in

આ કારણ થી વૃદ્ધ માતા-પિતા ને ઘરે થી કાઢી દે છે બાળકો, માતા-પિતા થઈ જાઓ સાવધાન, અત્યાર થી કરો આ કામ

મિત્રો કહેવાય છે ને કે આજ ના જમાના માં કોઈના ઉપર વિશ્વાસ નથી કરી શકાતો. ભાઈ ભાઈ નો નથી થતો. બાળકો પોતાના માતા-પિતા ના નથી થતાં. તમે ઘણી એવી બાબત જોઈ હશે અથવા સાંભળી હશે જેમાં બાળકો પોતાના વૃદ્ધ માતા-પિતા ને ઘરે થી કાઢી દે છે. આવા માં એમને કોઈ વૃદ્ધાશ્રમ નો સહારો લેવો પડે છે અથવા તો પછી એકલા જ મુશ્કેલી થી પોતાનું જીવન વિતાવે છે. વૃદ્ધાવસ્થા એક એવો સમય હોય છે જ્યારે તમને પોતાના બાળકો ની સૌથી વધારે જરૂર હોય છે, પરંતુ કેટલાક નિર્દયી બાળકો આવા સમય પર માતા-પિતા ની સાથે વિશ્વાસઘાત કરી ને પોતાની જવાબદારી થી ફરી જાય છે. એ ભૂલી જાય છે કે આજ એ મા-બાપ છે જેમણે એમનો ઉછેર કરી ને આટલું મોટું કર્યું છે, આ લાયક બનાવ્યું અને આજે એમની સાથે જ વિશ્વાસઘાત કરી રહ્યા છે.

આ કારણ થી બાળકો નથી રહેતા માતા-પિતા ની સાથે

આની પહેલા એક કારણ જાણી લઈએ જેના લીધે બાળકો માતા પિતા થી અલગ રહેવા નો અથવા તો એમને ઘરે થી કાઢી મુકવા નો વિચાર આવે છે.

  • વધારે પડતી સમસ્યાઓ બાળકો ના લગ્ન પછી શરૂ થાય છે. નવી વહુ ની પોતાના સાસુ-સસરા ની સાથે ઓછી બને છે. રોજ ઘર માં લડાઈ-ઝઘડા થાય છે. તમારા અને બાળકો ના વિચાર નથી મળતા. ઘણીવાર તમે વધારે રોકટોક કરી દો છો અથવા તો પછી વધારે આઝાદી માંગી લે છે. આ બાબત માં ભૂલ કોઇ ની પણ હોઇ શકે છે પરંતુ પરિવાર માં તિરાડ આવવા નું અહિયાં થી જ શરૂ થાય છે.
  • મા-બાપ જ્યારે વૃદ્ધ થઈ જાય છે તો એમાં ઘણી બીમારીઓ ઘેરી લે છે. તો એમની સારવાર અને દવાઓ માં ખર્ચો થાય છે. અને એમની સેવા પણ વધારે કરવી પડે છે. આ સ્થિતિ થી બચવા માટે કેટલાક કામચોર અને ખરાબ પુત્ર અને વહુ માતા-પિતા ને અલગ કરવા ની પ્લાનિંગ બનાવી લે છે.
  • એક હજુ મોટું કારણ પ્રોપર્ટી અને પૈસા પણ હોય છે. કેટલાક ખરાબ બાળકો એવા પણ હોય છે જેમને માત્ર તમારી પ્રોપર્ટી થી પ્રેમ હોય છે. એકવાર એમની પાસે આવી ગઈ તમારી કોઈ જરૂર નથી રહેતી. ઘણીવાર ભાગલા ને લઈ ને પણ ટેન્શન થઈ જાય છે.

માતા-પિતા રાખો આ સાવધાનીઓ

જો તમે પોતાના વૃદ્ધાવસ્થા ને આરામ અને શાંતિ થી વિતાવવા માંગો છો તો અત્યાર થી આ વાતો નું ધ્યાન રાખો.

  • પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. સ્વસ્થ રહો અને વ્યાયામ કરો. આ રીતે વૃદ્ધાવસ્થા માં પોતાના કામ તમે પોતે જ કરી શકશો. સાથે સમય સમય પર ચેકઅપ પણ કરાવતા રહો.
  • પોતાના જૂના વિચાર ને થોડા બદલો અને પોતાના પુત્ર અને વહુઓ ને બંધન માં ન રાખો. જો તમે એમના કામ માં વધારે દાખલ નહીં કરો તો એમને તમારા થી કોઈ મુશ્કેલી નહીં થાય. અહીંયા માત્ર તમે પોતાના વિશે વિચારો. બાળકો મોટા થઈ ગયા છે એમને નિર્ણય પોતે લેવા દો.
  • કોઈપણ સ્થિતિ માં પોતાની પ્રોપર્ટી પહેલા થી બાળકો ના નામે ન કરો. પોતાના બધા બેન્ક એકાઉન્ટ અને એટીએમ વગેરે પણ પોતે જ ઉપયોગ કરો. જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાર સુધી આખો પરિવાર તમારી મુઠ્ઠી માં રહે છે. જો એ તમને છોડી પણ દે છે તો પૈસા ની મદદ થી તમે ઘર માં નોકર રાખી શકો છો અને પોતાનો ઇલાજ કરાવી શકો છો. એટલા માટે એક મોટી સેવિંગ પોતાના વૃદ્ધાવસ્થા માટે બચાવી ને જરૂર રાખો. એને પોતાના બાળકો ઉપર ખર્ચ ન કરો. પોતાનું ઘર હંમેશા પોતાના નામે જ રહેવા દો.
ટિપ્પણી

શું છે નવરાત્રીમાં જુવારા ઉગાડવાનું કારણ ? શું તમે શાસ્ત્રોક્ત મહત્વ જાણો છો ?

તો આ કારણ થી જ સિંગલ રહી જાય છે એપ્રિલ માં જ્ન્મ લેવા વાળા લોકો, જાણો ડિસેમ્બર સુધી ની ખબર