in , , ,

સફળ માણસો ક્યારેય આ 4 ભૂલ નથી કરતા. ભાગ-2

જો પેહલો અંક વાંચવાનો બાકી હોય તો અહીંયા ક્લીક કરો – અંક 1

ગયા લેખ માં આપણે જોયું કે સફળ માણસો કઈ ભૂલ નથી કરતા. આજ ના લેખ માં આપણે એવીજ બીજી 2 ભૂલો પર નજર કરીશું. તો ચાલો, કઈ છે તે 2 ભૂલો…

તમને જો આ લેખ ગમ્યો હોય તો મને અચૂક જણાવજો જેથી મને આવા લેખ લખવા ની પ્રેરણા મળતી રહે. તમે મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 ફોલ્લૉ કરી શકો છો. અને તમારા પ્રતિભાવ મને મોકલી શકો.

3. શરીર ની ઉપેક્ષા:-

અમુકલોકો એવા હોય છે કે જેઓ શારીરિક રીતે ફિટ નથી હોતા અને તેથી જ તેમને રોગ થવા ની સંભાવના વધી જતી હોય છે. તેથી એક વાત ખાસ અગત્ય ની છે કે, તમે પોતે શરીર ને ફિટ રાખો. કસરત,રમત, ઍરોબિકસ, જીમ, યોગ અથવા પ્રાણાયામ કરીને ફિટ રહો.

કારણ કે આપણા ગુજરાતી માં એક કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” તેથી જ તમારે શરીર ના સ્વાસ્થ્ય અને આરોગ્ય નું ધ્યાન રાખવા નું છે.

તમે તમારા શરીર નો ભોગ આપીને સફળતા મેળવશો અને અંતે તમે એને માણવા જેવા પણ નહીં હોવ તો તે શું કામ નું? તમે મહેનત કરી 56 ભોગ જેટલું ભોજન લેવા મંડ્યા, પણ તમારી પાચન શક્તિ જ નહિ હોય તો..?? તમે બધી જ સવલતો ઉભી કરી અને છેવટે તમે પથારીવશ થઇ ગયા, તો???

4. સમય નો બગાડ:-

નાની નાની વાતો માં સમય નો બગાડ કરવો એ એક સામાન્ય માણસ નું લક્ષણ છે. સફળ લોકો આવું નથી કરતા. તેઓ પોતાના સમય નો પુરેપુરો ઉપયોગ કરે છે.

તેઓ માત્ર પોતાનું કામ જ નથી કરતા પરંતુ લોકો ને પણ તેટલો જ સહયોગ આપે છે. સામાજિક પ્રસંગો માં જાય છે અને ભાઈબંધો ને મળે છે પણ બધું જ માપસર.

તેઓ ટીવી અને મોબાઈલ નો પણ પોતાના કામ માટે ઉપયોગ કરે છે. પણ પોતાના આત્મ નિયંત્રણ માં તેમનો ઉપયોગ હોય છે.

તો આ હતી આ ચાર સામાન્ય ભૂલો… લેખ કેવો લાગ્યો એ કહેવા નું ના ભૂલતા…

ટિપ્પણી

ઉંમર સિત્તેરની જુસ્સો સત્તરનો

અર્જુન ને ધનુષવિદ્યા પર એટલો ગર્વ હતો કે આપી દીધી હતી હનુમાનજી ને ચુનૌતી, જાણો પછી શુ થયું