થેન્ક યુ ડોક્ટર

Please log in or register to like posts.
News

ડો. મમતા દેસાઈએ વેનેશિયન બ્લાઈન્ડસ્ સહેજ ખસેડી બારીની બહાર નજર કરી. પીંજારો જાણે આકાશમાં બેસી રૂ પીંજી રહ્યો હોય એમ આકાશમાંથી પીંજાયેલ રૂ જેવો સ્નો સતત વરસી રહ્યો હતો. સેન્ટ મેરી હોસ્પિટલના ચોથા માળેથી ડો. મમતાએ પાર્કિંગ લોટમાં એક નજર કરી. સફેદ ચાદર છવાય ગઈ હતી એ લોટમાં પાર્ક કરેલ દરેક કાર પર, સડક પર…બસ સફેદીનું સામ્રાજ્ય…!!

-આ વરસે વિન્ટર બહુ આકારો જવાનો…! ડો. મમતાએ વિચાર્યું: હજુ તો જાન્યુઆરીની શરૂઆત જ થઈ ને આ સ્નો…!? આટલો સ્નો…!? પહેલાં જ બ્લિઝાર્ડમાં ત્રીસ વરસનો રેકર્ડ તૂટી જવાનો. મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એરપોર્ટ તો બંધ જ હતા.  ગવર્નર કોર્ઝાઈને સ્ટેટ ઑફ ઇમર્જન્સી ડિક્લેર કરી દીધી હતી. હજુ બીજા બારેક કલાક સુધી આવી જ પરિસ્થિતિ રહેવાની હતી.

વાઈબ્રેટર પર મૂકેલ એનો સેલ ફોન સહેજ ધ્રૂજ્યો. ડો. મમતાએ સ્ક્રીન પર નજર કરી.
-આઇ ન્યુ ઈટ…બબડી એમણે ફોનમાં કહ્યું, ‘આઈ ન્યુ ઈટ…!!’ સામે એને રિલિવ કરવા આવનાર ડો. રિબેકા હતી,  ‘હે…ડોક!! વ્હોટ કેન આઈ ડુ? આઈ એમ સોરી ડિયર! ધ રોડસ્ આર ક્લોઝ્ડ…!’ રિબેકા ફિલાડેલ્ફીયાથી આવતી હતી. સ્નોને કારણે આજે એ પણ આવી શકવાની નહોતી.

-ઓહ ગોડ…! હવે આજે પણ ડબલ શિફ્ટ કરવી પડશે! અઠ્ઠાવીસ વરસની ડો. મમતા સેન્ટ મેરી હોસ્પિટલમાં ગાયનેક તરીકે સેવા બજાવતી હતી. આ હોસ્પિટલમાં જ એણે રેસિડન્સી કરી હતી અને ગ્રેજ્યુએશન બાદ આસિસ્ટન્ટ ગાયનેક તરીકે નોકરી મળતા એમણે એ તક લઈ લીધી હતી. આજે હોસ્પિટલમાં અન્ય સ્ટાફની સંખ્યા પણ ઓછી હતી. ગાયનેક વૉર્ડમાં પણ એક જ નર્સ આવી હતી. એ તો સારું હતું કે આજે કોઈ ખાસ ઇમર્જન્સી ઊભી થઈ નહોતી. એના રૂમમાંથી બહાર આવી વૉર્ડમાં એણે એક આંટો માર્યો. આજે ત્રણ ડિલિવરી થઈ હતી અને કોઈ કોમ્પલિકેશન ઉભા થયા નહોતા. ત્રણમાંથી એક સિંગલ મધર હતી! એના બોયફ્રેન્ડે એને દગો દીધો હતો.

-આ અમેરિકન કલ્ચર પણ ખરું છે…!! કુંવારી માતાઓની તો કોઈ જ નવાઈ નથી રહી અહિં. આજ સુધીમાં એવા તો કેટલાય કેસ એણે જોયા.!

-જોજે, આ દેશનું આર્થિક દેવાળું તો ફૂંકાય ગયું છે એક દિવસ અહિં લાગણીઓનું પણ લિલામ થઈ જશે. લાગણીઓની, માયાની, ફિલીંગ્સની અહિં કોઈ કિંમત રહેશે નહિ. ડો. મમતાને એના પિતા મહેશભાઈના શબ્દો યાદ આવી ગયા.

-લેટ્સ ટોક ટુ ડેડ વિચારી કાંડા ઘડિયાળમાં નજર કરી એમણે ફોન જોડ્યો, ‘હાઈ ડેડ…! વ્હોટ યુ ડુઈંગ…?’

‘હાઈ સની…!!’ એના પિતા એને સની કહીને જ બોલાવતા..મમતા એમનું એકનું એક સંતાન હતી. હસીને એમણે મમતાને પૂછ્યું, ‘ગૅસ…!!વોટ એમ આઈ ડુંઈગ?’

