સૂર્યની પહેલી કિરણ પડતા જ સર્જાય છે જન્નત જેવું દૃશ્ય

Please log in or register to like posts.
News

મસ્જિદનું નિર્માણ કજરના શાસકોમાંથી એક મિર્જા હસન અલીના આદેશ પર 1876માં શરૂ કરવામાં આવ્યું હતું

ઈરાનના શિરાજ શહેરમાં સ્થિત આ મસ્જિદનું નામ નસિર-અલ-મુલ્ક છે. મસ્જિદનું નિર્માણ કજરના શાસકોમાંથી એક મિર્જા હસન અલીના આદેશ પર 1876માં શરૂ કરવામાં આવ્યું હતું, જે 12 વર્ષ પછી વર્ષ 1888માં બનીને તૈયાર થઈ. આ મસ્જિદમાં ગુલાબી રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી જ તેને ગુલાબી મસ્જિદના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ મસ્જિદ પોતાની કારીગરી, ચિત્રકારી અને વાસ્તુશિલ્પ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. બહારથી જોવા પર તો આ મસ્જિદ એક સાધારણ મસ્જિદ જેવી જ દેખાઈ દે છે, પરંતુ આ મસ્જિદના વાસ્તુકારોએ તેને એ રીતે બનાવી છે કે જેમ સૂર્યોદય થાય અને સૂરજની કિરણો તેની પર પડે ત્યારે અંદર જન્નત જેવો દૃશ્ય ઉત્પન્ન થઈ જાય છે.

એક એવો જ દૃશ્ય જેને શબ્દોમાં પ્રકટ કરવું શક્ય નથી, જેની ભવ્યતાને માત્ર જોઈને જ મહેસુસ કરી શકાય છે.

એક એવો દૃશ્ય જ્યાં તમે કેટલાય નાસ્તિક કેમ ન હોવ, તમારા હાથ પોતાની મેળે ખુદાની ઇબાદતમાં ઊઠી જાય છે.

આવું એટલા માટે થાય છે કારણ કે આ મસ્જિદની સામેવાળા ભાગમાં રંગીન કાંચની કામગીરી કરવામાં આવી છે. જ્યારે ઉગતા સૂર્યની કિરણો આ કાંચને પાર કરી અંદર મસ્જિદના ફર્શમાં પથરાયેલા પર્શિયન કાર્પેટ પર પડતી હોય છે તો મસ્જિદની અંદર તિલિસ્મ જેવું ઉત્પન્ન થાય છે. આ દૃશ્ય મસ્જિદમાં સવારના થોડા કલાકો જ રહે છે.

આ મસ્જિદની એક અન્ય ખાસિયત તેની દીવાલો, ગુંબજ અને છત પર થયેલી રંગીન ચિત્રકારી છે, જેમાં ગુલાબી રંગનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તેને ગુલાબી મસ્જિદ પણ કહેવામાં આવે છે. મસ્જિદની ડિઝાઇન મોહમ્મદ હસન એ મિમાર અને મોહમ્મદ રજાએ બનાવી હતી.

Souce: Divyabhaskar

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.