in ,

સોમનાથ શર્મા : ભારતીય સેના નો એ બહાદુર, જે હાથ ફ્રેકચર હોવા છતાં દુશ્મનો થી લડી પડ્યા હતા

દુશ્મન હમસે મહજ 50 ગજ કી દુરી પર હે,

હમારી તાદાદ બેહદ કમ હૈ હમ ગોળીબારી સે ઘિરે,

Advertisements

ઇસ કે બાવજૂદ મેં એક ઇંચ ભી પીછે નહિ હટૂંગા,

જબ તક હમારે પાસ આખરી ગોલી ઔર આખરી ફૌજી હૈ.

દેશ પ્રેમ થી ભરેલા આ શબ્દ 24 વર્ષ ના મેજર સોમનાથ શર્મા ના હતા. સોમનાથ શર્મા એક જ બહાદુર હતા જેમણે પહેલીવાર એમની બહાદુરી માટે દેશ ના સૌથી મોટા સૈન્ય પુરસ્કાર ‘પરમવીર ચક્ર’ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. એમને આ સન્માન મરણોપરાંત આપવા માં આવ્યો હતો.

Advertisements

26  જાન્યુઆરી 1950 એ ગણતંત્ર દિવસ ના અવસર પર મેજર સોમનાથ શર્મા ના પિતા મેજર જનરલ અમરનાથ શર્મા અને તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર. રાજેન્દ્ર પ્રસાદ ના હાથે પુત્ર માટે ‘પરમવીર ચક્ર’ આપવા માં આવ્યું હતું. જોકે, એમના માટે આ પરમવીર ચક્ર ની ઘોષણા બેશક 1947 માં કરવા માં આવી હતી, પરંતુ એ સમય વિક્ટોરિયા ક્રાંતિ નો હતો.

મેજર જનરલ સોમનાથ શર્મા

Advertisements

કોણ હતા મેજર સોમનાથ?

દેશ ના પહેલા પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્મા નો જન્મ વર્ષ 1923 હિમાચલ પ્રદેશ ના એક નાના ગામ ડાઢ ના એક સૈન્ય પરિવાર માં થયો હતો. મેજર શર્મા ની પ્રારંભિક શિક્ષા નૈનિતાલ શેરવૂડ કોલેજ માં થઈ હતી. કોલેજ પછી એમને દહેરાદુન ના ‘પ્રિન્સ ઓફ વેલ્સ રોયલ મીલેટરી કોલેજ’ મા ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી. એના પછી વર્ષ 1942, 22 ફેબ્રુઆરી એમને ‘કુમાઉ રેજીમેન્ટ’ માં કમિશન મળ્યું.

મેજર શર્મા નો આખો પરિવાર સેના માં હતો

પરમવીર મેજર સોમનાથ શર્મા ના પિતા મેજર જનરલ અમરનાથ શર્મા પણ ભારતીય સેના ના આર્મી મેડિકલ કોર માં હતા. મોટાભાઈ લેફ્ટિનેન્ટ જનરલ સુરેન્દ્ર શર્મા એન્જિનિયરિંગ કોર, નાનાભાઈ જનરલ વી.એન શર્મા આર્મ્ડ કોર, બહેન કમલ શર્મા તેમજ મનોરમા શર્મા એ આર્ટિલરી તેમજ સિગ્નલ મા સેવાઓ આપી ચૂકી છે.

Advertisements

મેજર સોમનાથ શર્મા પોતાની બહેન થી ઘણો પ્રેમ કરતા હતા. યુદ્ધ પર જવાથી પહેલા એમને પોતાની નાની બહેન મનોરમા શર્મા ના નામ પર પોતાની વસિયત કરી દીધી હતી. મેજર શર્મા ને ચિંતા હતી કે એમની બહેન હમણાં નાની છે એટલા માટે ભવિષ્ય માં કોઈ મુશ્કેલી ન થાય.

Advertisements

હાથ તૂટ્યો હતો, હિંમત નહીં

26 ઓક્ટોબર, 1947 જ્યારે મેજર સોમનાથ શર્મા ની રેજિમેન્ટ ને કાશ્મીર જવાનો આદેશ મળ્યો, એ સમયે એમના હાથ નું હાડકુ તૂટેલો હતો, એમના હાથ પર પ્લાસ્ટર હતું. મેજર શર્મા એ સમયે ‘કુમાઉ રેજીમેન્ટ’ ની ચોથી બટાલીયન ની ડેલ્ટા કંપની ના કમાન્ડર હતા. જોકે, એ સમયે એમના સાથીઓ એમને રોકવા નો પ્રયત્ન કર્યો તો જવાબ મળ્યો, ‘સૈન્ય પરંપરા ના પ્રમાણે જ્યારે સૈન્ય યુદ્ધ માં જાય છે તો અધિકારી પાછળ નથી રહેતા.’

3 નવેમ્બર, 1947 મેજર શર્મા કાશ્મીર ના વડગામ માં હક જમાવવા ના ઈરાદા થી આવેલા પાકિસ્તાની સેના ના જવાનો થી હાથ ફેક્ચર હોવા છતાં દેશ માટે લડી પડ્યા. એ સમયે મેજર શર્મા સતત 6 કલાક સુધી પોતાના થી પણ લડ્યા અને પોતાના સૈનિકો ને લડવા માટે ઉત્સાહિત કર્યું. એ સમયે દુશ્મનો ની સેના દ્વારા ફેંકવા માં આવેલો એક હાથ ગોળો, મેજર સોમનાથ ની પાસે મુકેલા ગોળા બારૂદ ના ઢગલા ઉપર જઈને પડ્યો અને મેજર શર્મા દુશ્મનો થી લડતા-લડતા શહીદ થઈ ગયા.

Advertisements

મેજર સોમનાથ શર્મા દ્વિતીય વિશ્વયુદ્ધ ના સમયે અરાકાન કેમ્પેઇનનો ભાગ પણ હતા.

દેશ માટે મેજર સોમનાથ શર્મા તો શહીદ થઈ ગયા, પરંતુ આજે પણ તેમના પૈતૃક ગામ માં એમની યાદ માં એક ‘ચેરીટેબલ ટ્રસ્ટ’ ચાલે છે. અહીંયા અઠવાડિયા ના ચાર દિવસ તપાસ ફ્રી માં કરવા માં આવે છે, જેનો લાભ આસપાસ ના ગ્રામિણ લોકો ને મળે છે.

Advertisements

સૈન્ય પૃષ્ઠભૂમિ અને વિરાસત મા મળેલી વીરતા ના ગુણ જ હતા કે મેજર શર્મા ના સાહસ ની આગળ પાકિસ્તાન સેના ને પણ નમતું જોવું પડ્યું. અફસોસ માત્ર એટલો છે કે સરકાર આજ સુધી એમના પિતૃક ગામ માં સોમનાથ શર્મા ના નામ નો એક સ્મારક પણ નથી બનાવી શકી.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો માટે સારી એવી રકમ લે છે આ 7 સેલિબ્રિટી, જાણવા માંગશો કેટલી ?

વિડિયો : પત્ની સાક્ષી એ બધા ની સામે છેડ્યું ધોની ને, શરમ થી લાલ થઈ ગયા ધોની, કંઈ પણ ન બોલી શક્યા