in

ગોવર્ધન પર્વતની વાતો જાણો આ લેખમાં જે તમને નહિ મળે ક્યાંયથી પણ

આપણને બધાને એક દંતકથા ખબર છે જેમાં કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને તેમની ટચૂકડી આંગળી પર ઊઠાવી લીધું હતું અને ઈન્દ્રનું અભિમાન તોડી દીધુ હતું. ગોવર્ધન પર્વત આવ્યો છે કૃષ્ણના જન્મસ્થળ મથુરાથી 22 કિ.મી દૂર. અને આ પર્વત વૃંદાવન અને મથુરા બંને જગ્યાએથી નજીક થાય છે અને ફક્ત અડધા કલાકથી થી એક કલાક દૂર આવ્યો છે. તમે આ બધી જ માહિતી ગૂગલ પરથી મેળવી શકશો પરંતુ જો તમારો ત્યાં જવાનો પ્લાન છે તો આજે અમે તમને કેટલીક એવી વાતો જણાવીશું કે જે તમારા માટે જાણવી જરૂરી છે અને જો ત્યાં પ્રવાસે પણ જવું હશે તો લાગશે.

માણો ડ્રાઈવ કરવાની મજા :


જ્યારથી તાજ એક્સ્પ્રેસ વે બની ગયા પછી દિલ્હીથી ગોવર્ધન ડ્રાઈવ કરીને જવાની ખરેખર મજા આવે છે . અને ત્યાંના રસ્તા પણ એટલા સ્મૂધ છે કે કાર 140 ની સ્પીડે જતી હોય તો કાર જાણે હવામાં ઊડતી હોય તેવો અનુભવ થાય છે. અને સાથે જ રસ્તાની આસપાસ ઘણા ફૂડ કોર્ટ્સ આવે છે જ્યાં તમે ખાવાપીવાની મજા લઇ શકો છો. આ હાઇવે પર તમને મેક ડોનાલ્ડ્સ, સીસીડીથી માંડીને પંજાબી ઢાબા સુધી બધું જ મેળવી શકશો. અહીંયા જો તમે ટ્રક ડ્રાઈવર્સ જ્યાં જમે તેવા ચારપાઈવાળા ઢાબા પર જો જમશો તો તમને માજા પડી જશે. જયારે તમે 100 ની સ્પીડે કાર ચલાવતા હોય ત્યારે આવા નાના-મોટા ઢાબા જલ્દી નજરમાં ના આવે. માટે આવું ઢાબુ શોધવાની જગ્યાએ કોઈ ટ્રક શોધી લો. જે જગ્યાએ ત્રણ-ચાર ટ્રક પાર્ક હશે ત્યાં 100% ઢાબુ હશે જ. અહીંયાના પરોઠા અને માખણ જો તમે ખાશો તો ખરેખર રજાની મજા વધી જશે.

જાણો કે રિયલમાં ગોવર્ધન પર્વત કેવો છે :


એ હકીકત છે કે જો કોઈ પહેલીવાર ગોવર્ધન જતું હોય તેણે તેના મનમાં એદકમ વિશાળ પર્વતની કલ્પના મગજમાં કરી હોય. આખી દુનિયામાંથી બધા 21 કિ.મીની ગોવર્ધનની પરિક્રમા કરવા આવતા હોય છે. પણ જો ત્યાં જોઈને જોઈએ તો ખરેખર પર્વત ત્યાં શોધવો પડે છે. એક વખત તો આ ગોવર્ધન પર્વત ખરેખર વિશાળ હશે જ પરંતુ ખોદકામ અને ભૂસ્ખલનને  લીધે હવે તે સાવ નાનો થઈ ગયો છે કે તેને ત્યાં જઇયે તો શોધવો પડે છે . જો ત્યાં કોઈ તમને આંગળી બતાવીને ના જણાવે કે કયો ગોવર્ધન પર્વત છે ત્યાં સુધી તો ગોવર્ધન પર્વત કયો છે તે ખબર જ ના પડે. વાયકા એવી છે કે શ્રાપને લીધે આ ગોવર્ધન પર્વત નાનો જ થતો જાય છે. 8 કિ.મી લાંબો, બ્રાઉન અને સૂક્કો ભટ્ટ ગોવર્ધન કે જેની કોઈએ કલ્પના કરી હોય તેના કરતા તે સાવ અલગ જ છે.

