in ,

ચાણક્ય કહે છે કે સફળતાની ચાવી અહીં છુપાયેલી છે – બસ માત્ર એ ચાવીથી તાળું ખોલી નાખો એટલે તમે સફળ થઇ જશો

કોઈ પણ કાર્યની શરૂઆત તે કાર્યને સફળતા કે નિષ્ફળતા આપે છે. કોઇ પણ કામ હાથમાં લેવું તે જ એક સફળતા કહી શકાય. લક્ષ્ય નક્કી કરી તેને પાર પાડવા માટે યોગ્ય પગથિયા જોઈએ કે જે યોગ્ય સંજોગો અને સાધનોને ધ્યાનમાં લઈ બનાવી શકાય.

કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે યોગ્ય યોજના બનાવવી જોઈએ. પરંતુ આ યોજનાનો યોગ્ય અમલ કરવો એ જ વ્યક્તિ માટે ખરી પરીક્ષા છે. યોજના બની જાય પછી લક્ષ્યની સફળતા માટે તેનો આધાર તેની શરૂઆત પર રહેલો છે. તે કામની શરૂઆત કઈ રીતે થયેલી? ક્યાં ક્યાં પ્રયત્ન થયેલા? તે પ્રયત્નો કઈ રીતે કરવામાં આવ્યા હતા? કઈ રીતે કામ થઈ રહ્યું છે? શું સફળતા મળશે કે કેમ? જો પૂરી શક્તિથી કામની શરૂઆત થયેલી હોય તો લક્ષ્ય હાંસલ કરવું સરળ બની જાય છે.

કામ નાનું હોય કે મોટું જો તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવું હોય તો પૂરી તાકાત લગાવવી પડે છે. આ તાકાત માનસિક હોય એ જરૂરી છે. મનથી જ મજબૂત થઈ, લક્ષ્ય પ્રત્યે ઓતપ્રોત થઈ, જરૂરી તમામ બાબતોને ધ્યાનમાં લઇ કામને સફળ બનાવી શકાય છે.

Image result for chanakya

જે રીતે સિંહ તેના શિકાર પ્રત્યે સજાગતા અને શક્તિનો ઉપયોગ કરે છે. એ જ રીતે વ્યક્તિએ પણ લક્ષ્ય હાંસલ કરવા સજાગતા અને શક્તિનો પ્રયોગ કરીને કાર્યને પૂર્ણ કરવા પાછળ પડવું પડે છે. સિંહ પોતાના શિકારને પૂરી શક્તિથી પકડે છે અને શિકારને ભાગવાનો એક પણ મોકો આપતો નથી. એ જ રીતે વ્યક્તિએ પોતાના લક્ષ્યને હંમેશા પોતાની આંખોની સામે રાખવું જોઈએ અને લક્ષ્યથી દૂર કરનાર અડચણોનો નાશ કરી પોતાની પૂરી શક્તિ અને આવડતથી ધ્યેયને વળગી રહેવું જોઈએ, જ્યાં સુધી તે લક્ષ્ય પ્રાપ્ત ન થાય.

સફળતા માટેનો એક જ મંત્ર છે કે, જો તે કાર્યને શરૂઆતથી લઈને અંત સુધી પોતાની પૂરી આવડતથી મેળવવાની કોશિશ કરીએ તો તે સફળ થઇ શકે. જેમ કીડી હંમેશા ચાલતી રહે છે એ રીતે આપણે પણ શરૂઆતથી લઈ નક્કી કરેલા ધ્યેય સુધી ચાલતું રહેવું જોઈએ. જો ક્યાંય પણ થોડી નબળાઈ કે ઢીલાપણુ આવ્યું તો  અમુક દિવસોના આરામ બાદ ફરીથી તે કામયાબીને પ્રાપ્ત કરવા મંડ્યા રહેવું પડે છે. ગમે તેવા સંજોગોમાં પોતાના લક્ષ્યને કે પોતાની જાતને ક્યારેય નબળું ન થવા દેવું જોઈએ. જેટલી અસમર્થતા ધ્યેય પ્રાપ્ત કરવામાં આવશે તેટલી જ સફળતા દૂર જતી રહેશે.

Image result for chanakya

લક્ષ્યને મેળવવા માટે માત્ર શરૂઆત સારી કરવી જોઈએ અને તે જ શરૂઆતના પ્રવાહ સાથે કાર્ય કરતા રહેવું જોઈએ અને અંતે સફળતા પ્રાપ્ત થાય છે. ‘સામાન્ય માણસ’ અને ‘સફળ માણસ’ બંને વચ્ચે બસ એક જ ફરક છે – “શરૂઆતનો.” સામાન્ય માણસ શરૂઆત કરતાં જ ડરે છે જ્યારે સફળ માણસ નાની એવી શરૂઆત કરી આગળ વધે છે.

તો એ સાથે એકદમ સચોટ અને સંપૂર્ણ માહિતી આપતું ફેસબુકના આ પેઇઝને અત્યારે જ લાઈક કરી લો. અમે અવનવી પોસ્ટ મુકીને તમારા જ્ઞાનમાં વધારો કરીશું. લાઈક કરો – “જો બકા” પેઇઝને..

#Writer : Palak Sakhiya

ટિપ્પણી

શું તમે જાણો છો કે જામનગરની ગણના થાય છે ગુજરાતના પેરિસ અને ઐતિહાસિક શહેર તરીકે

ફોનમાં નેટ સ્લો ચાલતું હોય તો માત્ર આટલા સેટિંગ્સ કરો અને રોકેટ જેવી સ્પીડ થઇ જશે..