તરણેતરનો મેળો

Please log in or register to like posts.
News

ઐતિહાસિક રીતે કહીએ તો, આ તહેવારની પરંપરા 200-250 વર્ષો પહેલા થઇ હોવાનું માનવામાં આવે છે. આમ તો તરણેતર મુખ્યત્વે તેનાં મેળાથી વધારે પ્રખ્યાત છે, જે અહીં આવેલા ખુબ જ પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય છે. આવ્યું હતું, ત્રિનેત્રેશ્વર મહાદેવ, જેનો અર્થ “ત્રણ નજરે ઈશ્વર.” જૂના મંદિર કે તરણેતર માટે વપરાય, પરંતુ હવે આ તહેવાર કેન્દ્રીય બિંદુ છે.
તરણેતર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા ચોટીલા તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે.

સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે ઘણા મેળાઓ યોજાય છે જેવાકે માધવપુરનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, કાલાવડ રણુજાનો મેળો, દાણીધારનો મેળો વગેરે. જેમાં મુખ્ય એવા રામનવમીના દિવસે ભરાતો માધવપુરનો મેળો ભકિત-કીર્તનનો મેળો છે, શિવરાત્રિના દિવસે ભરાતો ભવનાથનો મેળો અલખના આરાધકોનુ મિલન સ્થળ છે જયાં ભારત ભરનાં સાધુ સંતો ભેગા થાય છે. જે ભારતમાં કુંભના મેળા પછી બીજા સ્થાને આવે છે અને ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે. આમ બધી જગ્યાએ યોજતા મેળા પોતાની એક આગવી છાપ ધરાવે છે.
તરણેતરનો મેળો ત્રીજ,ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમા ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહયાનું પુણ્ય માને છે અને આ દિવસેજ ત્રિનેશ્ર્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. આ સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિ છે. જેને આ તરણેતરનાં મેળાએ હજુ સુધી સાચવીને રાખી છે.

ઇતિહાસ
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
અત્યારે પણ સ્વયંવરની પરંપરા જીવંત છે. ભરવાડ અને અન્ય આદિવાસી સમૂહના પુરૂષો અને મહિલાઓ આ મેળા દરમિયાન પોતાના માટે જીવનસાથીની શોધ કરે છે.

પશુ પ્રદર્શન જેવા અન્ય કાર્યક્રમોમાં સામિલ ઓલમ્પિક, બેલગાડી દોડ અને ઘોડા દોડ તરણેતરમાં આયોજીત કરવામાં આવે છે તેની સાથે જ આ પ્રવાસીઓ માટેનું એક આકર્ષણ પણ છે. સ્થાનીય કળા અને શિલ્પ પ્રદર્શિત એક યુગલનું વ્યાપારિક આકર્ષણ છે. પ્રવાસીઓ હુડો અને માલધારી સમુદાયના રાસનૃત્યને શીખવવાનો અવસર પણ આપે છે. પારંપરિક સ્મારકોનું એક સ્થળ પણ જોવા લાયક છે. તરણેતરના મેળાની જગ્યાએ પ્રવાસીઓ માટે ટેંટ અને ઘરોની સુવિધાઓ પણ આપવામાં આવે છે.

ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે તેનો જીર્ણોધાર લખતરનાં રાજવી કરણસિંહજીએ ઈ.સ. ૧૯૦૨ ની સાલમાં ઓગસ્ટ મહિનામાં તેમના પુત્રી કરણબાનાં સ્મરણાર્થે કરાવ્યો હતો. મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે.
મંદીરની સામેની બાજુએ તળાવ છે, જે ચોમાસા દરમિયાન આખુ પાણીથી ભરાય જાય ત્યારે ચોતરફ હરિયાળી ખીલી ઊઠે છે અને તરણેતર મંદીરની શોભામાં ચાર ચાંદ લાગી જાય છે. તરણેતરનાં આ મંદીરમાં બે શિવલીંગ સ્થાપિત છે. જે જાણકારોના કહેવા મુજબ મોટું શિવલીંગ પ્રાચીન છે અને તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ મંદીરનો જીર્ણોધાર કર્યો ત્યારે થઇ છે. આ મંદીરની કોતવણી અને શિલ્પ અદભુત, મોહક અને મનોહર છે. મંદીરની બાજુમાં ત્રણ કુંડ આવેલાં છે જે વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ તરીકે ઓળખાય છે.
આ મંદીરની બાંધણી ખુબજ જુની હોવાથી અને શિલ્પકલાનો વારસો સચવાયેલ હોવાથી આ મંદીર પુરાતત્વ ખાતા હસ્તક લેવાયલ છે.

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.