in ,

ભૂખ્યો તંબુમાં રહ્યો, પકોડી પણ વેચી, પરંતુ હવે 17 વર્ષની ઉંમરમાં તો આ બેટ્સમેને મચાવી દીધી છે ધમાલ

ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ(Yashasvi Jaiswal)ની પહેલી સદી અને આદિત્ય તારેની સાથે પહેલી વિકેટ માટે 152 રનની ભાગીદારીના દમ પર મુંબઇએ વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)ના ગ્રુપ એ ની મેચમાં ગોવાને 130 રનથી હરાવી દીધું. મુંબઇએ 50 ઓવરમાં ચાર વિકેટ પર 362 રનનો મોટો સ્કોર બનાવ્યો એ પછી ગોવાની ઇનિંગ્સ તો 48.1 ઓવરમાં 232 રન પર સમેટાઈ ગઈ. 17 વર્ષના જયસ્વાલની ક્રિકેટમાં આ ફક્ત બીજી જ મેચ છે. એણે 123 બોલની ઇનિંગ્સમાં 6 ચોકા અને પાંચ સિક્સર મારી હતી. કેપ્ટન શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ અને શિવમ દૂબેની છેલ્લી ઓવરમાં તેજ ઇનિંગ્સથી મુંબઇની ટીમે મોટો સ્કોર કર્યો. ગોવા માટે સ્નેહલ કૌથાંકરજ અડધી સદી ઇનિંગ્સ રમી શક્યો હતો.

જયસ્વાલ – તારેએ કર્યા હતા 150 રન :

यशस्वी जायसवाल

Advertisements

સૌથી પહેલા બેટિંગ કરવા માટે આવેલા મુંબઇના બેટ્સમેને ગોવાના બોલરની જોરદાર ખબર લીધી. ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને આદિત્ય તારેએ પહેલી વિકેટ માટે 152 રન કર્યા અને એ બંનેએ આ ભાગીદારી 29 ઓવરમાં કરી. તારેના આઉટ થઇ જવાથી આ જોડી તૂટી ગઇ, પણ એ પછી મુંબઇની સ્કોરિંગ સ્પીડ વધી ગઇ. સિદ્ધેશ લાડે 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા. બીજી વિકેટ માટે લાડ અને જયસ્વાલે 72 રન કર્યા.

દૂબે-યાદવે લાસ્ટ 4 ઓવરમાં 52 રન કર્યા :

Yashasvi Jaiswal

કેપ્ટન શ્રેયસ અય્યરે પણ ક્રીજ પર આવતા જ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી. તેણે 20 બોલમાં 4 ફોર અને 2 સિક્સની મદદથી 47 રન કર્યા. તે 47મી ઓવરની બીજા બોલ પર આઉટ થઈ ગયો એ પછી 22 બોલ પર સૂર્ય કુમાર યાદવ અને શિવબ દૂબેએ ભેગા મળીને 52 રન કર્યા. યાદવે 3 અને દુબેએ 4 સિક્સ મારી હતી.

Advertisements

યશસ્વી ઘર છોડીને ગયો મુંબઇ :

Yashasvi Jaiswal was one of the top performers for India in the U-19 Asia Cup.

મુંબઇને જીત અપાવી એવા યશસ્વીની કહાની એકદમ સંઘર્ષોથી ભરેલી છે. એ સાવ નાની ઉંમરમાં જ ક્રિકેટનું સપનું લઇને યુપીથી મુંબઇ ગયો હતો એના પિતા માટે તો પરિવારનું પાલન પોષણ કરવું પણ અઘરું થઈ ગયું હતું. મુંબઇમાં કાકાનું ઘર હતું અને રહેવા માટે વધુ જગ્યા હતી નહિ તો એ મુસ્લિમ યુનાઇટેડ ક્લબ સાથે જોડાઇ ગયો, એમના એક ટેન્ટમાં તેઓ રહેતા હતા. એમની સાથે તે 3 વર્ષ સુધી ટેન્ટમાં રહ્યો.

પકોડી પણ વેચી, ભૂખ્યો પણ રહ્યો અને ત્યારબાદ …

India under 19 cricket, Yashasvi Jaiswal, india u19, india vs sri lanka, india u19 vs sri lanka, cricket news, sports news, indian express news

Advertisements

એના પિતા ઘણીવાર પૈસા મોકલાવતા પણ એ પૈસા ઓછા પડતા હતા. રામ લીલા સમયના આઝાદ મેદાન પર યશસ્વીએ પકોડી પણ વેંચી હતી. તેમ છતાં પણ એને ઘણી રાત ભૂખ્યા જ સૂઇ જવું પડતું હતું. એ સમય દરમિયાન તેની મુલાકાત એક સ્થાનિક કોચ જ્વાલા સિંહ સાથે થઇ. એમને મળ્યા પછી યશસ્વીની જીંદગીમાં ઘણો મોટો બદલાવ આવ્યો એ ક્રિકેટની કામયાબીની સીડી ચઢતો ગયો અને ઇન્ડિયા અંડર 19 ટીમમાં પણ એની પસંદગી કરવામાં આવી.

ટિપ્પણી
Advertisements

અઢળક પ્રયત્નો અને દવાઓના ઉપયોગથી પણ નથી જતા વંદા તો કરો ગરમ પાણીનો પ્રયોગ

લગ્નના 22 વર્ષ પછી હિમેશે આપ્યા હતા પત્નીને છૂટાછેડા, આશા ભોંસલે મારવા ઇચ્છતી હતી થપ્પડ