in

ઇન્ડિયાના આ એક યુવકે એવો કાંડ કરી દિધો કે વિશ્વની સૌથી મોટી કંપનીએ કેસ કરી દેવો પડ્યો

એક અજીબો-ગરીબ વાતમાં દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની Apple (Apple Inc.)એ એક માણસ સામે કાયદેસરની કાર્યવાહી કરવી પડી. એપલ ઇન્કએ જે માણસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે તે સાન ફ્રાન્સિસ્કોમાં રહેતો રાકેશ ‘રોકી’ શર્મા છે. આ માણસ ઉપર આરોપ છે કે, તેણે ઘણી વખત એપલ કંપનીને ધમકીભર્યા કોલ કર્યા છે. જેમાં તેણે દાવો કર્યો છે કે કંપનીએ તેની મજાક કરી છે. તેમજ હોસ્પિટલમાં દાખલ હતો ત્યારે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ માણસ બે વખત એપલના સીઈઓ ટિમ કૂકના ઘરે પણ પહોંચી ગયો હતો. કોર્ટ ફાઇલિંગમાં એપલ કંપનીના કાયદાકીય પ્રતિનિધિએ કહ્યું હતું કે, 25 સપ્ટેમ્બર 2019 પછી રાકેશ શર્માએ કંપનીના વરિષ્ઠ અધિકારીઓને ઘણી વાર પરેશાન કર્યા છે.

આ ફાઇલિંગ પ્રમાણે એ શખ્સે પહેલા વોઈસ મેસેજથી એપલના અધિકારીઓને ધમકી આપી દીધી હતી. આ બાદ તેણે એપલ કેરને ફોન કરીને આવી જ ધમકી આપી હતી. જેમાં તેણે બંદૂકથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી એ માણસે ટિમ કૂકનો પીછો કરવાનું શરૂ કર્યું. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોઈની મંજૂરી વિના ટિમ કૂકના ઘરે પહોંચ્યો હતો. તે માણસ ટિમ કૂકના ઘરે ફૂલોનો ગુલદસ્તો અને શેમ્પેનની બોટલ લઈને પહોંચ્યો હતો. જાન્યુઆરીમાં પણ આ શખ્સ ફરી કોઈ વાર કોઈની પરવાનગી લીધા વગર ટિમ કૂકના ઘરે પહોંચ્યો હતો.

Tim Cook

આ બધું કર્યા પછી શર્માએ એપલ કંપની પાસેથી રોકડની માંગ શરૂ કરી. જેમાં તેણે દાવો કર્યો હતો કે, તે જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે કંપનીની એક્ઝિક્યુટિવે તેની મજાક ઉડાવી હતી અને ફોન કોલ કાપી નાખ્યો હતો. તે વ્યક્તિએ તો એમ પણ કહ્યું છે કે, તેનો કાનૂની પ્રતિનિધિ બીજો કોઈ નથી પણ નેન્સી પેલોસી છે. ઉલ્લેખનીય છે કે, નેન્સી પેલોસી અમેરિકન સાંસદ છે. હવે શર્માને આ કેસમાં 3 માર્ચે કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

નવ પરિણીત કપલે ડિનર ડેટ પર કરી દીધું આ એક કામ, સોશીયલ મીડીયા થઈ ગયું રોમેન્ટિક

ટ્રમ્પની મુલાકાત સમયે અમદાવાદ એરપોર્ટ ‘નો ફ્લાય ઝોન’ જાહેર નહીં કરાય, જાણો કેમ