in

‘લોકો મારા વિષે શું વિચારશે?’ – આ ચિંતા કેમ દૂર કરવી?

આ દુનિયા માં દરેક જણા ને લોકો પ્રેમ કરે અને સમ્માન આપે એ ગમતું જ હોય છે. પણ મોટા  ભાગ ના લોકો માં એક લઘુતા ગ્રંથિ જોવા મળે કે, હું આમ કરીશ તો લોકો મારા વિષે શું વિચારશે? તો આજ નો લેખ આ પ્રશ્ન માટે જ છે.

હું એમ નથી કહેતો કે આ તમારા માટે સારું નથી, પણ એક હદ કરતા વધારે લોકો ના દ્રષ્ટિકોણ થી વિચારવું એ તમને વૈચારિક રીતે એક ચોકઠાં માં પુરી દે છે. ચાલો, તો આજે હું તમને એવા 3 ઉપાયો કહું છું જેથી તમે આ સમસ્યા માં થી છૂટકો મળી શકે.

1. એક હકીકત ને ક્લીયર રાખો:-

દરેક જણા પોતાના જિંદગી ના કામ અને લક્ષ્ય માં વ્યસ્ત હોય છે. બધા પોતાની જિંદગી માં વ્યસ્ત જ હોય છે. તમારા વિષે વિચારવા નો કોઈ ને સમય નથી. તેથી તમારે એક હકીકત ને સમજી ને ક્લીયર કરી દેવા ની જરૂર છે કે, “બીજા કઈ પણ વિચારે, એ મારા કામ નું નથી.”

તમે જો મોટા વ્યક્તિઓ ના જીવન ચરિત્ર નું વાંચન કરશો તો તમને ખબર પડશે કે તેમણે ક્યારેય કોઈ શું કહે છે તેની દરકાર નહતી કરી. સારા સૂચનો કે ટીકા ને સ્વીકારી અને તેની પોતાના માં સુધારણા કરી.

2. વધુ વિચારવા નું બંધ કરો:-

કોઈ તમારે સામે જોઈને હસતું હોય અને તમે વિચારો કે તે કેમ હશે છે? તેને મારા માં કૈંક વિચિત્ર લાગ્યું? તે બધું વિચારવા નું બંધ કરો. કારણ કે તેના થી તમને કઈ જ ફાયદો નથી થવા નો… વિચારવું સારું છે, પરંતુ વધુ પડતું વિચારવા નું ખોટું છે. કારણ કે તેના થી તમારો આત્મવિશ્વાસ ઘટી જશે. તેથી તમે નેગેટિવિટી દૂર કરી ને પોઝિટિવ થઇ જાવ.

3. ભૂલ વિષે ચિંતા ન કરો:-

દુનિયા માં કોણ એવું છે કે જેને ભૂલ નથી કરી? અર્થાત દરેક એ ભૂલ કરી જ છે. ભૂલો માં થી હમેશ કઇંક શીખવા નું હોય છે. તેથી આપણે પણ આપણી ભૂલો માં થી શીખવું જ જોઈએ પરંતુ તેની ચિંતા કરવી બંધ કરવી જોઈએ. તમારી ભૂલો તમને હકીકત નો અરીસો બતાવે છે, જે તમારે જોવો જ રહ્યો. જો તમે ભૂલો વિષે જ હંમેશ માટે ચિંતા કરતા રહેશો તો પછી તમે આગળ કશું કરી જ નહીં શકો…

તો આ હતો આજ નો લેખ… લેખ કેવો લાગ્યો તે જણાવા માટે કોમેન્ટ જરૂર કરો.

ટિપ્પણી

સળંગ 15 દિવસ ખાઓ મીઠા લીમડાના પાન , જે ચેન્જીસ આવશે તમારા શરીરમાં , જાણીને ચોંકી જાશો

વરરાજાએ કર્યો દહેજનો અસ્વીકાર, લીધો ફક્ત 1 રૂપિયો ,કીધું કે તમારી દીકરી એજ કિંમતી સંપત્તિ છે