in , , ,

સફળ માણસો ક્યારેય આ 4 ભૂલ નથી કરતા. ભાગ-1

 

 

ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે અમુક ભૂલો કરી બેસીએ છીએ. અને તેના લીધે આપણા વ્યક્તિત્વ પર અને કારકિર્દી પર અસર થતી હોય છે. તો આજ ના લેખ માં એવી જ કેટલીક  સામાન્ય ભૂલો વિશે કહીશ. આ લેખ માં 2 જ ભૂલો બતાવી છે. બાકી ની 2 ભૂલો તમને 2nd લેખ માં મળશે.

 

તમને જો આ લેખ ગમ્યો હોય તો મને અચૂક જણાવજો જેથી મને આવા લેખ લખવા ની પ્રેરણા મળતી રહે. તમે મને ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 ફોલ્લૉ કરી શકો છો. અને તમારા પ્રતિભાવ મને મોકલી શકો.

 

1. વાદ-વિવાદ થી બચો:-

અમુક વાર આપણે આપણા મિત્રમંડળ/સગા વહાલા જોડે બિનજરૂરી વાદવિવાદ માં જતા રહીએ છે. જેમ કે BJP/કોંગ્રેસ ને કેટલી સીટો આવશે વગેરે…. તો આવી સ્થિતિ માં તમારું ચૂપ રેહવું વધારે હિતાવહ છે. કારણ કે બોલવા થી કઈ ફાયદો નહિ થાય, પરંતુ અમુક જણા ના મન મેં તમારી ખોટી ઇમ્પ્રેસન જવા ની સંભવ છે તેથી તમને નુકસાન થશે.

જો કઈ એવો વિવાદ હોય કે જેમાં તમને ફાયદો થવા નો હોય તો જ તમે એ વિવાદ માં પડો. અન્યથા એવું થશે કે તમારી લોકો ના મન માં છાપ સારી નહિ પડે અને તમારી અમૂલ્ય શક્તિ સૌ ક્ષુલ્લક વાતો માં વેડફી નાખશો.

2.ગધ્ધા-મજૂરી બંધ કરો:-

ઘણી વખત લોકો માનતા હોય છે કે, બસ તનતોડ મહેનત કરો એટલે જ સફળતા મળે. પણ ના, ખરેખર એવું નથી હોતું.

એક વખત ગુરુ પાસે એક શિષ્ય આવ્યો. તેને પૂછ્યું કે,” મારે પંડિત થવું હોય તો કેટલો સમય લાગે?” તો ગુરુ  એ જવાબ આપ્યો કે, “5 વર્ષ.” અને પછી શિષ્ય એ પૂછ્યું,”જો હું રાતદિવસ ખુબ જ મેહનત કરું તો?” ગુરુ એ કીધું,”10 વર્ષ. કારણ કે તું જેટલી મેહનત કરીશ તેટલો જ થાક વધારે લાગશે અને તું કામ પણ ના કરી શકે.”

તેથી જ હવે સ્માર્ટ વર્ક કરો, હાર્ડ વર્ક નહિ. તમારે ક્યાં કેટલી મહેનત ની જરૂર છે? તેનો હિસાબ રાખો.

વધુ આવતા અંકે…

ટિપ્પણી

શાસ્ત્રો મુજબ આ ચાર લોકો જીવનમાં ક્યારેય અમીર નથી બની સકતા

ઉંમર સિત્તેરની જુસ્સો સત્તરનો