નાભિમાં તેલ લગાવવાથી થાય છે આ 5 ફાયદા

Please log in or register to like posts.
News

રોજ રાત્રે ઊંઘવાની પહેલા અને સવારે  સ્નાન કર્યા પછી તેલ લગાવવાથી સ્કિનથી જોડાયેલી મુશ્કેલીઓ નો અંત આવે છે.

શું તમને ખબર છે કે બેલી બટન એટલે કે નાભિ પર તેલ લગાવવાથી ઘણાં ફાયદા મળે છે? શરીરના આ ભાગ પર રોજ રાત્રે ઊંઘવાની પહેલા અને સવારે સ્નાન કર્યા પછી તેલ લગાવવાથી સ્કિન થી જોડાયેલી બધી મુશ્કેલીઓનો અંત આવે છે. સાથે જ રોજ-બ-રોજની હેલ્થની મુશ્કેલીઓથી પણ રાહત અપાવે છે. આયુર્વેદમાં એવું માનવામાં આવ્યું છે કે નાભિ આપણા શરીરની બધી ક્રિયાઓને નિયંત્રિત કરે છે. એટલા માટે નાભિ ઉપર તેલ લગાવવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. જાણો 5 ફાયદા વિશે કે તમારે રોજ નાભિ પર તેલ કેમ લગાવવું જોઈએ.

ખીલ-ડાઘાનો લાવે અંત

ચહેરાના ખીલ ડાઘા ને ઓછું કરવા માટે તમે શું શું નથી કરતા. બધી ક્રીમથી લઈને ટ્રીટમેન્ટ સુધી,બધુ અજમાવી લો છો પરંતુ રોજ એક ટીપુ લીમડાના તેલનું નાભિ પર લગાવીને ઊંઘવાથી મોઢા પરના ખીલ અને ડાઘ થોડા અઠવાડિયામાં ગાયબ થઈ જાય છે. જો તમે પણ મોઢાની સુંદરતા વધારવા માંગો છો અને ડાઘાઓ નો અંત કરવા માંગો છો તો લીમડાનું તેલ રોજ નાભિ પર લગાવો. આની સાથે જ આવું કરવાથી મોઢા ઉપરના સફેદ ડાઘ પણ ઓછા થઈ જાય છે.

ચહેરો બનાવે ગ્લોઇંગ

રોજ ગુલાબ જેવી નીખરેલી અને ગ્લોઇંગ ચહેરા માટે તમારે વધારે કરવાની જરૂર નથી. પરંતુ એક ટીપુ બદામનું તેલ ને રોજ નાભિ પર લગાવો અને દરરોજ ચમકતો ચહેરો પામો.

ફાટેલા હોઠને બનાવે મુલાયમ અને સાંધાના દુઃખાવામાં આપે આરામ

ઠંડી આવતા જ સૌથી મોટી મુશ્કેલી હોય છે ફાટેલા હોઠ અને સાંધામાં દુખાવો. ફાટેલા હોઠ માટે તમે લિપબામ ના સિવાય રાત્રે માત્ર એક ટીપુ સરસવના તેલનું નાભિ પર લગાવો. આનાથી તમને સાંધાના દુખાવામાં પણ આરામ મળશે.

સોફ્ટ ત્વચા માટે

જો તમને  સોફ્ટ, કોમલ અને બેબી સ્કીનજોઈએ તો રોજ રાત્રે ઘી ને નાભિ પર લગાવો. જો ઘીગાયના દૂધથી બનેલું હોય તો ઘણું સારું. આને લગાવવાથી તમને થોડાક જ દિવસમાં ત્વચામાં ફેરફાર જોવા મળશે.

ફાટેલી ત્વચા

ઠંડીમાં ફાટેલા હોઠ ની સાથે ત્વચા પણ ડ્રાયથઈ જાય છે. ડ્રાય સ્કિનને કારણે ગાલ, માથા, આંખો બધી જગ્યાએ થી સ્કીન ખેંચાવા લાગે છે. જો તમારી સાથે પણ આવું થાય છે તો રોજ મોશ્ચ્યુરાઈઝ તો લગાવો અને એની સાથે રોજ રાત્રે નાભિ પર નારિયલ તેલ પણ લગાવો.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.