in

ચા પીધા પછી ક્યારેય ના કરતા આ ભૂલો, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી,

દોસ્તો આજે આખી દુનિયામાં સૌથી વધુ જો કોઈ દેશમાં ચા પીવાનો શોખ હોય તો એ છે ભારત. આપણા ભારત દેશમાં લગભગ મોટાભાગના ઘરોમાં સવારની પહેલી શરૂઆત તો ચા થી જ થતી હોય છે. લોકોને અલગ અલગ શોખ હોય છે એવો જ એક શોખ છે ચા પીવાનો. ભારતમાં ખાસ તો લોકો સાંજના સમયે અને સવારના સમયે ચાની ચૂસકી ચોક્કસથી લેતા હોય છે. મોટાભાગની ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓને પણ ચા નો ખુબ જ શોખ રહેતો હોય છે અને ઓફિસમાં કેટલીક વાર કામનો મૂડ બની રહે એના માટે ચાની મજા માણતા હોય છે.

Advertisements

પણ ચા પીવાથી જેટલી મજા આવતી હોય છે એટલા જ એનાથી ગેરફાયદા પણ થતા હોય છે. જો વધુ પ્રમાણમાં ચા પીવામાં આવે તો એનાથી નુકશાન પણ ઘણી જ વધુ માત્રામાં થાય છે. ચા એ એક પ્રકારનું વ્યસન જ છે અને ચ માણસને એક દિવસ પોતાનો આદિ બનાવી નાખે છે. કેટલાક લોકોને એવી ટેવ પણ પડી ગઈ હોય છે કે જો એમને સમયસર ચા ન મળે તો માથું પણ દુઃખવા લાગે છે. તો કેટલાકને લોકોને તો એવી પણ ટેવ હોય છે કે ચા સાથે સુકો નાસ્તો અથવા અન્ય વસ્તુનું પણ સેવન કરવાની ટેવ હોય છે. કેટલાક લોકોને ચા સાથે સિગારેટનું પણ સેવન કરવાની ટેવ હોય છે. પણ આજે અમે તમને એ જણાવશું કે ચા સાથે અમુક ચોક્કસ વસ્તુઓનું સેવન કરવાથી જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે.

કારણકે સિગારેટ પીવાથી આપણા શરીરમાં ઘણી બીમારીઓ પ્રવેશ કરે છે અને એની ક્યારેય કલ્પના પણ કરી શકાય નહીં કારણ કે ચાનું વધારે સેવન કરવાથી ખુબ જ ગંભીર રોગો થઇ શકે છે. ચા પીવામાં સ્વાદિષ્ટ તો ખુબ જ લાગે છે પણ જ્યારે નુકશાન આપણને ઘેરી વળે તો એ ખુબ જ કષ્ટદાયી સાબિત થાય છે. એટલે આખા દિવસમાં બે થી વધારે વખત ચા ન પીવી જોઈએ. તો આજે અમે તમને ચા વિશેના અમુક નુકશાન વિષે માહિતીગાર કરીશું. ચાલો તો જાણી લઇએ.

Advertisements

મોટાભાગે જે લોકો ચા વધુ પીતા હોય છે તો એમને પેશાબ કરવા માટે વધારે જવું પડતું હોય છે અને એનાથી આપણા શરીરમાં જરૂરી એવા પોટેશિયમ, સોડીયમ અને બીજા પણ જરૂરી હોય તેવા મિનરલ્સની ઉણપ ઉભી થાય છે. એના લીધે આપણા શરીરમાંથી ધીમે ધીમે પોષકતત્વ ઓછા થવા લાગે છે અને એનાથી શરીરમાં અશક્તિ આવવા માંડે છે. ચામાં અલ્યુમિનીયમ મળી આવતું હોય છે અને એ આપણા શરીરની ચામડી માટે એકદમ ધીમું ઝેર સાબિત થાય છે. એના લીધે મોઢા ઉપર ખીલ થવા લાગે છે. જો વધારે ચા પીવામાં આવે તો કીડનીને લગતા પણ ઘણા રોગો થવાની શક્યતા રહે છે.

કેટલાકને તો ચા બનાવીને તરત જ પીવાની ટેવ હોય છે. એમને ખુબ જ ગરમ ચા પીવાની ટેવ હોય છે. પરંતુ ક્યારેય પણ ચાને ખુબ જ ગરમ પીવી જોઈએ નહીં કારણકે એમ કરવાથી આપણા મોંથી લઈને પેટને જોડતી બધી જ નળીઓને નુકશાન પહોંચે છે કારણકે જો રોજ વધારે ગરમ ચા પીવામાં આવે તો તેનાથી આપણા શરીરની અંદર રહેલી નળીઓ પાતળી પડે છે અને એ સમય રહેતા ડેમેજ પણ થઇ શકે છે. જો એ નળી ડેમેજ થઇ જાય તો એ વ્યક્તિનું જીવવું પણ મુશ્કેલ થઇ શકે છે.

Advertisements

જેમને ચા સાથે સિગારેટનું સેવન કરવાની ટેવ હોય તો એમના માટે તો આ લેખ ખુબ જ ખાસ છે. કેટલાક લોકો તો વ્યસનના આદિ હોય છે. તમે પણ ઘણીવાર એવા લોકોને જાહેરમાં દેખ્યા હશે કે જેઓ ચા ની સાથે સાથે સિગારેટના ધુમાડા કાઢતા હોય છે. પણ એવી હોંશિયારી તેઓ કરતા હોય છે પણ એમને એ જાણ નથી હોતી કે એમ કરવાથી એમને ખુબ જ ગંભીર કેન્સર થઇ શકે છે.આ ટેવને લીધે કેન્સરની સંભાવના સામાન્ય કરતા લગભગ 30% જેટલી વધી જાય છે કારણકે ચા માં પહેલાથીજ કેફી પદાર્થ રહેલો હોય છે અને ઉપરથી સિગારેટમાં પણ નશીલો પદાર્થ રહેલો હોય છે અને પછી એ શરીરમાં એક સાથે ભેગા થાય છે અને એ ઝેરી પદાર્થમાં પરિવર્તન પામે છે. એના લીધે કેન્સર થવાની શક્યતા વધે છે, એટલા માટે ક્યારેય પણ ચા સાથે સિગારેટ પીવી જોઈએ નહીં.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

કોલગેટથી શરીરના વધારાને વાળને કરી શકાય છે દૂર, જાણો છો કઈ રીતે ?

વેસેલિનનો ઉપયોગ કરશો તો વાળ એટલા વધશે કે વિશ્વાસ જ આવશે નહીં…