શરીરમાં હોય છે આવું ‘અલાર્મ’, આપે છે બીમારીનું એલર્ટ

Please log in or register to like posts.
News

બીમારી સામે એલર્ટ

જો તમને કોઈ બીમારી હોય કે કોઈ ઇન્ફેક્શન થયું હોય તો તમારા શરીરની ઇમ્યુન સિસ્ટમ (રોગપ્રતિકારક પ્રણાલી) તેની સામે લડીને તેને મટાડી દે છે, પરંતુ સવાલ એ છે કે શરીરની ઇમ્યુન સિસ્ટમને આખરે કેવી રીતે ખબર પડે છે કે, કોઈ ઇન્ફેક્શન એટેક કરી રહ્યું છે.

સતર્ક થઈ જાય છે ઇમ્યુન સિસ્ટમ

વિજ્ઞાનીઓનું કહેવું છે કે, એક ‘અલાર્મ’ વાગ્યા બાદ ઇમ્યુન સિસ્ટમ સતર્ક થઈ જાય છે કે, કોઈ વાઇરસે શરીરમાં હુમલો કર્યો છે.

શું છે આ ‘અલાર્મ’?

શરીરમાં રહેલા સફેદ રક્તકણ એ ડીએનએનું જાળ રિલીઝ કરે છે, જે અલાર્મ તરીકે કામ કરે છે. સફેદ રક્તકણ દ્વારા રિલીઝ થતા ડીએનએ વેબ આસપાસ રહેલી બાકીની સફેદ કોશિકાઓને સંદેશ પહોંચાડી દે છે કે, બોડી પર વાઇરસનો હુમલો થયો છે. આ સફેદ કોશિકાઓ ‘interferon type 1’ નામનું તત્ત્વ રિલીઝ કરે છે, જે ઇમ્યુન સિસ્ટમને બેક્ટેરિયા કે વાઇરસ સામે લડવામાં મદદ કરે છે.

DNA વેબ બેક્ટેરિયા સામે લડે છે

રિસર્ચર્સ કહે છે કે, આ ખાસ પ્રકારના ડીએનએ વેબ થોડીક જ મિનિટમાં રિલીઝ થઈ જાય છે. એટલું જ નહિ, તે લાંબો સમય સુધી મિશ્ર થયા વિના લોહીમાં રહી શકે છે અને બેક્ટેરિયા સામે લડી શકે છે. રિસર્ચર્સનું માનવું છે કે, આવનારા સમયમાં DNA વેબમાં ફેરફાર કરીને બીમારી વિશે પણ જાણકારી મેળવવામાં આવશે.

Source: IamGujarat

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.