13 જુલાઇએ થશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, જાણો આના વિશે. . .

Please log in or register to like posts.
News

13 જુલાઈએ વર્ષ 2018 નું બીજું સૂર્યગ્રહણ થશે, આ પણ આંશિક સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં જોવા નહીં મળે, આને માત્ર એન્ટાર્કટિકા, તસ્માનિયા અને ઓસ્ટ્રેલિયાના દક્ષિણી ભાગમાં જોઈ શકાશે. તમને બતાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 15-16 ફેબ્રુઆરીએ થયું હતું.

સૂર્યગ્રહણ શું છે ?

જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, ત્યારે આ પૃથ્વી ઉપર આવવાવાળા સૂર્યના પ્રકાશને રોકી લે છે અને સૂર્યમાં પોતાનો પડછાયો બનાવે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.

આ ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી

આ ગ્રહણ ભારતમાં પ્રભાવી નથી પરંતુ આનો અસર રાશિ ઉપર થશે એટલા માટે પંડિતોના પ્રમાણે જે લોકો ગ્રહણને માને છે એમણે પૂજા-અર્ચના કર્યા પછી ગરીબોને દાન કરવું જોઈએ અને ગાયને રોટલી ખવડાવવી જોઈએ કેમ કે આનાથી એમને સુખ અને ધનલાભ થશે.

દાન-પુણ્ય કરે છે

ગ્રહણના દિવસે વિશેષ રીતે લોકો દાન-પુણ્ય કરે છે જેના કારણે વર્ષભર થી આવી રહેલી એમની બધી મુશ્કેલીઓનો અંત થઈ જાય. ઘણી જગ્યાએ જેમકે કાશી અને ઇલાહાબાદ માં લોકો ગ્રહણના દિવસે ગંગાજીના કિનારે હવન પણ કરે છે જેથી પાપનો વિનાશ થઇ જાય અને સુખ-શાંતિ ઘરમાં આવે.

સૂર્ય ગ્રહણ ના કાળમાં આ કામ નિષેધ છે

સૂર્ય ગ્રહણ ના કાળમાં કાતર નો ઉપયોગ ના કરવો, ફૂલો ને ના તોડો, વાળ તેમજ કપડાં સાફ ના કરો, દાતણ તેમજ બ્રશ ના કરો, ગાય ભેંસ તેમજ બકરીને દોહશો નહીં. ભોજન ના કરો, કઠોર શબ્દનો ઉપયોગ ના કરો, સ્ત્રી પ્રસંગ ના કરો, યાત્રા ના કરો તેમજ ઊંઘવું પણ નિષેધ માનવામાં આવ્યું છે અને આ સમયે તુલસીને પણ ના અડવું જોઈએ.

ઈશ્વરનું ધ્યાન કરવું જોઈએ

પરંતુ ગ્રહણ ના સમયે ઈશ્વરનું ધ્યાન કરવું જોઇએ અને અગરબત્તી અથવા ધૂપ કરીને ઘરના દરેક ખૂણે મૂકવું જોઈએ જેનાથી ઘર ની નેગેટિવ એનર્જી બહાર જતી રહે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.