‘ડ્રિન્કીગ ટી??’ મમતાએ ધાર્યું.

‘રોંગ…!!’ હસીને મહેશભાઈએ કહ્યું, ‘આઈ એમ સોવલિંગ ધ સ્નો…! સફેદ કાદવ સાફ કરૂં છું!’ મહેશભાઈ સ્નોને સફેદ કાદવ કહેતા, ‘ગોરિયાઓના દેશમાં કાદવ પણ સફેદ જ હોયને…!!’

‘ડેડ…!! આજે મારે સ્ટ્રેઇટ ડબલ કરવી પડશે…! પેલી ડો. રિબેકાનો ફોન આવ્યો હતો.’

‘ધેટ્સ લાઇફ…સની…અમેરિકન લાઇફ…!’ હસીને એઓ બોલ્યા, ‘આમ પણ આજે તને ડ્રાઈવ કરી ત્યાં ક્લિફ્ટનથી એડિસન આવવામાં પણ ચાર-પાંચ કલાક તો થઈ જતે. પાર્કવે પર જ  ચાર એક્સિડંટ થયેલ છે. ઓલમૉસ્ટ બંધ છે. તું તો સવારે સવારે નીકળી ગયેલ એટલે સારું, બાકી હવે તો ડ્રાઈવ કરવું બહુ જ રિસ્કી છે. યુ ટેઈક ઈટ ઈઝી..! બ્રેક લેજે…! ડિડ યુ ઈટ સમથિંગ…?’

‘આઈ વિલ…ડેડ…!’ હસીને મમતા બોલી, ‘મોમ તો આજે તમારા ફેવરિટ કાંદાના ભજિયા ખવડાવશે તમને બરાબરને?!’

‘અફકોર્સ…! યુ ગોના મિસ ધ ભજિયા…!’ હસીને મહેશભાઈએ કહ્યું.

‘ડેડ…! ડુ નોટ સોવલ ટુ મચ…! ટેઇક અ બ્રેક…!’

‘ઓ..કે ડૉક્ટર…! યુ ઓલ્સો ટેઇક રેસ્ટ. આઈ લવ યુ સની…!!’

‘મી ટુ…! ડેડ ટેઇક કેર…!’ કહી મમતાએ ફોન ડિસકનેક્ટ કર્યો. રૂમમાંથી બહાર આવી સેન્ટ્રલ નર્સિંગ સેન્ટર પર આવી જોયું તો નર્સ માર્થા ડેસ્ક પર માથું રાખી આંખો બંધ કરી આરામ કરી રહી હતી. એ નિહાળી એના હોઠો મરકી ગયા. માર્થા કાબેલ નર્સ હતી. એણે પણ આજે સ્ટ્રેઇટ બીજી શિફ્ટ કરવી પડીઃ બિચારી માર્થા!! આખા વૉર્ડમાં આજે એઓ બે જ જણ હતા અને આ કોડ યલો ઇમર્જન્સી…!

‘માર્થા…!’ મમતાએ પ્રેમથી માર્થાના કપાળ પર હાથ ફેરવ્યો.

‘સો…રી…ડૉક્ટર…!’ જરા ઝબકીને માર્થા બોલી. પચાસેક વરસની માર્થા અનુભવી નર્સ હતી. સવારથી એ એક જ વૉર્ડમાં દોડધામ કરતી રહી હતી. ઘડાયેલ હતી. પરિસ્થિતિને સમજતી હતી.

‘એવરીથિંગ ઇસ ઓકે…! યુ રિલેક્સ…!’ માર્થાની સામે ખુરશી પર ગોઠવાતા મમતા બોલી.

‘ડોક…! ધિસ બ્લિઝાર્ડ ઈસ વેરી વર્સ્ટ…!’ કહીને માર્થા ઊભી થઈ, ‘આઇ વિલ ટેઇક અ રાઉન્ડ. જસ્ટ ચેક અપ…! ફોરઓટુ વોઝ કમ્પ્લેઇનિંગ ફોર પેઇન…! આઇ હેવ ગિવન હર ટાઈલૅનોલ.’

‘પ્લીઝ, લેટ મિ નો એનિથિંગ રોંગ.’

‘યા…’

ડો. મમતાએ કેસ પેપરોનું ક્લિપ બોર્ડ હાથમાં લઈ વિગતો જોવા માંડી. ફોરઓટુને એક દિવસ પહેલાં જ સી-સેક્સન કરેલ અને એને થોડું ઇનફેક્સન થયેલ હતું ને સહેજ ટેમ્પરેચર રહેતું હતું. એન્ટિબાયોટિક્સ્ ચાલુ જ હતી. એનું બાળક પણ સહેજ અન્ડરવેઇટ હતું. આમે ય સ્પેનિશ વિમન કમ્પ્લેઇન કરવામાં કાબેલ હોય છે! જરાય સહનશક્તિ નથી હોતી એઓમાં!!

