આ ગામના મંદિરમાં ૬૦૦ વર્ષથી ભર્યા છે ઘીના ૬૫૦ ઘડા, પણ ઘી હજુ બગડ્યું નથી

Please log in or register to like posts.
News

આ મંદિરમાં ૬૦૦ વર્ષથી ભર્યા છે ઘીના ૬૫૦ ઘડા

શ્રાવણ મહિનામાં ભગવાન શિવને રીઝવવા માટે અને તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શિવભકતો દ્વારા આખો શ્રાવણ માસ ઉપવાસ કરવા ઉપરાંત જપ, તપ અને હવન કરાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના રઢુ ગામના ગુજરાતમાં એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે. જાણીને નવાઇ લાગશે પણ અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા તાલુકાના રઢુ ગામના કામનાથ મહાદેવના મંદિરમાં ઘી ભરેલી ૬૫૦ માટીના માટલા છે.

આ ગામે શિવ ભકિત અને શકિતનું ઉદાહરણ પૂરું પાડતી અખંડ જ્યોત છેલ્લા ૬૨૩ વર્ષથી પ્રજવલિત છે. આ અખંડ જ્યોતને પ્રજવલિત રાખવા માટે ગ્રામજનો તેમજ શિવ ભક્તોએ યથાશક્તિથી આપવાનું શરૂ કર્યું હતું. માત્ર દીવામાં અને હોમ હવન માટે જ વપરાશમાં લેવાતા આ ઘીની ૬૫૦ જેટલી મોટી માટીની ગોળીઓ આજે આ શિવ મંદીરમાં પડી છે. માટીની એક ગોળીમાં ૬૦ કિલો ઘી હોય છે જે છેલ્લા વર્ષો જુનું હોવા છતાં તે બગડ્યું નથી તેમજ તે ખુલ્લામાં હોવા છતાં તેમાં કીડી, મકોડા કે અન્ય જીવજંતુઓ પડતા નથી કે તે દુર્ગધ મારતું નથી.

આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ એક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયનું બચ્ચું જન્મે તો તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી ભરાય છે. આ ઘીનો ઉપયોગ કામનાથ મંદિરમાં અખંડ જ્યોત માટે કરવામાં આવે છે.

આ ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહી દરરોજ હોમાત્મક યજ્ઞા કરવામાં આવે છે. જ્યારે બારશને દિવસે ભગવાન શિવની ૬૨૩ વર્ષ પહેલા પ્રજવલિત થયેલી અખંડ જયોતનો પ્રતિષ્ઠા મહોત્સવ ગ્રામજનો દ્વારા ધામધુમથી ઉજવવામાં આવશે. તમામ ભક્તોની કામનાઓ પૂર્ણ કરનાર આ કામનાથ મહાદેવના મંદિરની ભગવાન શિવની સોનાની મૂર્તિ આ દિવસે ભક્તજનોના દર્શનાર્થે બહાર કઢાય છે. તેમજ તેના ભવ્ય વરઘોડો આખા ગામમાં ફેરવવામાં આવે છે. આખું ગામ આ દિવસે ઘેરઘેર ઉંજાણી કરે છે. શિવજીની આ સોનાની મૂર્તિ વર્ષમાં માત્ર શ્રાવણના ચાર સોમવાર, શ્રાવણ વદ બારસ અને શિવરાત્રીના દિવસે જ ભક્તજનોના દર્શનાથે બહાર કઢાય છે. આ દિવસોમાં ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડતું હોય છે.

આ શિવ મંદિરમાં અખંડ જ્યોત માટે ભક્તો દ્વારા અપાયેલું ઘી વર્ષો બાદ પણ બગડતું નથી આ અખંડ જ્યોતના દર્શન કરવા માટે ગુજરાત, મહારાષ્ટ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તેમજ વિદેશથી શ્ર્ધાધાળુઓ આવે છે જે તેમની મનોકામના પૂર્ણ થાય તે માટે મહાદેવની બાધા રાખે છે. ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાથી આ શિવ જ્યોત જે મંદિરમાં રખાઈ છે તે મંદિરનું નામ આથી જ કામનાથ મહાદેવ પડ્યું છે.

જો કે, આ ગામમાં નિયમ હતો કે જે ઘેર ભેંસ અથવા ગાયનું વિયાણ થાય તેનું પહેલું વલોણું કરી તેનું ઘી મહાદેવજીના દીવા માટે પૂરી જતા હતા. આજે ઘીની ૨૬૫ ગાગરો ભરેલી છે. જે ઘીનો ફક્ત દીવા સિવાય ઉપયોગ થતો નથી. ભક્તોએ એક વાર આ પવિત્ર સ્થળની મુલાકાત લેવી રહી.

Source : આપણો ઈતિહાસ

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.