in

પત્ની જોડે છૂટાછેડા લેવા માંગતો હતો આ એક વેપારી, પૈસાની અછત પડતાં કરવા લાગ્યો આ કામ

પત્ની જોડે છૂટાછેડાનો કેસ લડવા નાણાંની જરૂરિયાત હોય ચેઇન સ્નેચિંગના રવાડે ચઢનાર બેલ્ટના વેપારીને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં ૩ ગુનાના ભેદ ઉકેલ કરી ગયા હતા.

પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર સુરત ક્રાઇમ બ્રાંચની ટીમ પીઆઇ જી.પી.પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ ત્રિવેદીની સ્ક્વોડના પોલીસ કર્મીઓ મોહબ્બતસિંહ અને જીગ્નેશ બાબુભાઇને મળેલી બાતમીને આધારે વોચ ગોઠવી પાંડેસરા, વેલકમ પાન સેન્ટર પાસેથી સમીર છોટુભાઇ ભાઇદાણી (ઉ.વ.27. રહે- દમયંતી ટેરેસ, કરીમાબાદ સોસાયટી, ઘોદડોદ રોડ)ને સોનાની બે ચેઇન, મંગળસૂત્ર તથા બાઇક મળી 2.21 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો.

Advertisements

પોલીસની આ પૂછપરછમાં ઉમરાના ૩ ચેઇન સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલાય ગયા હતા. પોલીસના કહ્યા પ્રમાણે સમીર ભઇદાણી ટોપી અને બેલ્ટનો વેપાર કરે છે. ધંધામાં નુકશાન થવા સાથે પત્ની સાથે પણ છૂટાછેડાનો કેસ ચાલતો હોય નાણાંની જરૂરિયાત ઉભી થઇ હતી. છૂટાછેડાનો કેસ લડવા વકીલની ફીના પણ ફાંફાં હોય સ્નેચિંગના રવાડે ચઢી ગયો હતો. જૂની બાઇક સસ્તા ભાવે ખરીદ્યા બાદ તે સાગરિતો ચીનો અને બંગાળી સાથે ચેઇન સ્નેચિંગ કરવા જતો હતો.

ચોરી કર્યા પછી તેઓ છૂટ્ટા પડી જતા હતા અને પછી રાત્રે ફરી ભેગા થઇ શિકાર કરવા નીકળી પડતા હતા. સમીર અગાઉ ચેઇન સ્નેચિંગ તથા પ્રોહિબિશનના 12 ગુનામાં પકડાઇ ચૂક્યો છે. તેને પાસા થવા સાથે તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements

ટિપ્પણી
Advertisements

IPL ના ક્રિકેટર પર જાતીય ટિપ્પણી કરનારને મળી એકદમ મોટી સજા, બે વર્ષ સુધી નહીં કરે આ કામ…

બિગ બીની ડાબી આંખ ફફડી, હોસ્પિટલમાં બતાવી પાછા ફરતા માતાનો પાલવ યાદ કરતા કહ્યું કે…..