રાત્રિના સાડા નવ થવા આવ્યા હતા. એક પાવર નૅપ લેવાનો વિચાર આવીને સમી ગયો ડો. મમતાના મનમાં. કોફી મશીન પાસે જઈ ડાર્ક-સ્ટ્રોંગ કોફીના બે ગ્લાસ બનાવ્યા. એક ઘૂંટ લઈ બીજો ગ્લાસ માર્થાને આપ્યો.

‘થેન્ક્સ…!’

‘યુ વેલકમ…’ સ્મિત કરી મમતાએ માર્થાને પૂછ્યું, ‘તારી ડૉટર કેમ છે?’

‘શિ ઇસ ફાઇન…! હવે તો એના ક્લિનિકલ્સના લેક્ચર શરૂ થઈ ગયા, ‘શી વોન્ટ ટુ બી એ વિઝિટિંગ નર્સ.’

‘ધેટ્સ ગ્રેઇટ…!’ એટલામાં જ ઇન્ટરકોમની રિંગ વાગતા મમતાએ રિસીવર ઊંચકી કહ્યું, ‘ડો. મમતા હિયર…!

‘…………….’ રિસીવર ક્રૅડલ પર મૂકી મમતાએ ઊંડો શ્વાસ લઈ માર્થાને કહ્યું, ‘ગેટ રેડી…! વિ આર ગેટિંગ પેશન્ટ.

ઇમર્જન્સીમાંથી કોલ હતો. કોઈ ડ્રગિસ્ટ લેડી અન્ડર ઇન્ફ્લુઅન્સ છે. બટ શી ઇસ ઓલ્સો કેરિંગ એન્ડ મે બી ડિલીવર એનીટાઇમ એટલે અહિં ટ્રાન્સ્ફર કરે છે. વેરી ઑકવર્ડ કેઇસ…!’

લિફ્ટ ચોથા માળે આવીને અટકી. અંદરથી હોસ્પિટલ બેડ બહાર સરકાવતો વોર્ડબોય બહાર આવ્યો. એણે માર્થાને પૂછ્યું,

‘વ્હેર ડુ યુ વોન્ટ?’

‘પુટ હર ઈન ઍક્ઝામિનેશન રૂમ!’ માર્થાએ વોર્ડબોયને બેડ ખસેડવામાં મદદ કરતા સહેજ મ્હોં મચકોડી કહ્યું, ‘હાઉ ડીડ શી ગેટ ઇન?’

‘કોપ…! પોલીસ બ્રોટ હર…’

ડો. મમતા ઍક્ઝામિનેશન રૂમમાં દાખલ થઈ. પેશન્ટ પર નજર પડતા જ એ ચમકી. પોતાના હાવભાવ ત્વરિત કાબુ મેળવી એણે પેલી સ્ત્રીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કૉપ એની ઊંચી નીચી થતી છાતી પર મૂકી ધબકારા ગણવાની શરૂઆત કરી. ધબકારા બહુ અનિયમિત હતા. ચિંતાની એક લકીર મમતાના કપાળ પર ખેંચાય ગઈ, ‘ચેક ધ પ્રેશર…!’ એ જરા મોટા અવાજે બોલી. માર્થાએ પ્રેશર માપવા માંડ્યું.

મમતાએ સ્ત્રીના ઊપસેલ પેટ પર સ્ટેથોસ્કૉપ મૂકી અંદર રહેલ બાળકના ધબકારા સાંભળ્યા. એ સાંભળી એને થોડી રાહત થઈ.

‘લિવ મી અલોન…!’ ડ્રગ્ઝના ઓવરડોઝના નશા હેઠળ પેલી સ્ત્રી ગમેતેમ લવારા કરતી હતી. એના હાથ પગ પછાડતી હતી. એનાં મ્હોંમાંથી લાળના રેલા એના ગાલ પર રેલાતા હતા…! એનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો. હોઠો ફાટી ગયા હતા અને એના પર લોહીના ટસિયા ફૂટી નીકળ્યા હતા.

‘કામિની…પ્લિસ…બિહેવ…!’ પેલી સ્ત્રીના ગાલ થપથપાવતા ડો. મમતાએ મોટેથી કહ્યું, ‘કામિની…! યુ આર ઇન ધ હોસ્પિટલ…! યુ આર સેઈફ…!’

‘ડુ યુ નો હર…?!’ માર્થાને નવાઈ લાગી.

‘યસ…! આઈ નો હર…વેરી વેલ…! શી ઇસ કામિની…! વન્સ અપોન અ ટાઈમ શી વોઝ માય ફ્રૅન્ડ…’ જાણે ભૂતકાળમાં નિહાળી બોલતી હોય એમ ડો. મમતા બોલી, ‘માય ક્લોઝ ફ્રૅન્ડ…!’

– નટવર મહેતા

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.