સુરતી ઊંધીયુ

Please log in or register to like posts.
News

શિયાળો આવે એટલે ગરમાગરમ અને ચટપટી વાનગીઓની પાર્ટીઓ શરૂ થઈ જાય. ઉત્તર ગુજરાતમાં જાઓ તો ખેતરો કે પાર્ટી પ્લોટ્સમાં તુવેરન ટોઠા સાથે જલેબી કે લીલી હળદરના શાક સાથે બાજરીના રોટલાની પાર્ટીઓ વારંવાર યોજાતી જ હોય છે. તો કાઠિયાવાડમાં જાઓ તો તાવો ચાપડીની પાર્ટીઓ યોજાય. સુરતમાં તો સુરતી ઊંધીયાની પાર્ટીઓ ના જોવા મળે તો જ નવાઇ તો વળી ગરમાગરમ દાળબાટીની પાર્ટીઓ યોજાતી જ હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આ બધી ચટપટી અને સાથે-સાથે હેલ્ધી વાનગીઓની રેસિપિ. તમે પણ બનાવો હાઉસપાર્ટી માટે.

સામગ્રી:

 • 250 ગ્રામ છોલેલું સૂરણ
 • બે કાચાં કેળાં
 • 1/2 કપ લીલુ લસણ
 • 1/2 કપ છોલેલા વટાણા
 • 3/4 કપ છીણેલુ નારિયેળ
 • 300 ગ્રામ નસ કાડેલી સૂરતી પાપડી
 • 4 કપ તાજી કાપેલી લીલી કોથમીઅ’
 • 2 મોટા ચમચા આદુ-લીલાં મરચાંની પેસ્ટ
 • એક ચપટી બેકિંગ પાવડર
 • 8 નાનાં-નાનાં છોલેલાં બટાકાં
 • 6 નાના ભટા કે રીંગણ
 • મીઠ્ઠું, સ્વાદ અનુસાર
 • બે નાના ચમચા ધાણાજીરૂ

મુઠિયાં બનાવવાની સામગ્રી:

 • 1/2 કપ લોટ
 • 1/2 કપ ચણાનો લોટ
 • એક કપ કાપેલી તાજી મેથી
 • મીઠ્ઠુ, સ્વાદ અનુસાર
 • નાની અડધી ચમચી અજમો
 • નાની પા ચમચી હળદર
 • એક નાની ચમચી લાલ મરચું
 • એક નાની ચમચી આદુ, લસણ અને લીલાં મરચાંની પેસ્ટ
 • બે ટેબલ સ્પૂન તેલ અને તળવા માટે બીજુ અલગ તેલ
 • બે ટેબલ સ્પૂન દહીં, અને ઈચ્છા મુજબ થોડી વધઘટ થઈ શકે છે.

રીત:

મુઠિયાં બનાવવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ અને ચણાનો લોટ લો. તેમાં મેથી, મીઠ્ઠું, અજમો, હળદર, લાલ મરચું, આદુ-મરચાની પેસ્ટ, બે નાની ચમચી તેલ, દહીં અને જરૂર મુજબ પાણી નાખી એકદમ કડક લોટ બાંધો. હવે તેમાંથી એકસરખા માપના લૂવા બનાવી આંગળી જેવોપ શેપ આપો.

હવે એક કડાઇમાં જરૂર મુજબ તેલ લઈ આ બધાં જ મુઠિયાં સોનેરી થાય ત્યાં સુધી તળી લો. મુઠિયાંને તેલમાંથી કાડી અવઝોર્વેટ પેપર પર મૂકો. હવે કાચાં કેળાંને છોલી મોટા મોટા ટુકડા કરી એક બાઉલમાં લો.

હવે લીલા લસણને જીણુ સમારી દો. અને લીલા વટાણા અને નારિયેરને પણ થોડું પીસી દો. બીજા એક બાઉલમાં સૂરતી પાપડી અને તેના દાણા લો. તેમાં થોડુ નારિયેળ અને લીલા વટાણાનું મિશ્રણ નાખો. વધેલું નારિયેળ લીલી કોથમીર અને લસણમાં મિક્સ કરી દો. તેમાં આદુ મરચાંની પેસ્ટ અને ચપટી સોડા નાખી મિક્સ કરો.

હવે ગરમ તેલમાંથી ચાર મોટા ચમચા નોન સ્ટિક પેનમાં લો. તેમાં અજમો નાખો અને અજમાનો રંગ બદલાવા લાગે એટલે તેમાં બે કપ પાણી નાખી ઉકળવા દો. સૂરણને કાચાં કેળાં સાથે મિક્સ કરી દો. હવે તેમાં નાનાં-નાં રીંગણ-બટાકાં મિક્સ કરો.

તેમાં થોડું નારિયેળ અને લીલું લસણ મિક્સ કરો. વધેલુ નારિયેળ વટાણાના મિશ્રણમાં મિક્સ કરી દો અને તેમાં મીઠ્ઠુ નાખી મિક્સ કરી દો. હવે વધેલુ નારિયેળ, લીલુ લસણ, ધાણાજીરૂ, મીઠ્ઠું અને સુરતી પાપડી મિક્સ કરી પેનમાં ફેલાવી દો.

હવે ઉપર બાકી વધેલાં શાક પાથરી દો. વચ્ચે થોડાં મુઢિયાં પણ નાખતાં જાવ. હવે ઢાંકીને બધાં શાક ચડી જાય ત્યાં સુધી પાકવા દો. હવે ગરમ-ગરમ ઊંધીયાની મજા લૂંટો રોટલા સાથે.

આપ આ વાનગી Whatsapp અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.