વિઝા ટેમ્પલ તરીકે પ્રખ્યાત ભારત નું ૫૦૦ વર્ષ જુનું મંદિર – ચોક્કસ માનતા થાય છે પૂરી

Please log in or register to like posts.
News

જો તમને વીઝા નથી મળી રહ્યા તો નિરાશ થવાની જરૂર નથી. ટૂંક સમયમાં જ તમને વીઝા મળી શકશે. પરંતુ તેના માટે તમારે હૈદ્રાબાદ જવું પડશે. કોઇ સરકારી ઓફિસ નથી પરંતુ મંદિર. વીઝાવાળા બાલાજી મંદિરમાં જ્યાં લોકો વીઝા મળે તે માટે બાધા રાખે છે અને ઇચ્છી પૂરી થતાં જ તેમના ચરણોમાં પોતાના વીઝા અર્પણ કરે છે. હૈદ્રાબાદથી અંદાજે 40 કિલોમીટર દૂર આ મંદિર, ઓસમાન દરિયાકિનારે ચિલ્કુર બાલાજી મંદિર આવ્યું છે. આમને વીઝાવાળા બાલાજી કહે છે. 500 વર્ષ જૂના આ મંદિરની સ્થાપત્ય કળા જોવા જેવી છે.

જાણકારોના મતે પ્રાચીન કાળમાં અહીં ભગવાન વેંકટેશ બાલાજીના ભક્તો રહેતા હતા. પોતાના ભગવાન માટે તેમની ભક્તિ જોવા જેવી હતી. આથી જ તેઓ દર વર્ષે પોતાના ઘરેથી માઇલો દૂર તિરૂમલ બાલાજી મંદિરે દર્શન કરવા આવતા હતા. એકવખત તેમની તબિયત ખૂબ લથડી ગઇ હતી તબિયત એટલી બધી લથડી ગઇ હતી કે તેઓ પોતાના ભગવાનને મળવા માટે મંદિર સુધી પણ યાત્રા કરી શકયા નહોતા. એવામાં ભગવાન બાલાજીએ તેમને સપનામાં આવીને કહ્યું હતું કે હું તો તારી બાજુના જંગલમાં જ રહું છું અને તું મને મળવા માટે આટલે દૂર આવે છે. સવારે ભક્ત ભગવાનના દર્શાવેલા સ્થળ પર પહોંચ્યો તો તેને અહીં એક ઉભરતી જમીન જોવા મળી.

અહીં તેને ખોદકામ શરૂ કર્યું હતું, અહીં ખોદકામ કરતાં પાવડો બાલાજીની મૂર્તિ પર લાગી ગયો અને લોહી વહેવા લાગ્યું. લોહી વહેતું દેખાયું ભક્ત ચિંતિત થઇ ગયો. તે સમયે જ આકાશવાણી થઇ અને કહ્યું હતું કે ગાયના દૂધથી ન્હવડાવીને એ જગ્યા પર મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. જ્યારે ભકતે દુગ્ધાભિષેક કર્યો તો એ જ સમયે ત્યાં શ્રીદેવી અને ભૂદેવીની મૂર્તિ પણ જોવા મળી. ત્યારથી અહીં ત્રણેયની પૂજા થાય છે.

આ મંદિરમાં લાખો ભકતો આવે છે. જેમાંથી મોટાભાગના સારી નોકરીની માનતા માને છે. મોટાભાગે મંદિરોમાં તો માતા-પિતા પોતાના બાળકોને લઇને જાય છે, પરંતુ આ મંદિરમાં બાળકો પોતાના માતા-પિતાને લઇને આવે છે અને બાલાજીની 11 પરિક્રમા કરીને પોતાની ઇચ્છા વ્યક્ત કરે છે. ભકતની જ્યારે ઇચ્છા પૂરી થાય છે ત્યાં તેઓ અહીં આવીને 108 વખત પરિક્રમા કરે છે.

અહીં ભક્ત પોતાના શ્રેષ્ઠ ભવિષ્ય માટે વીઝા બનાવાની અરજી પણ રે છે, જે લગભગ પૂર્ણ પણ થઇ જાય છે. આવી જ રીતે બીજું એક આસ્થાસ્થળ છે જ્યાં વિદેશ જવા માટે વિમાન ચઢાવામાં આવે છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.