in

10 વર્ષો સુધી ઈલાજ માટે પૈસા બચાવતી હતી બે વૃદ્ધ બહેનો, ખબર ન હતી કે બંધ થઈ ગયા છે 1000-500 ના નોટ

આ વાત બધા જાણે છે કે આજ ના સમય માં પૈસા સારી એવી જરૂરિયાત બની ગયું છે જેના વગર કોઈનો ગુજારો નથી થતો. બધા લોકો જીવનભર મહેનત કરી ને પૈસા ભેગા કરે છે જેથી એ પોતાની વૃદ્ધાવસ્થા સરળતા થી પસાર કરી શકે. પરંતુ જો તમને ખબર પડે કે જીવનભર ઘણી મહેનત કરી ને જે પૈસા કમાવ્યા છે એનું કોઈ મહત્વ નથી તો વિચારો તમને કેવું લાગશે. આજે અમે તમને એવી બહેન ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના આખા જીવન માં ઘણી મહેનત કરી ને પૈસા કમાવ્યા જેનાથી વૃદ્ધાવસ્થા માં પોતાનો ઇલાજ કરાવી શકે અને મર્યા પછી એ પૈસા થી એમના અંતિમ સંસ્કાર થઈ શકે, પરંતુ એમના દુર્ભાગ્ય થી એમને એ વાત ની ખબર ન હતી કે આજ થી ત્રણ વર્ષ પહેલા જ 500 અને 1000 ના નોટ બંધ થઈ ગયા છે.

Advertisements

આ વાત છે 70 વર્ષ થી વધારે ઉમર ની બે બહેનો ની જેમણે 10 વર્ષ સુધી પોતાના વૃદ્ધાવસ્થા માટે નાના-નાના કામ કરી ને પૈસા ભેગા કર્યા. બંને બહેનો એ દસ વર્ષો સુધી ઘણી મહેનત કરી ને 46000 કમાવ્યા. એક નિરાશાજનક વાત એ છે કે આ બંને બહેનો એ ઘણી મહેનત થી પૈસા કમાવ્યા જે પૈસા આજ ના સમય માં બંધ થઈ ગયા છે. એમણે જે પૈસા ભેગા કર્યા હતા 1000 અને 500 ની નોટ ના રૂપ માં હતા. તમિલનાડુ ના ત્રિપુર જિલ્લા માં રહેવાવાળી થ્ંગામલ અને રંગામલ બંને બહેનો છે. આ બંને બહેનો તમિલનાડુ ના ત્રિપુર જિલ્લા માં એક વિસ્તાર માં રહે છે. આ બંને નું પોતાનું કોઈ નથી જે એમનું ધ્યાન રાખી શકે. એટલા માટે એમણે આ પૈસા પોતાની વૃદ્ધાવસ્થા તેમજ પોતાના જીવન ના અંતિમ સંસ્કાર માટે બચાવી ને રાખ્યા હતા. આ બંને બહેનો ને આ વાત ની જાણકારી ન હતી કે સરકારે 500 અને 1000 ના નોટ 3 વર્ષ પહેલા રદ કરી દીધા છે.

જ્યારે આ બંને બહેનો ને ઈલાજ ની જરૂર પડી ત્યારે આ બાબત લોકો ની સામે આવી. આ બંને બહેનો એ પોતાના સંબંધીઓ ને બતાવ્યું એમણે આ પૈસા ને પોતાના વૃદ્ધાવસ્થા માટે બચાવી ને રાખ્યા હતા. રંગામલ આખી જીવન મહેનત કરી ને 24000 રૂપિયા કમાવા હતા જ્યારે એની બહેન થ્ંગામલ એ 22000 રૂપિયા ભેગા કર્યા હતા. એમના દૂર ના સંબંધીઓ એ બતાવ્યું આ બંને બહેનો એ નાના મોટા કામ કરી ને આ પૈસા ભેગા કર્યા હતા. પરંતુ તેમનું દુર્ભાગ્ય કે 2016 માં 500-1000 ના નોટ બંધ કરી દેવા માં આવ્યા. અને સૌથી દુઃખ ની વાત એ કે આ બંને બહેનો ને નોટ બંધી ની જાણકારી પણ ન હતી. આજ ના સમય માં બંને બહેનો પોતાની બીમારી ના ઈલાજ માટે પૈસા જોઈએ ને એમની પાસે પૈસા પણ છે. પરંતુ નિરાશાજનક વાત એ છે કે એ પૈસા થી એમનો ઈલાજ નથી થઈ શકતો. એ પૈસા નું કોઇ મહત્ત્વ નથી. હવે જોઈએ આ બંને અસહાય વૃદ્ધ બહેનો ની મદદ કરવા માટે કોણ આગળ આવે છે.

Advertisements

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ટિપ્પણી
Advertisements

સૈફ થી લગ્ન ને લઈ ને કરીના એ કર્યો મોટો ખુલાસો, 7 વર્ષો પછી બતાવી હેરાન કરી નાખવા વાળી વાત

15 વર્ષ ના અરબપતિ બાળક ની પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, ફરારી ની સાથે છે 70 જોડી એયર જૉર્ડન બૂટ