in

કોહલીના આ નિર્ણયએ લાખો લોકોના દિલ જીતી લીધા, ફેન્સ કરી રહ્યા છે વખાણ

પુણે ખાતે યોજાયેલ ભારત અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધની 3 ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ ચાલી રહી છે. જેમાં હમણાં ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. ટોસ જીતીને ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટિંગ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે(108) શાનદાર સદી ફટકારી જ્યારે કેપ્ટન કોહલીએ(257*) પણ જબરદસ્ત બેટિંગ કરીને બેવડી સદી ફટકારી દીધી હતી.

Image result for virat kohli

Advertisements

આ ઉપરાંત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ એકદમ શાનદાર બેટિંગ કરી હતી. પરંતુ તે સદી ફટકારવાથી ચૂક્યો હતો. જાડેજા 91 રન બનાવી આઉટ થઇ ગયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા(58) અને અજિંક્ય રહાણે(59) એ અડધી સદી ફટકારી હતી. સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે ભારતે 5 વિકેટના નુકસાને 601 રન બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમનો સ્કોર લખાય ત્યાં સુધી 8 વિકેટે 254 રન છે. જોકે આ મેચ દરમિયાન વિરાટ કોહલીના એક નિર્ણયને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

Image result for virat kohli

સોશિયલ મીડિયા પર હાલમાં યુઝર્સ કોહલીને મહાન ક્રિકેટર કહીને બોલાવી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે ટીમ હિતમાં વિરાટે તેની ટ્રીપલ સદીની કુરબાની આપી છે. જોકે કેટલાક ફેન્સ એવું પણ કહી રહ્યા છે કે વિરાટે ટ્રીપલ સદી બનાવી જોઈતી હતી. વિરાટે જ્યારે ઇનિંગ્સ ડિક્લેર કરી ત્યારે બીજા દિવસની લગભગ 1 કલાકની રમત બાકી હતી. વિરાટ 254 પર હતો અને જે અંદાજમાં તે રમી રહ્યો હતો તેથી લાગી રહ્યું હતું કે તે ટ્રીપલ સદી ફટકારશે. પરંતુ વિરાટે એવું ન કરીને દાવ ડિક્લેર કરી ટીમના હિતમાં નિર્ણય લીધો. જોકે કેટલાક ક્રિકેટ એકસપર્ટ કોહલીના આ નિર્ણયથી નારાજ પણ છે કારણ કે એક બેટ્સમેનને કરિયરમાં આવી તક બઉ ઓછી જોવા મળે છે. પરંતુ બીજી તરફ યુઝર્સ કોહલીના આ નિર્ણયથી ઘણા ખુશ છે અને વિરાટના વખાણ પણ કરી તેને મહાન ક્રિકેટર કહી રહ્યા છે.

Advertisements
ટિપ્પણી
Advertisements

મોદીએ બીચ પર 30 મિનિટ સુધી જોગિંગ કર્યું અને જોગિંગ દરમિયાન કચરો પણ ઉપાડ્યો; જાહેર જગ્યાને સ્વચ્છ રાખવાનો સંદેશો પણ આપ્યો

જાપાનમાં 60 વર્ષના સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડાને કારણે આકાશ ગુલાબી દેખાયું, 42 લાખ લોકોને ખસેડાયા