in

આ દિશામાં માથું રાખીને જ સૂવું જોઈએ,એ સિવાયની દિશામાં માથું રાખીને સૂવાથી થશે ગંભીર નુકસાન

આ દિશામાં માથું રાખીને સુવામાં આવે તો ક્યારેય ના થવાય દુઃખી ‍

‍ આપણને એ વાત તો ખબર જ છે કે દિશાનું વાસ્તુશાસ્ત્રમાં ખુબ જ મહત્વ રહેલું છે . કોઈ પણ કાર્યનું વાસ્તુ પ્રમાણે વાસ્તુશાસ્ત્રમાં તેનું સ્થાન જણાવવામાં આવેલું છે. તો આજે આપણે આ લેખમાં વાત કરવાના છીએ કે કઈ દિશામાં માથું રાખીને સુવાથી થાય લાભ અને કઈ દિશામાં માથું રાખીને સુવામાં આવે તો જીવનમાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.

Advertisements

‍ દોસ્તો ઊંઘ આવવી અને કરવી એ આપણા જીવનનું એક દૈનિક કાર્ય અને દિનચર્યા છે. દરેક વ્યક્તિ આખો દિવસ મહેનત કરે પછી રાતના એકદમ શાંતિથી સુવા ઈચ્છતો હોય છે. પણ કેટલાક લોકોને સુતા સમયે કંઈ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ એ વિષે જાણકારી નથી હોતી. રાત્રીના સમયે બરાબર ઊંઘ ન આવવી, ખરાબ સપના આવવા, બેચેની અનુભવવી તેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આ બધી સમસ્યા તો જોવા મળતી જ હોય છે. પણ ખોટી દિશામાં માથું અને પગ રાખીને સુવાથી વ્યક્તિને પોતાના જીવનમાં ઘણી બધી પરેશાની જોવા મળે છે. જેવી કે માનસિક તણાવ, પ્રગતિમાં રૂકાવટ, બીમારીઓનો શરીરમાં પ્રવેશ થવો, દાંપત્યજીવનમાં સુખની કમી, ધનની કમી વગેરે. ચાલો તો જાણી લઇએ કે કઈ દિશામાં માથું રાખીને સુવું જોઈએ અને એનાથી શું લાભ થાય છે?

‍ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વદિશામાં મસ્તિષ્ક રાખીને સુવામાં આવે એને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂર્વદિશામાં માથું રાખીને સુવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભો મળે છે. આ દિશામાં માથું રાખીને દરેક વ્યક્તિ સુવે તો એને ઊંઘ પણ ખુબ જ સારી આવે છે અને એને ખરાબ સપનાઓ પણ આવતા નથી.  એમ કરવાથી તમે ઊર્જાવાન અને શક્તિશાળી હોય એવો અનુભવ થશે. પૂર્વદિશાને કુબેરની દિશા પણ માનવામાં આવે છે. આ દિશામાં માથું રાખીને સુવાથી ભગવાન કુબેરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Advertisements

જો તમે તમારો પોતાનો કોઈ બિઝનેસ કરતા હોવ અથવા તો નોકરી કરતા હોવ તો તમારે હંમેશા પૂર્વદિશામાં જ માથું રાખીને સુવું જોઈએ. આ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવાથી કરિયરમાં પ્રગતિ મળે છે. વિદ્યાર્થીવર્ગે પૂર્વદિશામાં જ મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ. આ દિશામાં માથું રાખીને સુવાથી મગજની એકાગ્રતામાં વધારો થાય છે અને વિદ્યાક્ષેત્રમાં સૌથી શ્રેષ્ઠ મુકામ મળે છે.

