કરોડપતિ પિતાની પુત્રી રસ્તા પર રોજ સાંજે વેંચે છે પાણીપુરી, કારણ જાણી થશે આશ્ચર્ય

Please log in or register to like posts.
News

સુરત શહેરના પાલ વિસ્તારની ગણતરી પોશ એરિયા તરીકે કરવામાં આવે છે. અહીના વીઆઇપી રોડ એટલે કે ગૌરવપથના એક ખૂણામાં રોજ સવારે દસ વાગ્યે એક કાર આવીને ઊભી રહે છે અને તેમાંથી જીન્સ અને ટીશર્ટ પહેરીને એક યુવતી નીચે ઊતરે છે. આ દ્રશ્ય જોનારાઆેને પહેલી નજરે તો એવું જ લાગે છે કે આ યુવતી અહી કોઇ શોપિંગ કરવા માટે આવી હશે પરંતુ બીજી જ મિનિટે આ યુવતી કારની ડીકી ખોલીને એમાંથી સામાન કાઢે છે અને ત્યાં રસ્તા પર જ સ્ટોલ લગાડવાની શરૃઆત કરે છે, તેની પાછળ જ એક બીજી લક્ઝુરિયસ કાર આવે છે અને તેમાંથી ઊતરેલો યુવાન પણ સ્ટોલ લગાડવામાં મદદ કરે છે અને બંને પાણીપુરી વેચવામાં લાગી જાય છે.

સામાન્ય રીતે લક્ઝુરિયસ કારમાંથી ઊતરીને નાસ્તો કરવા માટે જાય છે પરંતુ અહી તો તેઆે રસ્તા પર સ્ટોલ લગાડીને પાંચ રૃપિયાની ચા અને વીસ રૃપિયાનો નાસ્તો વેચે છે. આ કામ કરનારી યુવતીનું નામ રિદ્ધિ પટેલ છે અને તે મૂળ રાજકોટની છે. બિલ્ડરના પરિવારમાંથી આવતી રિદ્ધિ કહે છે કે, તે કોઇ પિબ્લસિટી કે બિઝનેશ મેનેજમેન્ટના કોર્સના એસાઇન્મેન્ટના ભાગરૃપે આ કામ નથી કરતી પરંતુ એટલા માટે કરે છે કે, તે પેટલવર્સ છે. તેના જ ગ્રૂપમાં તેની સાથે જ કામ કરતાં રાહુલ પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ગ્રૂપના આઠ મેમ્બર્સ છે અને તમામ ભાવનગર, અમરેલી કે રાજકોટના મૂળ નિવાસી છે. તમામનો પરિવાર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો છે. ઊંચી ડિગ્રી હોવા છતાં તેઆે રસ્તા પર પાણીપુરી વેચે છે અને તેમાંથી જે નફો થાય છે તેમાંથી બિસ્કિટ, દૂધ કે આઇસક્રીમ ખરીદીને કૂતરાઆેને ખવડાવે છે.

હાલમાં પાલ વિસ્તારમાં જ તેઆે 30 થી 35 ટકા જેટલા ડોગ્સને આ આવકમાંથી ખવડાવે છે. પરિવારની પૂરી આેળખ આપવાની ના પાડીને તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમના પરિવારજનોને આ રીતે રસ્તા પર ફૂડ વેચવાનું કામ પસંદ નથી એટલે તેમના ગ્રૂપના આઠમાંથી બે જ સભ્ય હવે સ્ટોલ પર ઊભા રહે છે, જ્યારે બાકીના સભ્યો પાણી પૂરી અથવા તો ચાનું મટિરિયલ્સ તૈયાર કરવાનું અને ડોગ્સને ફૂડ પહાેંચાડવાનું કામ કરે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Comments

comments

Reactions

1
1
0
0
0
0
Already reacted for this post.