મલેશિયામાં આવેલા પેનાંગના એસ્કેપ થીમ પાર્કમાં વિશ્વની સૌથી મોટી વોટર સ્લાઇડ લગાવવામાં આવી છે. જાણવા પ્રમાણે 3645 ફૂટ લાંબી છે અને 230 ફૂટની ઊંચાઇએથી નીચેની તરફ બની છે. સ્લાઇડમાં જનારાઓને નીચે સુધી પહોંચવામાં અંદાજે 4 મિનિટનો સમય લાગે છે. આ સૌથી ઉંચી સ્લાઇડને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે.
આ પાર્કના મેનેજરે કહ્યું હતું કે, સ્લાઇડને 488 ટુકડા જોડીને બનાવાય છે. અહીં આવતા લોકો પાર્કની સાથે લીલોતરીના લીલા ઘાસ અને વૃક્ષોનો પણ આનંદ માણી શકે છે. વૃક્ષોને નુકસાન ન થાય તે માટે સ્લાઇડ બનાવવામાં કોઇ હેવી મશીનનો ઉપયોગ નથી કરાયો.