આનંદોઃ ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર, 2018માં સારું રહેશે ચોમાસું, જાણો ક્યાં કેવો વરસાદ?

Please log in or register to like posts.
News

ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા લોકો માટે સારા સમાચાર છે. વર્ષ 2018માં દેશમાં ચોમાસું સારુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની જાણકારી આપતી ખાનગી એજન્સી સ્કાઈમેન્ટે ચોમાસા મુદ્દે પ્રથમ અનુમાન જાહેર કર્યું છે.

સ્કાઈમેન્ટનું માનીએ તો દેશમાં આ વખતે વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે. સ્કાઈમેન્ટના અનુમાન મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 100 ટકા વરસાદ થવાની સંભાવના છે. એટલું જ નહીં આ વર્ષે વરસાદની શરૂઆત પણ સમયસર જ થશે.

સાથે જ સામાન્યથી 20 ટકા વધુ વરસાદ થવાની શક્યતા સેવવામાં આવી છે. ભારે વરસાદની સંભાવના 5 ટકા છે. જ્યારે આ વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના પણ નથી. સીઝનમાં 96થી 104 ટકા વરસાદ થવાની સંભાવના 55 ટકા છે.

ક્યાં થઈ શકે ભારે વરસાદ ?

2018માં સારૂ ચોમાસું રહેશે તેવી સંભાવનાઓ સેવાઇ રહી છે. ત્યારે આ પ્રદેશોમાં ભારે વરસાદ થઇ શકે છે. મધ્ય ભારત, મુંબઈ, પૂણે, નાગપુર, નાસિક, ઈન્દોર, જબલપુર અને રાયપુર સહિતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

ક્યાં થઈ શકે સામાન્ય વરસાદ ?

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય વરસાદ થશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના શહેરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે રાજ્યોની વાત કરીએ તો ગુજરાત, ઉત્તરપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડમાં પણ સામાન્ય વરસાદ વરસશે.

ક્યાં થઈ શકે ઓછો વરસાદ ?

ચેન્નઈ, બેંગાલુરુ, તિરુવનંતપુરમ, કોન્નૂર, કોઝીકોડ, હૈદરાબાદ, કર્ણાટક, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, દરિયા કિનારાના વિસ્તારમાં ઓછો વરસાદ થવાની શક્યતાઓ છે.

કયા મહિનામાં કેટલો વરસાદ ?

 • જૂન 111 ટકા વરસાદની શક્યતા
 • જૂન 164 મી.મી. વરસાદ થઈ શકે
 • જુલાઈ 97 ટકા વરસાદની શક્યતા
 • જુલાઈ 289 મી.મી. વરસાદ થઈ શકે
 • ઓગસ્ટ 96 ટકા વરસાદની શક્યતા
 • ઓગસ્ટ 261 મી.મી. વરસાદની સંભાવના
 • સપ્ટેમ્બર 101 ટકા વરસાદની શક્યતા
 • સપ્ટેમ્બર 173 મી.મી. વરસાદ થઈ શકે

સારા વરસાદની આગાહીથી ખેડૂતોમાં ખુશીની લાગણી

 • ભારતમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન ચોમાસામાં ૧૦૦ ટકા વરસાદની સંભાવના: સ્કાયમેટ
 • દેશમાં સરેરાશ ૮૮૭ મીમી વરસાદ પડે છે: સ્કાયમેટ
 • ચોમાસાની શરૂઆત માં સારો વરસાદ પડે તેવી સંભાવના: સ્કાયમેટ
 • ચાલુ વર્ષે દુષ્કાળની સંભાવના ઝીરો ટકા છે: સ્કાયમેટ

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

Source: VTV

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.