મળશે ફક્ત શાકાહારી ભોજન :


એ વવત અહીંની ખાસ છે કે ગોવર્ધન યાત્રા સ્થળ છે માટે અહીંયાની પવિત્રતા હજી પણ જળવાઈ રહી છે. આજની તારીખે પણ અહીંયા ન તો દારુ મળે છે ન તો નોન વેજ ફૂડ. અને અહીંયા હોટેલમાં જે શાકાહારી ભોજન મળે છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

કેવા હશે ત્યાંના લોકો ?


જો તમે ગોવર્ધન જશો તો ત્યાં તમને જાતજાતના લોકો જોવા મળશે. અહીંયાના મોટા ભાગના સ્થાનિક પુરુષો માથે ચોટી રાખે છે, ઘણા હાથમાં માળા ફેરવતા દેખાશે , ભગવો પહેરેલા સાધુ ચિલ્લમ ફૂંકતા દેખાશે. અને ત્યાં કોઈ પણ વ્યક્તિ તમને સામે મળશે તે તમને રાધે રાધે બોલીને તમારુ અભિવાદન પણ કરશે. ધોતી-કુર્તા પહેરેલા સાઈકલ રિક્શાવાળા જોઈ શકશો અને જેઓ તમને રસ્તામાં ગોવર્ધન વિશેની વાર્તા પણ જણાવશે. આ સાથે જ ત્યાં તમને ઢગલાબંધ ભિક્ષુકો પણ ભગવાનના નામે કંઈ કંઈ દાન માંગશે. ગોવર્ધનમાં ખંડેલવાલ ચા વાળો છે અને તેની ખુબ જ બોલબાલા છે. અને જે પણ યાત્રી ત્યાં જાય છે તે ત્યાંની ચા જરૂરથી પીવે છે.

અહીંયા જોઈ શકશો બેવડા ધોરણો :


અહીંયાની આ વાતથી ઘણા ભક્તોનું દિલ તૂટે છે પણ ગોવર્ધન, મથુરા-વૃંદાવનમાં દર 100 મીટરે મંદિર આવેલા છે. અહીંયા પહેલાથી જ ગાયોની પૂજા કરવામાં આવે છે. તમને અહીંયાની હવામાં ચંદનની સુગંધ પણ મળશે સાથે જ ચારેબાજુ કચરાની ગંધ પણ આવશે. તમે એકબાજુ મંદિરનો ઘંટારવ સાંભળી શકશો જ્યાં બીજી જગાએ બાઈકના લાઉડ હોર્ન્સ પણ સંભળાય છે. ત્યાંના કેટલાક રિક્ષાવાળા તમને 30 જ રૂપિયામાં લઈ જશે તો કેટલાક એવા રીક્ષાવાળા ભટકાશે કે એ જ જગ્યાએ જવાના 200 રૂપિયા લેશે. માટે ત્યાં સારા અને નરસા એમ બને પ્રકારના લોકો તમને મળશે.

અહીંયા હોય છે શ્રદ્ધાળુઓનો ધસારો, રહેવાની સુવિધા :


ગોવર્ધનમાં ખુલ્લા પગે ચાલતા હોય અને હરે ક્રિષ્ણાનો જાપ કરતા હોય એવા ઢગલાબંધ શ્રદ્ધાળુઓ તમે જોઈ શકશો. અહીંયા કોઈ એકલું આવે છે તો કોઈ પોતાના પરિવાર સાથે આવે છે. કેટલાક અહીંયા ઘણા સાષ્ટાંગ સૂઈને આગળ વધતા વધતા 7 દિવસમાં ગોવર્ધનની પરિક્રમા પુરી કરતા હોય છે. જો રિસોર્ટ્સની વાત કરીયે તો ગોવર્ધનની આજુબાજુ ઘણા રિસોર્ટ્સ આવેલા છે અને ત્યાં કોઈપણ આશ્રમમાં જો રહેવું હોય તો રાતદીઠ ફક્ત 350 રૂપિયા ચૂકવવા પડે છે. અહીંયા સાડી પહેરી અને ચાંલ્લો લગાવીને ફરતી હોય એવી ઘણી વિદેશી સ્ત્રીઓ પણ જોઈ શકશો. અહીંયા ઘણી સ્ત્રીઓ પોતાનું જીવન અહીંયા સમર્પણ કરી દીધેલું હોય છે.

