in

ક્લબ ફેક્ટરીમાંથી ખરીદી કરનાર વ્યક્તિઓ માટે આવ્યા ખરાબ સમાચાર, તમને પધરાવી દેવામાં આવે છે નકલી માલ

હાલમાં આ ઈ કોમર્સ કંપનીઓનો વધુ પ્રમાણમાં જમાનો આવી ગયો છે. વ્યક્તિઓ પણ તેમાંથી ખરીદી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેમાંની જ એક કપંની એટલે કે ક્લબ ફેક્ટરી. ઓફર્સ માટે આ કંપનીનું નામ કેટલાક લાંબા સમયથી ચર્ચામાં છે પણ તેને લઈને એક ખરાબ સમાચાર બધાની સામે આવ્યા છે. કંપનીના ડિરેક્ટર્સ અને સીએફઓ સામે પ્રસિદ્ધ બ્રાન્ડનો નકલી સામાન વેચવા બદલ આઇપીસીની કલમ 420 અને 406 અંતર્ગત પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીની આ ફરિયાદને પગલે કંપની સામે કલમ 506 અનુસાર પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

Related image

Advertisements

આ ફરિયાદ લખનઉનાં રહેવાસી આલોક કક્કડે વઝીરાબાદ ખાતે દાખલ કરી છે. તેનું માનવું એવું છે કે, ક્લબ ફેક્ટરીએ લોકપ્રિય બ્રાન્ડ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત આપીને લોકોને વધુ નકલી માલ સામાન પધરાવી દીધો છે. આ શખ્સે ક્લબ ફેક્ટરીમાંથી ટાઇટનની ઘડિયાળ ખરીદી હતી જેના પર 86 ટકા ડિસ્કાઉન્ટ હતું. આ સિવાય રે બનના બે સનગ્લાસ ઓર્ડર કરી દીધા હતા જેના પર 90 ટકા ડિસ્કાઉન્ટ હતું. તેમને 25 નવેમ્બરે ઓર્ડર મળ્યો અને ઓર્ડર ખોલતા જ તેમને જાણ થઈ હતી કે બંને વસ્તું નકલી છે.

Image result for club factory

આવી ઘટના બનવાના લીધે આલોકે કંપનીના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો. છતાં કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થઈ નહીં. ત્યારપછી કંપનીએ ઇનવોઇસની એક કોપી માટે મેઇલ કર્યો. પરંતુ ઇનવોઇસની કોપી આપવામાં આવી નહીં. આલોકે કહ્યું છે કે ક્લબ ફેક્ટરીના ટોલ ફ્રી નંબર પર બીજીવાર વાત કરી ત્યારે પ્રતિનિધિઓએ તકલીફનો ઉકેલ આપવાના બદલે ધમકી આપી હતી.

Advertisements
ટિપ્પણી
Advertisements

શું તમે જાણો છો પતંગિયા ઈંડા મુકવા માટે 500 કિલોમીટર દૂર આવે છે? જાણો તેના પાછળનું એક સત્ય

કિયારા અડવાણીએ ફેમસ ફેશન મેગેઝિન માટે કરાવ્યા સુંદર ફોટોશૂટ, લોકોના ઉડી ગયા હોશ