in

જાપાનમાં 60 વર્ષના સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડાને કારણે આકાશ ગુલાબી દેખાયું, 42 લાખ લોકોને ખસેડાયા

જાપાનમાં 60 વર્ષના સૌથી વધુ શક્તિશાળી વાવાઝોડા હગિબીસના લીધે જાપાનની રાજધાની ટોક્યોમાં આકાશ ગુલાબી રંગનું થઇ ગયું હતું. આ વાવાઝોડું શનિવારે કિનારે ત્રાટકે તેવી આશંકા કરી છે. આ પહેલા કિનારાના વિસ્તારમાં તબાહી દેખાઇ રહી છે. 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે. ઘણા ઘરોને નુકશાન પણ થયું છે. પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે.

https://i2.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/Typhoon-Hagibis-2.jpg?w=662&ssl=1

Advertisements

વધુ ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર વધુ શેર કરવામાં આવી રહ્યા છે. પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ ઊંઘી પલટી ખાઇ ગઇ છે અને એક વ્યક્તિના મોતના પણ સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે. કિનારાના વિસ્તારોને ખાલી કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે જણવામાં આવ્યું છે. તો બીજી બાજુ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે.

https://i1.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/11597066-3x2-700x467.jpg?resize=662%2C442&ssl=1

જાપાનમાં દરેક હવાઇ સેવાઓને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. જાપાનની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને ઘરેલૂ ઉડાનો રદ્દ કરી દીધી છે. રેલવે નેટવર્કને પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ટોક્યોમાં દરેક થિયેટર્સ, શોપિંગ મોલ અને કારખાનાને પણ બંધ કરવામાં આવ્યા છે. લોકોને ઘરોમાં રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. ઇમરજન્સી સેવાઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.

Advertisements

https://i0.wp.com/jobaka.in/wp-content/uploads/2019/10/2019-10-12T063426Z_1_LYNXMPEF9B074_RTROPTP_4_ASIA-STORM-JAPAN-696x453.jpg?resize=662%2C431&ssl=1

જાપાનમાં રગ્બી વિશ્વકપ સાથેના બધાજ મેચ રદ્દ કરીને ખેલાડીઓને પરત મોકલવામાં આવ્યા છે. તે સિવાય ફોર્મ્યૂલા વન રેસિંગના લોકપ્રિય આયોજન જાપાનીઝ ગ્રાન્ડ પિક્સને હમણાં મુલતવી રાખવામાં આવ્યું છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. એક દિવસ પહેલા તેમણે લોકોને ભોજન અને દવાઓ સાથે રાખવા કહ્યું હતું. જાપાનમાં 1958માં આ પ્રકારના વાવાઝોડાથી ભારે તબાહી થઇ હતી. ત્યારે 1200 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો સંપૂર્ણ બેઘર થઇ ગયા હતા.

ટિપ્પણી
Advertisements

કોહલીના આ નિર્ણયએ લાખો લોકોના દિલ જીતી લીધા, ફેન્સ કરી રહ્યા છે વખાણ

15 ઓક્ટોબર, 2019નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