આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઉગ્રવાદીઓ ના કેમ્પ પર ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક. ક્લિક કરી વાંચો

Please log in or register to like posts.
News

ભારતીય સેનાએ સરહદ પર, એટ્લે કે બુધવાર તા. 27-09-17, એકવાર ફરીથી સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી કરી છે. આજે સવારે લગભગ પોણા પાંચ વાગ્યાની આસપાસ નાગા ઉગ્રવાદીઓના કેમ્પ પર આ કાર્યવાહી કરવામાં આવી. કહેવાય છે કે મ્યાન્માર સરહદ પર લાંખ્લુ ગામમાં ભારતીય સેનાએ સ્ટ્રાઈક કરી હતી. જોકે, સેનાનું કહેવું છે કે, તેણે બોર્ડર ક્રોસ કર્યા વગર આ ઓપરેશનને અંજામ આપ્યો છે.

ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંહ એ વાતચીત દરમિયાન કહ્યુ કે ” આ સેનાની સામાન્ય કાર્યવાહી જ છે ભારતની સરહદ માં જ ઓપેરશન કર્યું હોવાથી તેને સર્જીકલ સ્ટ્રાઈક કરી છે એવું કહી શકાય નહીં.” અને સાથે સાથે મ્યાનમાર ભારતનો મિત્ર દેશ છે, ભારત અને મ્યાનમાર નાં સંબંધો ઘણાં સારા થઈ ગયા છે આજકાલ, એટ્લે આ કાર્યવાહી ને સર્જીકલ સ્ટ્રાઈકનું નામ આપવાને બદલે ઉગ્રવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. એવું કહ્યુ હતુ.આ કાર્યવાહીમાં નાગા ઉગ્રવાદીઓને ખુબ નુકસાન પહોંચ્યુંછે. ભારતીય સેનાના ઈસ્ટર્ન કમાન્ડ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલા 28-29 સપ્ટેમ્બરની રાતે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, જેમાં આતંકીઓના અનેક લોન્ચિંગ પેડ તબાહ કરી દેવાયા હતા. જોકે, મ્યાનમારમાં કરાયેલા ઓપરેશન અંગે સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક શબ્દનો ઉપયોગ નથી કર્યો. પરંતુ એ જરુર કહ્યું છે કે, આ ઓપરેશનમાં અનેક ઉગ્રવાદીઓ માર્યા ગયા છે. અને તેનાં કેમ્પ અને માલ મિલકત ને તબાહ કરી દેવાયા છે.

મળતી માહિતી મુજબ આ કાર્યવાહીમાં સેનાનો કોઈ જવાન ઘાયલ થયો નથી. સેનાનું આ ઓપરેશન આસામ-નાગાલેન્ડ સરહદ પાસે થયું. સેનાએ વહેલી સવારે ઓપરેશન શરૂ કર્યું અને લાંખ્લુ ગામ પાસે ઘૂસીને નાગા ઉગ્રવાદીઓ પર હુમલો કરાયો હતો. આ જગ્યા ભારત-મ્યાન્માર બોર્ડરથી લગભગ 10 થી 15 કિમી દૂર છે. હુમલામાં NSCN(K) કેડરના ઉગ્રવાદીઓને ખુબ નુકસાન પહોંચ્યુ હોવાના અહેવાલો છે. અનેક ઉગ્રાવાદીઓનો ખાત્માની પણ પૂરેપૂરી શક્યતા છે.

ખરેખર, આપડે બધાં અહિયાં નવરાત્રિ માં આરામ થી ગરબા રમી શકીયે અને મોડી રાત સુધી બિન્દાસ ફરી શકીયે એ માટે સેના આખી રાત જાગે છે. ધન્ય છે મારા ભારતના ભડવીર ને, ધન્ય છે મારા સેનાં નાં ભાઇઓ ને, ધન્ય છે.
મારા વિરલાઓ ને લાખ લાખ સલામ.

જો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો ગર્વ થી શેર કરવામાં વિચારશો નહીં. આપણા રક્ષકો ની વાત બધા ને જણાવી ને ગર્વ લેજો. PROUD INDIAN.
જય હિંદ.

સંકલન. // પ્રતિક એચ. જાની.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.