શું આપ જાણો છો રુપિયા પર ગાંધીજીની આ તસવીર ક્યાંથી આવી ?

Please log in or register to like posts.
News

શું આપે ક્યારેય વિચાર્યું છે કે ભારતીય કરંસીમાં ગાંધીજીની જ તસવીર કેમ હોય છે ? તેની પાછળ આખો ઇતિહાસ છે અને અમે આપને બતાવીશું કે કેમ દરેક નોટમાં ગાંધીજીની તસવીર જ હોય છે ?

આ વાત ચોક્કસ છે કે હવે આપ આ વિચારવા માટે મજબૂર થઈ જશો કે આ ફોટો ક્યાંથી આવ્યો ? આપણને આટલો શ્રેષ્ઠ શૉટ યોગ્ય સમય અને યોગ્ય ઉદ્દેશ માટે કેવી રીતે મળ્યો ?

નીચે ચેક કરો કે ગાંધીજીની આ તસવીર જ તમામ નોટ પર કેમ ઉપયોગ કરવામાં આવે છે ?

વાસ્તવિક તસવીર…

આ ફોટો 1946માં એક ગુમનામ ફોટોગ્રાફર દ્વારા ખેંચવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ફોટો 1946માં ત્યારે ખેંચવામાં આવ્યો હતો કે જ્યારે મહાત્મા ગાંધી અને લૉર્ડ પૅથિક-લૉરંસ એક-બીજા સાથે કલકત્તાનાં વૉઇસરૉય હાઉસ ખાતે મળ્યા હતાં. એવું કહેવામાં આવે છે કે તે વખતે પૅથિક-લૉરંસ બ્રિટિશ સેક્રેટરી હતાં.

તસવીર વિશે વધુ…

આ તસવીર ભૂતપૂર્વ વૉયસરૉયનાં ઘરે 1946માં ખેંચવામાં આવી હતી કે જેને રાષ્ટ્રપતિ ભવન પણ કહે છે. ગાંધીજીની આ તસવીરનો બાદમાં પોર્ટ્રેટ સાઇઝમાં દરેક કરંસી નોટ પર ઉપયોગ કરવામાં આવ્યો.

મિરર ઇમેજનો ઉપયોગ

વાસ્તવિક તસવીરની મિરર ઇમેજનો બૅંક નોટ પર ઉપયોગ કરવામાં આવ્યો. 1987માં જ્યારે પહેલી વાર 500 રુપિયાની નોટ આવી, ત્યારે ગાંધીની આ તસવીરનો વૉટરમાર્ક તે નોટો પર મોજૂદ હતો.

 

નોટને 1996માં બદલી દેવાઈ

ગાંધીજીની તસવીર ધરાવતી નોટ 1996માં અસ્તિત્વમાં આવી. તે પહેલા નોટ પર અશોક સ્તંભ બનેલા હોતા હતાં. આરબીઆઈએ બદલાવનો વિચાર કર્યો અને 5થી લઈ 1000 રુપિયા સુધીની તમામ નોટો પર ગાંધીજીની આ જ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો.

ત્યારથી લઈ આજ સુધી ગાંધીજીની તસવીર દરેક ભારતીય કરંસી નોટ પર ઉપયોગમાં કરવામાં આવી રહી છે

Source: Boldsky

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.