Advertisements

‍ હવે વાત કરીશું પશ્વિમ દિશાની. આ દિશાને ઊંઘ માટે લાભદાયક નથી દર્શાવવામાં આવતી. આ દિશામાં માથું રાખીને સુવાથી બરાબર ઊંઘ આવતી નથી. પશ્વિમ દિશામાં માથું રાખીને સુવાથી રોજ નકારાત્મક વિચાર આવ્યા જ કરે છે. આ દિશામાં માથું રાખીને વ્યક્તિ સુવે તો એની ઊંઘ હંમેશા અધુરી જ રહે છે. એનું શરીર પણ હંમેશા થાકેલું જ રહે છે અને એના અંગોમાં પણ અલગ અલગ જગ્યાએ દુઃખાવાનો પ્રશ્ન રહે છે. જો તમારું મસ્તિષ્ક પશ્વિમ દિશામાં રાખેલું હોય તો આપણા પગ પૂર્વ દિશામાં થઇ જાય છે. જો સૂર્યોદય થયા પહેલા આપણા પગ ભગવાન સૂર્યદેવ તરફ હોય તો એ વ્યક્તિનું ભાગ્ય એ વ્યક્તિનો પણ સાથ છોડી દે છે. એટલે જ પશ્વિમ દિશામાં મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ નહીં.

‍ હવે વાત કરીશું ઉત્તર દિશાની. દોસ્તો ઉત્તર દિશામાં પણ મસ્તિષ્ક રાખીને કોઈ દિવસ ના સુવું જોઈએ. ઉત્તર દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઘણું જ વધુ હોય છે અને એ તીવ્ર પણ હોય છે. એટલે આપણા વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશામાં મસ્તિષ્ક રાખીને સુવાની ના કહેવાઈ છે. સાથે જ એનું એક પ્રમુખ કારણ એવું પણ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઇ જાય છે તો એનું માથું ઉત્તર દિશા તરફ રાખીને અગ્નિદાહ દેવામાં આવે છે. એટલે જ આ સ્થિતિને શ્રેષ્ઠ રાત્રી શયન અવસ્થા માનવામાં આવતી નથી. બીજી અવસ્થા ઉત્તર દિશામાંથી નીકળતું ચુંબકીય આકર્ષણ શરીરમાં થઈને પગ તરફ નીકળી જાય છે. આ દિશામાં મસ્તિષ્ક રાખીને વ્યક્તિ સુવે તો એમાં માનસિક તણાવ અને જીવનમાં આર્થિક તંગી જોવા મળે છે.

Advertisements

‍ હવે છેલ્લી દિશાની વાત કરીશું દક્ષિણ દિશાની. શાસ્ત્રના મત પ્રમાણે સારી ઊંઘ આવે એના માટે દક્ષીણ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા કાર્ય પૂર્ણ થતા થતા અટકી જતા હોય તો અને ઘણા લાંબા સમયથી કાર્યો પૂર્ણ ના થતા હોય તો તમારે દક્ષિણ દિશામાં જ મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ. કાર્ય પૂર્તિની સાથે માનસિક શાંતિ પણ મળે છે. એ વ્યક્તિ સવારે એકદમ પ્રસન્નતા સાથે ઉઠે છે. જેમના લગ્ન થઇ ગયા હોય તો એ લોકોએ હંમેશા દક્ષિણ દિશામાં જ માથું રાખીને સુવું જોઈએ. આ દિશામાં માથું રાખીને જે દંપતિઓ સુતા હોય તો એમના જીવનમાં હંમેશા મધુરતા બનેલી રહે છે. ઉત્તર દિશામાંથી નીકળતી ઉર્જા પગમાંથી પ્રવેશ કરે છે અને આપણા મસ્તિષ્કમાં જમા થાય છે. એનાથી વ્યક્તિ કામ કરે છે તો વ્યક્તિ ઉર્જાને અનુભવે છે અને એકાગ્રતા સાથે એ કામ કરી શકે છે.

તો હવે દોસ્તો જોયા ને બધા લાભો તો એ બધા લાભો મેળવવા માટે હંમેશા પૂર્વ અને દક્ષીણ દિશામાં જ મસ્તિષ્ક રાખીને સુવું જોઈએ.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

દૂધનું સેવન કરો એ પહેલા કોઈ દિવસ આ વસ્તુઓ ના ખાવી, મળે છે આ રોગોને આમંત્રણ

આંખના આ ટીપા બને છે મફતમાં , ત્યારબાદ 70 વર્ષ સુધી આંખમાં નહીં થાય કોઈ પ્રોબ્લેમ