in

તક્ષશીલા અગ્નિકાંડમાંથી બોધપાઠ લઈને દરેક ઝોનમાં જમ્પિંગ કુશન મૂકવામાં આવશે

તક્ષશિલા અગ્નિકાંડમાં આગથી બચવા માટે કેટલાક બાળકો એ જીવનું જોખમે એક પછી એક 15 માસૂમ બાળકોએ ઉપરથી મોતની છલાંગ મારી હતી અને તે વખતે ડરી ગયેલા બાળકોને સફળતાપૂર્વક ઝીલીને તેમનાં જીવન બચાવી શકે તેવા ફાયર વિભાગ પાસે જમ્પિંગ કુશન ત્યાં મૂકવામાં આવેલ નોહતાં. જેને લીધે કૂદેલા 15માંથી 6 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા હતા. જેથી તક્ષશિલાની ઘટનામાંથી બોધપાઠ લઇ મનપાએ આવી દુર્ઘટના વેળાએ 80 ફૂટ (25 મીટર) સુધીની ઉંચાઇએથી કૂદી જનારા લોકોના જીવ બચાવી શકાય તેવા સાત જમ્પિંગ કુશન ખરીદવાનું આયોજન કર્યું છે. એક જમ્પીંગ કુશનની કિંમત 13 લાખ છે. આ‌વતીકાલે મળનારી ટેન્ડર સ્કુટીની કિમિટીમાં નિર્ણય લેવાશે.

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/11/13_1572983268.jpg?w=662&ssl=1

Advertisements

સાત જમ્પીંગ કુશન દરેક ઝોનમાં એક એક એક સાત મુકવામાં આવશે. આ જમ્પીંગ કુશનની એક ખાસિયત એ છે કે જમ્પિંગ નેટ કરતા જમ્પિંગ કુશન વધારે સલામત હોય છે. પાલિકાએ સાત જમ્પીંગ કુશન ખરીદવા ઓફર પણ મંગાવી હતી. જેમાં બે ઇજારદાર પૈકી એક એ પ્રતિ જમ્પિંગ કુશનના 13 લાખ અને બીજાએ 17 લાખની ઓફર પણ કરી છે. લો એસ્ટ ઓફર કરનાર ઇજારદારે જર્મન બનાવટના જમ્પિંગ કુશન બનાવવાની તૈયારી બતાવી છે. તક્ષશિલાની હોનારત વખતે માસૂમ બાળકોને ઝીલવા માટે મહા નગર પાલિકા પાસે જરૂરી સાધનો નહીં હોવાથી ફાયરની ટીમે તમાશો ફકત જોવો પડ્યો હતો અને તેને લઇ પાલિકા અને ફાયર વિભાગ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઘટના બાદથી ફાયર વિભાગમાં કોઇપણ પ્રકારના બજેટની પરવાહ કર્યા વિના લોકોની સલામતી માટે અદ્યતન સાધન ખરીદવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો ત્યારપછી ફાયર વિભાગમાં નવા સાધનોની ખરીદી હમણાં ચાલી રહી છે.

• જમ્પિંગ કુશનની ખાસ વિશેષતા

15 ફુટ લંબાઇ તથા પહોળાઇનું કુશન હશે

8 ફુટ જેટલી હાઇટ રાખવામાં આવશે

Advertisements

2 જ મિનિટમાં સિલિન્ડરથી કુશન ભરી શકાશે

ટિપ્પણી
Advertisements

વિરાટ-અનુષ્કા ના ઘર ની અંદર ના ફોટા, લક્ઝરી માં શાહરુખ ના ‘મન્નત’ ને છોડયું પાછળ

દેવગુરુ બૃહસ્પતિ એ પોતાની સ્વરાશિ ધન માં કર્યો પ્રવેશ, જાણો કઈ રાશિ પર પડશે શુભ અસર