in , , ,

તમે ક્યાંય ઊંઘવા માં ભૂલ તો નથી કરતા ને?

ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે ઊંઘ્યાં પછી પણ આપણને સ્ફૂર્તિ નો અનુભવ ના થાય. આપણું શરીર દુખતું હોય તેવું પણ લાગે. ઘણા લોકો ને આખો દિવસ સુસ્તી વાળો હોય એમ લાગતો હોય છે. તો આનું એક કારણ તમારી ઊંઘ લેવા ની ખોટી પદ્ધતિ હોઈ શકે.

મિત્રો, તમને આજ ના લેખ માં હું ઊંઘ વિષે જ જણાવવા નો છું. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર @harshil_s_mehta પર ફોલ્લો કરી શકો છો અને લેખ કેવો લાગ્યો એ જણાવી શકો છો.

વૈજ્ઞાનિકો એ પોતાના સંશોધનો માં સાબિત કર્યું છે કે માણસ જો પોતે વ્યવસ્થિત ઊંઘ લે તો એની તબિયત જળવાય છે અને તેનો દિવસ પણ સારો જાય છે. આના સિવાય તેઓ એમ પણ કહે છે કે વ્યવસ્થિત ઊંઘ લેનારા માણસો પોતાના અંગત અને વ્યવસાયિક જીવન માં ખુશ પણ બહુ જ હોય છે.

સામાન્ય રીતે પુખ્ત વ્યક્તિ પોતાના દિવસ માં 7-8 કલાક ની ઊંઘ લેતો હોય છે. આ તેની સરેરાશ ઊંઘ છે. ઘરડા લોકો ની ઊંઘ ઓછી અને બાળકો ની ઊંઘ વધુ હોઈ શકે. આ ઊંઘ કરતા જો કોઈ વ્યક્તિ ઓછી ઊંઘ લે તો તેને સુસ્તી રહે છે અને આખો દિવસ બગાસાં આવે છે; તમારે કોઈ પ્રસંગે ઉજાગરો થયો હોય ત્યારે આવું જ થતું હશે ને? આ સમય ના કરતા જો કોઈ વધારે ઊંઘ લે તો તેને આળસ  આવે છે.

બીજો એક અગત્ય નો કોંસેપ્ટ તમારી શરીર ની બાયોલોજીકલ ક્લોક એટલે કે તમારી જૈવિક ઘડિયાળ ને સમજવા નો છે. જો તમારો સુવા નો અને ઉઠવા નો સમય એક નિશ્ચિત હોય તો મોટા ભાગે તમને કોઈ રોગ થતો નથી. હા, તમારે કોઈ અગત્ય નું કામ હોય તો તમે એમાં ફેરફાર કરી શકો. તેથી, એક ચોક્કસ સમયગાળો ઊંઘવા નો અને કામ કરવા નો બાંધી રાખવો જેથી તમારું શરીર, મન અને હ્રદય તેની સાથે સિન્ક્રોનાઇઝેશન એટલે કે તાલ માં આવી જાય.

ત્રીજી મહત્વ ની વાત એ છે કે રાતે વહેલા ઊંઘનારાઓ સવારે આપો આપ વહેલા ઉઠી શકે છે. જો આપ સવારે 5 વાગે ઉઠતા હોવ ત્યારે આખું જગત ઊંઘેલું હોય છે. તેથી શાંતિ થી તમે તમારા દિવસ ની શરૂઆત કરી શકો છો અને સાથે જ તમારે કોઈ ઉતાવળ કે ભાગદોડ નથી હોતી. તમારા દિવસ ની એકદમ સુનિયોજિત શરૂઆત કરવા આ ટાઈમ બેસ્ટ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી

મોરારી બાપુ ના સુંદર વાક્ય – એક વખત અચૂક વાંચજો અને શેર કરજો

Haha 😂: ખરા ટાઈમે ક્લિક થઈ ગયા આ ફોટોગ્રાફ