ વિષે લખેલી વાતો વિષે

બાપુ સ્વતંત્રતાની લડાઈ દરમિયાન 70 હજાર કિલોમીટર ચાલ્યા હતા