in

ઘઉંના લોટથી બનાવો ચકરી, ચા જોડે આ ફરસાણની માણો મજા

આજકાલનો જમાનો પીઝા અને બર્ગરનો છે. બાળકથી લઈને મોટા સુધીની એ ધારણા બનવા લાગી છે કે ફાસ્ટફૂડ રોટલીની જગ્યા લઇ શકે છે, પણ આ એમની ગેરસમજ છે. રોટલીનું સ્થાન માત્ર રોટલી જ લઇ શકે છે, અને ભોજનમાં એ સર્વોપરી છે. કારણ એ જ છે કે એ ચોખ્ખા લોટમાંથી બનાવવામાં આવે છે. એ બનાવવાની રીત પણ વૈજ્ઞાનિક છે. જોકે ઘઉંના લોટનો ઉપયોગ કરીને તમે કાંઈક સારો નાશ્તો પણ બનાવી શકો છો. આજે અમે તમને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતી ચકરી વિષે જણાવીશું જે દેખાવમાં ગોળ અને સ્વાદમાં કુરકુરી હોય છે.

Advertisements

સામગ્રી :

250ગ્રામ ઘઉંનો લોટ

2 ચમચી સફેદ તલ

તળવા માટે તેલ

Advertisements

નમક સ્વાદ પ્રમાણે

લાલ મરચું સ્વાદ પ્રમાણે

Advertisements

આ રીતે બનાવો :

સૌથી પહેલા લોટ લો અને એને એક ચોખ્ખા કપડાં પર રાખો. પછી એને પોટલીની જેમ બનાવી લો. હવે ગેસ પર સ્ટીમર રાખી દો. એમાં એક ગ્લાસ પાણી નાખીને એક ચાયણી રાખો. એ પછી એની ઉપર પોટલીને રાખી દો. હવે સ્ટીમર ઢાંકી દો. બે મિનિટ ફૂલ ગેસ કરો, પછી ગેસ આઠ મિનિટ માટે ધીમો કરી દો. એ પછી ગેસ બંદ કરી દો અને વરાળને પોતાની રીતે નીકળવા દો. ઢાંકણું ખોલીને પોટલી બહાર કાઢી લો અને એને ઠંડુ થવા દો.

હવે લોટને વેલણથી ભાંગી લો. એ પછી લોટને ચાયણીથી ચાળી લો અને એમાં મીઠું, તલ અને લાલ મરચું ઉમેરો. લોટને પાણીથી બાંધી લો. લોટ થોડો કઠણ બાંધો. હવે લોટને ચકરીના મશીનમાં ભરીને ચકરી બનાવી લો. ચકરીને તેલમાં નાખીને તળી લો. ગેસ માધ્યમ રાખવો અને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો. હવે તૈયાર છે ઘઉંના લોટની બનેલી સ્વાદિષ્ટ ચકરી. ઠંડુ થાય એટલે એને એઇર ટાઈટ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

Advertisements
ટિપ્પણી
Advertisements

ક્યારેક સામાન્ય પાત્ર કરતા હતાં આ સ્ટાર્સ હવે થઈ ગયા છે પોપ્યુલર, ત્રીજા નંબર વાળા બન્યા સુપરસ્ટાર

વાસ્તવિક જીવન માં ઘણી ગ્લેમરસ છે ટીવી ની ‘પાર્વતી’ સોનારિકા, આ ફોટા માં દેખાય છે જબરજસ્ત અંદાજ