દૂર રહો કેટલાક મંદિરો-પૂજારીઓથી :


જો તમે ખરેખર ઇચ્છતા હોય કે તમને મનની શાંતિ મળે અને ખરેખર અંતર્મનથી ભગવાનની પ્રાર્થના કરવી હોય તો ત્યાંના જે સૌથી ફેમસ ગિરિરાજ મંદિર છે એનાથી દૂર જ રહેવું. કારણકે આ મંદિર ખુબ ભીડભાડવાળું છે. ત્યાં અલગ અલગ પૂજા કરવા માટે રૂપિયાના બોર્ડ લગાવેલા છે. ત્યાં અમુક પૂજા તો એવી  હોય છે જેના માટે 71,000 રૂપિયા ચૂકવવા પડે છે. અને જે પૂજા પૈસા આપીને કરાવવી પડતી હોય તે પૂજા કેવી હોય ? જો તમારે જવું હોય તો ગુરુ પૂર્ણિમાના દિવસે ના જવું જોઈએ કારણકે અહીંયા તે દિવસે લાખો ભક્તોની ભીડ હોય છે.

અહીંયાના નાના મંદિરો છે ખુબ સરસ :


ગોવર્ધનની આજુબાજુ આવેલા આશ્રમોમાં નાના મંદિરો પણ છે. જો આ મંદિરોમાં સંધ્યા આરતીમાં જઇયે તો ત્યાં તેમના પૂજારીઓના શ્લોકોચ્ચાર સાંભળીયે તો ખબર પડે છે કે ત્યાંના મોટા મંદિરો કરતા જે નાના મંદિરો છે ત્યાં વધારે શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા થતી હોય છે. અહીં પ્રવાસીઓની ભીડ હોતી નથી માટે ખુબ જ શાંતિપૂર્વક એકચિત્તે ભગવાનની ભક્તિ કરી શકાય છે.

માણો શોપિંગની મજા :


કેટલીક વાર જેટલી સુંદર વસ્તુઓ નાના શહેરના માર્કેટમાં મળતી હોય એવી મોટા શહેરોમાં મળતી નથી . અહીંયા માર્કેટમાં તમે રંગબેરંગી વસ્તુઓ વેચતી હોય એવી દુકાનોની હારમાળા તમે જોઈ સેક્ષોઓ. ત્યાં માળામાં કેટલા મણકા ગણ્યા તેની ડિજિટલ ગણતરી મળે એવી માળા પણ મળતી હોય છે. અહીંયા તમને લુંગી, ફાનસ, બાળ કૃષ્ણની મૂર્તિઓ, બેડમિન્ટન રેકેટ, અગરબત્તીથી માંડીને એલ્યુમિનિયમના વાસણો વગેરે ઘણું બધું મળશે. અને બધું સાટુ પણ હોય છે. અને શોપિંગની મજા સાથે શુદ્ધ ઘીમાં બનેલી કચોરી તો ખાવાની ઓર મજા આવી જશે.

ટિપ્પણી

જો દિલ્હીમાં શોપિંગ કરવું હોય તો ચાંદની ચોકમાંથી નહિ , પરંતુ જો જશો આ માર્કેટમાં તો બુટ, ગરમ કપડાં અને જવેલરી મળશે ખુબ જ ઓછા ભાવમાં

પહેલી વખત સેક્સ કરવાના છો તો યાદ રાખી લો આટલી વાત નહીતર ગધેડા સાબિત થશો