દારુ પીતી વખતે રાખવા ની સાવધાની

Please log in or register to like posts.
News

દારુ પીતી વખતે રાખવા ની સાવધાની

૧) બુટલેગર ને જ્યાં પીવા બેસવા ના હોઈ ત્યાં સુધી ની જગ્યા બતાવવી નહી…

૨) પીવા બેસો ત્યારે બારી દરવાજા બંધ કરી શાંતિ થી આજુ બાજુના રહેવાશીઓને ખલેલ ના પડે તેમ પી લેવું….

૩) બે પેગ પીધા પછી ચકલી થઇ ને બીજા નાં ચાર પેગ ની ઝ્ધી નાખે એવી ચકલીયું ને ભેગી પીવા બેસાડવી નહી….

૪) ખોટી ઝાઝી ઝફા ભેગી કરી ને ગોકીરો કરવો નહિ અને ઝાઝી ઝફા ભેગી કરવી હોઈ તો પુરતો માલ લઇ ને બેસવું….

૫)  પાર્ટી માં ગયા હોઈ ત્યારે ઘરે પણ બે-ત્રણ પેગ રાખવા, માલ ની લુંટફાટ માં ક્વોટા પૂરો નાં થાય તો અર્ધી રાતે માલ ગોતવા નીકળવું નહિ પડે…..

૬) મિત્રો ની પાર્ટી માં ભેગી ગલફ્રેન્ડને રાખવી નહિ, કોઈક વળી  નશા માં સાથળે ચિંટીયો ભરી લે તો બીજા ડખા ચાલુ થઇ જાશે …..

૭) ઘરે ઘરવાળી ને ચોખ્ખું કહીને આવવું કે આટલા વાગે આવીશ એટલે ઘડી ઘડી ફોન કરી પૂછ પૂછ ના કરે…..

૮) ત્રણ પેગ પીધા પછી જુના ઉઘરાણી ના હિસાબ એક બીજા પાસે ઉખેડવા નહિ …..

૯) નોનવેજ ખાતા હોય એમણે વેળાસર મંગાવી ને રાખવું, રાતે બે ત્રણ વાગે લારીઓ પર ભટકવું નહિ…..

૧૦) ઘુઘરો થઇ ગયા પછી તું મેરા ભાઈ હે તું મેરા ભાઈ હે કરીને ધરાર પીવરાવી બીજા ને ઘુઘરા કરવા નહિ….

૧૧) પાર્ટી સોલ્જરી માં હોય તો પહેલેથી જ પૈસા ઉઘરાવી લેવા…..

૧૨) હું પીશ નહિ ખાલી બાયેટીંગ ખાઇશ એવા મફતીયા ને આપડા પીધા પછી ના સિક્રેટ સાંભળવા માં રસ હોય એટલે એમને બેસાડવા નહિ…..

૧૩)  ભૂતકાળ માં છોડી ગયેલ પ્રેમિકા ને યાદ કરી દુ:ખી થવાને બદલે ફોન માં બે ચાર ગાળો કાઢી હૈયા વરાળ ટાઢી કરી લેવી….

૧૪) હંમેશા જીન્સ ના પેન્ટ પહેેરી ને જ પીવા જાવું, જેથી ધોકા ખાવા સમયે થોડો માર ઓછો લાગે……

૧૫) ચોકીદાર અથવા બરફ-પાણી લઇ આવવા વારા ને પણ બે પેગ દઈ દેવા એટલે ભડવાઈ થાવા ની શક્યતા ૫૦% ઓછી થઇ જાય…..

૧૬) લાસ્ટ બટ નોટ લીસ્ટ………. ઘુઘરો થયા પછી ફેસબુક માં સંકુચિત માનસિકતા ધરાવતી બાયું ના ઈનબોક્સ માં જઈ ને હાય જાનું‘, ‘હાય બેબી‘, ‘મિસ્સ યુ  એવા મેસેજ કરવા નહિ કારણ કે સવારે તમે ઉઠશો એ પહેલા ગામ આખા માં તમારા સ્ક્રીનશોટ ફરતા હોઈ સકે છે.

ધ્યાને લેજો ભાઇ…

દારુ પીવું એ શરીર માટે હાનિકારક છે. આ પોસ્ટને મજાક માં લેવા વિનંતી

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.